Book Title: Shant Sudharas
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 514
________________ ૪૦૮ શાંતસુધારસ ધન્ય બનાવશે આ પ્રસગનો મહિમા એના ઉપયુક્ત સ્થળે ખાસ નોંધવામાં આવશે. પણ સ્ત્રીની મુક્તિ માનનાર જૈનદર્શનનુ આ વિશિષ્ટ મ તવ્ય કેવુ સાર્થક થાય છે તે પ્રાચીન, અર્વાચીન વિચારધારા મારફત સ્પષ્ટ કરવા પ્રયત્ન કરવામાં આવશે. આ અતિ અગત્યને પિટા મુદ્દો પ્રમોદભાવનામાથી સાપડે છે. તેનું અત્ર માત્ર દિગદર્શન કર્યું છે. એક આનુષગિક મુદો અનેક ગુણ તરફ ધ્યાન ખેચવાનો છે. આ પ્રમોદભાવનામા સુક્કી વાત નથી એમાં કચવાટ થાય કે ઘણા થાય તેવો એક પણ પ્રસ ગ આવનાર નથી. એમાં તે સદાચાર, સદ્દગુણો અને શાતિના ઝરણાં ફૂટશે અને ચારે તરફ આનંદ, શાતિ અને પ્રગતિ-વિકાસ થતો દેખાશે, અને આપણે એ પુણ્યપ્રવાહમાં સ્નાન કરી મેટા સમુદ્રમાં ડૂબકી મારતા હોઈએ એવો અનુભવ થશે. એ સમુદ્રમાં તોફાન નથી, અવાજ નથી, ખારાશ નથી, જિદગીનુ જોખમ નથી અને એના નિર્મળ પરમ પવિત્ર પ્રવાહમાં, એના સાત દુગ્ધજળમા આજીવન પડ્યા રહેવાનો સિદ્ધ સંકલ્પ થાય તેવું છે. બીજા નાના મુદ્દાઓ ઉપસ હારમાં ચર્ચવાના રાખી આપણે પ્રમોદભાવનામાં વિલાસ કરીએ. ત્યા પ્રથમ દૃષ્ટિએ વીતરાગભાવ તરફ ધ્યાન જાય તે સ્વાભાવિક છે. આપણી સર્વોત્કૃષ્ટ ભાવના અને અતિમ આદર્શ સર્વ રાગદ્વેષથી મુક્ત થઈ, બહિરાત્મભાવ છોડી આ તરાત્મભાવમાં રમણ કરીએ તે છે તે સાથે પરમાત્મદશા પ્રાપ્ત કરવાનો પણ હોય એમાં નવાઈ નથી. આપણે પરમાત્મભાવની સર્વોત્કૃષ્ટ વાનગી અહી શુ. એ આદર્શને પહાચવા અન્યદશની કોઈ પ્રયત્ન પણ કરી શક્યું નથી. જેનદર્શન એ વીતરાગદશાને કેવી ચીતરે છે તે વિચારીએ આ વીતરાગને આપણે ઓળખવા-સમજવા પ્રયત્ન કરીએ છે , વીતરાગભાવ પ્રાપ્ત કરનાર પ્રાણીઓનાં ચરિત્ર જોઈએ તે તેથી વિકાસના કામે સમજાશે શ્રી આદિનાથના જીવન ધન્ના સાર્થવાહના ભવથી કે શ્રી વિરપરમાત્માનું નયસારના ભવથી જે ચરિત્ર વિચારીએ છીએ તેમાં પ્રાણીને વિકાસ કેમ થાય છે તે સમજાય છે. પ્રાણી ક્રમશ ધર્મસન્મુખ થતું જાય છે, એની વિશ્વબંધુત્વભાવના ધીમે ધીમે વિશેષ જામતી જાય છે અને ગુણપ્રાપ્તિ અ તરદશા સન્મુખ થતી જાય છે આ ગુણવિકાસ સાથે અદરને વિકાસ ખૂબ સબ ધ રાખે છે. છેલ્લા ભવમાં એને વિકાસ પામેલો આત્મા અવધિજ્ઞાન સાથે જન્મ લે છે. એ નિર્લેપપણે સાસારિક કાર્યો કરે છે પણ એનુ લક્ષ્ય સંસારથી છૂટવા તરફ હોય છે. પિતાના સ્થાનની જવાબદારી એ કદી વિસરતા નથી અને વ્યવહારધર્મોને યોગ્ય સ્થાન આપે છે. સ સારને છેડતી વખતે એનુ વિશ્વબ ધુત્વ દાનમા (વાર્ષિક દોનમા) દેખાય છે અને મહાન ત્યાગ આદર્શશાળી છે એ ત્યાગ વખતે એને મન પર્યવજ્ઞાન પ્રગટ થાય છે. પછી એ બાકી રહેલા કર્મોને નાશ કરવા પ્રયાસ કરે છે અપ્રમત્તદશાએ પ્રાય કાળ પસાર કરે છે અને આ દરની જગૃતિને સદેવ પિષે છે. એને પ્રખર આત્મા આગળ વધે છે. કર્મક્ષયના માર્ગે ચઢેલ' એ

Loading...

Page Navigation
1 ... 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608