Book Title: Shant Sudharas
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 559
________________ કરુણાભાવના ૫૩ વિનય એટલે એક તો આ ગ્રંથના કર્તા પૂજ્ય શ્રી વિનયવિજય ઉપાધ્યાય મહારાજ સ્યાદ્વાદવાદી એ એનો બીજો અર્થ થાય છે વિશેષ નયને જાણનાર, તેને ધ્યાનમાં રાખીને બોલનાર એ અર્થ થાય જુદા જુદા દષ્ટિબિંદુઓ ધ્યાનમાં રાખી પ્રવચન કરનાર વિશિષ્ટ શ્રુતજ્ઞાની અથવા સર્વજ્ઞ ભગવાન એ પણ તેનો અર્થ થાય સિદ્ધવચન બોલનાર, ત્રિકાલાબાધિત સત્યને એના યથાસ્વરૂપે અતિશયોક્તિ કે અપેક્તિ વગર રજૂ કરનારને માટે આ પરિભાષા ઘટે છે. અહીં જે વચન તમને ઉપસંહારમાં કહેવામાં આવે છે તે તમને દીર્ધકાળે ખૂબ લાભ કરનાર છે. એ ઉપરાટિયે ઉપચાર નથી કે અર્થવગરનો બકવાદ નથી એ નાના વચનમાં ખૂબ રહસ્ય સમાયેલું છે. એ વાત એ છે કે જે તમારે કરુણાપ્રસગોને પ્રતિકાર કરે હોય તો શાંતસુધારસનું પાન કરવું, એટલે શાતરસને ખૂબ પીવો, પેટ ભરીભરીને પી, કાળા ભરીભરીને પી એ પાન તમને અનેક પ્રકારના સુખ અથવા સદાચરણે સાથે અનુસધાન કરાવી આપશે, એક પછી એક પુણ્યપ્રવાહની શ્રેણી બાધી આપશે અને વળી એ સજન આત્મામાં થશે એટલે એ ચિરકાળ ચાલે તેવુ થશે શાતરસના પાનની ભલામણ આ રીતે વારવાર કરવામાં આવે છે તેનું કારણ એક જ છે અને તે એ છે કે કરુણા ઉત્પન્ન કરે તેવા પ્રસગો ભવિષ્યમાં ન થાય, ન જાગે, ન ઊઠે તે માટે એ રાજમાર્ગ છે, એ સિદ્ધ માગે છે અને બહુજનસ મત માગે છે ભાવનાને છેડે íમહાશયનું નામ આડકતરી રીતે જણાવ્યું છે. તમે શાતરસનુ આસ્વાદન કરે, તેના રસમાં લુબ્ધ થઈ જાઓ અને તેના કેફના ઘેનમાં પડી જાઓ એમ થશે એટલે કરુણાના પ્રસ ગે પ્રાપ્ત થશે નહિ અતરની વેદનાથી આ આખી ભાવના લખાઈ છે અને તેને છેડે આકરા, દુખમય રેગોના નિવારણને માર્ગ બતાવ્યું છે કરુણાભાવના કરતા આવી રીતે મુદ-આનદ લાવી શકાય, ભગવાનનું ભજન આન દથી કરતા કરુણ અ તર્ગત થઈ જાય અને દુખની વિચારણામાં પણ લહેર આવે એવી વિશાળ શક્તિ આ ભાવના આપે તેમ છે એને માટે ખરુ આત્માનુસધાન કરવાનું છે અને જુદા જુદા ઉપાયને વ્યવહારુ ઉપયોગ કરવાનો છે. કરુણાભાવ પણ ભગવદ–ભજનનો આનંદ પ્રાપ્ત કરાવે છે એ આ ભાવનાની વિશિષ્ટતા છે.

Loading...

Page Navigation
1 ... 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608