Book Title: Shant Sudharas
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 566
________________ ૪૬૦ શાંતસુધારસ સાથે આપી દીધું છે એ ઉતારો ગમતે હાઈ ખાસ વિચારવા યોગ્ય છે. ચિત્તપ્રસાદનમાં પ્રત્યેક યોગભાવના કેવી રીતે કામ આપે છે તેને હાર્દિક ભાવ સ્પષ્ટ કરવાનો આ પ્રસંગ પ્રાસ્તાવિક હોવાથી સહજ લબાણના જોખમે પણ આ ઉપસંહારમાં તેને સ્થાન આપ્યું છે આપણા મૂળ ગ્રંથને અગે જણાવવાનું કે પ્રતિકારના માર્ગોનું નિદર્શન અન્ય કઈ લેખકે જણાવ્યું નથી પરંતુ સર્વેએ તેની આવશ્યકતા જરૂર સ્વીકારી છે. આપણું લેખક– મહાત્મા ઉપાધ્યાયજીએ આખુ અષ્ટક એ ઉપાયોની વિચારણામાં રજૂ કર્યું છે એ એમનું વિશિષ્ટ તત્ત્વ છે. એમનું બીજું વિશિષ્ટ તત્ત્વ તે કરુણાજનક પ્રસ ગોના કારણરૂપે ધર્મહીનતાનું તત્ત્વ દાખલ કરવું તે છે, અને તે દાખલ કરીને ન અટકતા તેના પ્રતિકારનો પણ વિસ્તાર કરી બતાવ્યો છે. એની વિચારણામાં ભગવદ્દભજનની આવશ્યકતા, ગુરુશુદ્ધિ અને ધર્મમાર્ગની શોધ – એ ત્રણ માર્ગોને નિર્દેશ કરી એમણે દેવ-ગુરુ-ધર્મની ત્રિપુટીને સંભાળવાની વાત કરી એક આકર્ષક ચિત્ર રજૂ કર્યું છે, એમ કોઈ પણ સહદય પુરુષને લાગ્યા વગર રહે તેમ નથી. ધર્મહીનતાને કરુણાના પ્રસંગોમાં ગણવી એ અભિનવ વાત છે એ માર્ગને સ્વીકાર કરવામાં ઉપાધ્યાય શ્રીવિનયવિજયજીએ બહુ દીર્ઘદૃષ્ટિ વાપરી છે ધર્મહીનતાને કારણે અથવા કુમતના સ્વીકારનુ પરિણામ શું આવે છે તે પર નજર રાખીને આ અતિ અગત્યને વિષય તેમણે ચર્ચે છે ધર્મહીન પ્રાણીઓને જ્યારે ધર્મરાગી પ્રાણી જુએ ત્યારે તેના ઉપર ચીડ આવે છે, પણ એમ ન થવું જોઈએ કરુણાભાવિત આત્મા એવા પ્રાણીની મદ વિકાસસ્થિતિ સમજે, એને એમ લાગે કે એ બિચારો પાણી વલોવીને માખણ તારવવાનો નિરર્થક પ્રયત્ન કરી રહો છે. આ કષ્ટસાધ્ય પ્રાણી ધર્મની મશ્કરી કરે, હેલના કરે, ધર્મને હ બગ” કહી નિ દે કે ધર્મરાગીને ધર્મના પૂછડા કે એવા ઉપનામ આપે તેથી એ જરા પણ ઉશ્કેરાતો નથી કે ગુસ્સે થતો નથી એના અ તરમા ધર્મને હસનારા કે ધર્મ વિરુદ્ધ બેલનારા માટે ઊડાણમાથી દયા કુરે છે અને એને મીઠા શબ્દોથી, દલીલથી, ચર્ચાથી, લેખથી ભાવણથી અને એવા વિધવિધ ઉપાયોથી ધર્મમાર્ગે લાવવા માટે પ્રેરણા થાય છે. આ રીતે મૈત્રીભાવના જેમ સહિષ્ણુતા આણે છે તેમ તદ્દન બી દષ્ટિબિન્દુથી કરુણાભાવના પણ એ જ પરિણામ પામે છે કરુણાભાવનાથી બે મુદ્દા ખૂબ સુસાધ્ય થાય છે તે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. એક એનાથી હેપ પર વિજય મળે છે અને બીજુ એનાથી પર ઉપર વૈર લેવાની કે સજા કરવાની વૃત્તિ દૂર થાય છે. મત્રીમાં પ્રેમઢારા રાગ ઉપર વિજય મળે છે ત્યારે કરુણામાં દયાદ્વારા દેવ ઉપર વિજય મળે છે. આ અતિ મહત્ત્વને વિષય છે કરુણાભાવનાના પ્રસંગો પર પ્રતિકારની વિચારણામા મન ઉપર વિજય કરવાની વાત કરી છે તેમાં આખો રાજયોગ સમાય છેવાત એ છે કે ઘણીખરી વખત તે સુખ

Loading...

Page Navigation
1 ... 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608