________________
૩૦૪
શાંતસુધારે
એ એક શબ્દ આખા વિચારની ભવ્યતામ ખૂબ વધારો કરે છે એને એ સ્વરૂપે સમજી ચેતન ઉપસહારમાં પ્રવેશ કરે છે.
૮છેવટે શ્રી વિનયવિજયજી મહારાજ કહે છે કે જેઓના ચિત્ત વિમળ થયાં છે એટલે જેનામાથી મળ સર્વથા ગયો છે અથવા ઘણો ઓછો થયો છે તેઓ પરમાત્મભાવમાં પરિણામ પામો જેઓને હૃદયની શુદ્ધિ થઈ છે અને મંત્રીભાવનાનો જેને સાક્ષાત્કાર થયો છે તે ધર્મધ્યાનને પાત્ર થાય છે અને તેવો પ્રાણ એ તરાત્મભાવમાં પ્રવર્તી પરમાત્મભાવ ઉપર એકાગ્ર થાય છે. મેત્રી ધર્મધ્યાન સાથે અનુસધાન કરે છે, ધર્મધ્યાન આત્માને સન્મુખ કરે છે સન્મુખ થયેલા આત્માનું સાધ્ય મુક્તિ છે અને તેને ઉપાય પરમાત્મભાવમાં પરિણમન છે.
પરમાત્મા શુદ્ધ નિર જન બ્રહ્મસ્વરૂપ છે, નિર જન નિરાકાર છે, અને તે અવ્યાબાધ સુખના ભક્તા છે આત્માની મૂળ સ્થિતિને પ્રાપ્ત થયેલા છે અને અજરઅમર થઈ અનંત જ્ઞાનદર્શનમાં રમણ કરી સ્થિરતારૂપ ચરિત્ર પામેલા છે એ પરમાત્મવરૂપ સાથે એકલાવએક્તાન લાગે એ ધર્મધ્યાન છે વિમળ આત્માનું લક્ષ્ય તો એ જ હોય એને પછી કાઈ સસારના નાચ નાચવાના હેય નહિ, નામા માડવાના હોય નહિ, અવ્યવસ્થિત દોડાદોડી કરવાની હોય નહિ પરમાત્મદશાના નાદમાં એ અનાહત નાદ સાભળે અને આત્મવિકાસ વધારતા જાય
મિત્રી ત્યારે ખરી વિકાસ પામે અને એના પરિપૂર્ણ આકારમાં જામે ત્યારે આવી વિશાળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય છે વિમળ આત્માના વિલાસ અનેરા હોય છે, એના ઉદ્દન જબરજસ્ત હોય છે અને એની ભાવના અતિ વિશાળ હોય છે
સર્વ છે સમતા–અમૃતનું પાન કરી તેમાં વિલાસ કરો – આ મૈત્રીનું ઉત્કૃષ્ટ ધ્યેય અને ચિતવન હોય છે. એને હૃદયથી એમ થાય કે સર્વ પ્રાણીગણ સમતા - અમૃતપાન કરી, એ રસપાન વાર વાર કરી ખૂબ આનંદ માણે એનો આનદ કેવો હોય તેનું વિવેચન કરવાની જરૂર હવે ન હોય. સમતારસના પાન અભુત આન દને આપનારા છે અને કર્યા હોય તે અનુપમ આનદને વિસ્તારનારું છે
મંત્રી-મિત્રભાવ-વિશ્વબંધુત્વ કરનાર પિતાનો વિચાર કરવા કરતા સર્વ પ્રાણીને ખૂબ વિચાર કરે છે એને પિતાની સાથે સર્વને લઈ જવા ભાવના થાય છે, મિત્રીભાવનાનું એ સાચું રહસ્ય છે
ઉપસહાર ખૂબ સુંદર રીતે કરવામાં આવેલ છે એ દશા ત્યારે આવે ત્યારે મંત્રીને વિસ્તાર કેટલો વધી જાય છે તે વિચારવું વિનય-ચેતનને ઉપદેશ કરવા દ્વારા લેખકે મહાશયનું નામ આપણે ઉચ્ચારીએ છીએ આ મત્રીભાવનાને સાર છે, ખૂબ આકર્ષક છે, હૃદયમાં ઊતરી જાય તેવો માર્મિક છે અને વપરને પરિપૂર્ણ નિર્મળ લાભ આપનાર છે.