Book Title: Shant Sudharas
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 528
________________ શાંતસુધારસ ધ્યાયના વખતમાં જે સયમપૂર્ણ ગૃહસ્થજીવનની પ્રશંસા થતી હતી તે આજે ૩૦૦ વર્ષ પછી જરા પણ ફરી હોય એમ લાગતું નથી એનો અત્યારની કલબની વ્યવસ્થા, મોટરની અનુકૂળતા. વીજળીની લાઈટ અને સટ્ટાને કારણે ધનની અસ્થિરતા એ સર્વ ઉપરથી સહેજે ખ્યાલ આવી શકે તેમ છે. આપણે એવા સોગોમાં બ્રહ્મચર્ય મર્યાદિત આકારમાં સ્વીકારી તે હદમાં પવિત્ર રહેનારની બલિહારી ગણીએ સુદર્શન શેઠનુ જીવન વિચારીએ, વિજ્ય શેઠ તથા વિજયા શેઠાણીને તવીએ અને પૂરતી અનુકૂળતા છતાં અનાસક્ત રહેનાર ધન્નાનુ ગૃહસ્થજીવન પ્રશસીએ રામની પ્રશંસા એકપત્નીવ્રતને અગે છે લક્ષ્મણને સીતાજીનું મુખ કેવું છે તેની ખબર નથી અને દરરોજ પગે પડે છે તેથી માત્ર તેના પગનાં ઝાઝરને તે ઓળખે છે. અત્યારના યુગમાં મે એવા ગૃહસ્થને જોયા છે કે જેઓ આડકતરી રીતે પણ પરસ્ત્રીને નિહાળતા નથી અને પિછાનતા પણ નથી. આમાં કદાચ શરમાળપણાને આરોપ આવે તે સભવિત છે, પણ વિશુદ્ધ આચરણ તે સર્વ કાળમા-સર્વ સમાજમાં પ્રશસ્ય જ છે આપણું આવા સદાચારી સજજનોના સફળ જીવનને નમીએ. ઉપાધ્યાયજી તો એને યશ ગાય, પણ આપણે તો ઝૂકી પડીએ, વારી જઈએ અને આ તરથી એકનિષ્ઠ સ સારી બ્રહ્મચારીને પ્રશ સીએ, ધન્ય માનીએ અને આદર્શ ગણીએ. અહી સાધારણ બાબતને મોટી બતાવવાનો પ્રયત્ન નથી ગૃહસ્થજીવનના પ્રસંગમાં આવ્યા વગર, અનુકૂળતાનો લાભ લેનારની સંખ્યા જાણ્યા વગર, લાલચ સામે ખડી હોય છતા લાત મારનારની સંખ્યાના અભ્યાસ વગર, આ વાતની જેને મહત્તા ન લાગે તેણે આ બાબતમાં વિશેષ અવલોકન કરવાની આવશ્યકતા છે. ઉચ્ચ ગુણશ્રેણીની પ્રદભાવનામા આ અતિશયોક્તિ નથી, એમ વગર શકાએ કહેવાય તેમ છે. અપેક્તિ છે કે નહિ તે વિચારવાનું આ સ્થળ નથી ધન્ય છે શુદ્ધ, પવિત્ર ગૃહસ્થજીવનને ! - દ. જે પવિત્ર ગૃહિણીઓ શિયળગુણસંપન્ન રહી બન્ને કુળની ઉજજવળ કીર્તિમાં વધારે કરે છે એમને પણ ધન્ય છે. ઉપર ગૃહસ્થસ બ ધી જે વિચાર બતાવ્યા છે તે અત્ર દાખલ કરવાના છે. સ્ત્રીઓનું બળવાનપણુ વધારે પ્રશસ્ય એટલા માટે છે કે પુરુષો એમના તરફ બહુ મેહદષ્ટિએ જુએ છે. એમાં માનસવિદ્યાને માટે પ્રશ્ન છે સ્ત્રીઓ કદી પુરુષ માટે એટલા મેહથી વિચાર કરતી નથી અને પુરુ તો વાતો કે મશ્કરી સ્વીસ બધી જ બહુધા કરે છે એના કારણેમા અત્યારે ઊતવુ પરવડે તેમ નથી, પણ એ સત્ય વાત છે. ચારિત્રની બાબતમાં સ્ત્રીઓ વધારે ગ્રતા દર્શાવનારી સર્વ યુગમાં નીકળી છે એ નિસ્સ શય છે. ગ્ર વર્તા કહે છે કે આવી પવિત્ર વનિતાનું દર્શન પણ ધન્ય છે. એ દર્શનમાં શું દેખાય? સુદર ચરિત્ર – વિશિષ્ટ આચરણરૂપ સુવર્ણ સ ચય દેખાય. એના મુખ કે દેહનાં

Loading...

Page Navigation
1 ... 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608