________________
બેધિદુર્લભભાવના
૩૫૯ આ બુદ્ધિશાળીઓના મતોનું વિવેચન અત્ર કરવાનો અવકાશ નથી એક એક બાબતો પર વર્ષો પસાર થાય તેવી ચર્ચાઓ કરે છે અને યુક્તિઓ લગાવી ભાતભાતની દલીલો જનતા સમક્ષ રજૂ કરે છે કાળવાદ, સ્વભાવવાદ, નિયતિવાદ, વિવર્તવાદ, ઈશ્વરવાદ– એવા એવા વાદેને પાર નથી એમા સત્યશોધન કરતા અશસત્ય પર ભારે જોર હોય છે અને જનતાને ભ્રમમાં નાખવાના કે પડી જવાના પાર વગરના પ્રસગો હોય છે
આવી રીતે ચારે તરફ મતે, દર્શને, પ , વાદ, વિવાદ અને મઠની જાણે બજાર માડી હોય તેવું દેખાય છેવિદ્યાવ્યાસ ગથી ભરપૂર આ કર્મભૂમિમાં બુદ્ધિશક્તિને ક્યા અને કેવો ઉપયોગ થયો છે એનું એક મોટું પ્રદર્શન ઊભુ થાય તેવું છે અને માનષિક શક્તિના ગૌરવને માટે તે ગમે તેટલું જબરુ કે નબળું હોય પણ સામાન્ય માણસને તે મૂઝવી નાખે તેવું હોય છે.
આ કાળમાં દેવતાઓ કોઈ જાતની સહાય કરતા નથી અહીં આવીને કેઈ જાતની ધર્મસ બધી બાબતમાં મદદ કરતા નથી
અત્યારે કોઈ પ્રત્યક્ષ જ્ઞાન – વિશિષ્ટ જ્ઞાનનું અતિશાયીપણું નથી કે જ્યા અથવા જેની પાસે તે હોય તેની નજીક જઈને શ કાસમાધાન પણ કરી શકાય. મન પર્યવજ્ઞાન કે કેવળજ્ઞાન નથી, અવધિજ્ઞાન કે જાતિસ્મરણજ્ઞાન પણ પ્રાયે થતું નથી અને વિશિષ્ટ સિદ્ધિ નથી એટલે એ પણ મોટી ગૂચવણ છે
આવી રીતે મતપ ની વિવિધતા, બુદ્ધિવાનની વિપુળતા, યુક્તિ લગાવી સ્વમતસ્થાપન કરવાની ઉત્સુકતા, દેવના સાન્નિધ્યનો અભાવ અને અતિશય જ્ઞાનનો અભાવ એ સર્વ અત્યારે વર્તે છે આવા વખતમાં અને આવા સગોમાં તે જે ધર્મ ઉપર દઢ રહે તેને ખરે નસીબદાર સમજવો–એને સાચો ભાગ્યશાળી સમજ
આ સ્થિતિ કાઈક અશે શ્રી વિનયવિજય ઉપાધ્યાયના વખતમાં હતી એમના વખતમાં ધર્મચર્ચાઓ જેસભેર થતી હતી, વાદવિવાદો થતા હતા અને મતભેદો ઘ| હતા, છતા સ્વરક્ષણની પ્રબળ ભાવના ધર્મપરત્વે તે વખતે હતી
આપણા સમયના પ્રશ્નો તો ઘણું આકરા છે ઉપાધ્યાયજીના વખતમાં તે એકલા તપગરછમાં બાવન પંડિત હતા, દેશ સમૃદ્ધ હતો, મુગલાઈના પાયા હચમચ્યા હતા, પણ હજુ એને સૂર્ય મધ્યાહને તપતો હતો. અત્યારે આપણે બસો વર્ષના તદ્દન ઠડા કાળ પછી આવ્યા છીએ, જીવનકલહ પાર વગરનો છે, પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિના મહાન સ ઘર્ષણે ચાલી રહેલા છે અને જડવાદ શરૂઆતમાં તો એવો આવ્યો કે ધર્મ એટલે પતિ ગ કહેવાઈ ગયું જીવનકલહની સખ્તાઈ, જડવાદનું વાતાવરણ અને ધર્મચર્ચાને બદલે બીજી અનેક પ્રશ્નોની ગુચવણે એટલી વધી પડી છે કે ધર્મ સ બ ધી વિચાર કરવાની ફુરસદ પણ ઘણાખરાને મળે તેમ નથી અને મળી જાય તો તેની દરકાર કે જરૂરીઆત પણ દેખાતી નથી સાધન વધવા છતા સાધનોને લાભ લેનારાની સંખ્યા પૂરતા પ્રમાણમાં વધી છે કે નહિ તે પ્રશ્ન છે વર્તમાન યુગને બરાબર સમજવા માટે માત્ર આજુબાજુ જોવાની જ જરૂર છે અત્યારે પણ