________________
બેધિદુર્લભભાવના : ગેયાષ્ટપરિચય ૧. પ્રથમ સામાન્ય – સર્વને લાગુ પડતી – વાત કર્યા પછી તે જ વાતને ખીલવવાની છે. મુદાની વાત કહેવાની એ છે કે, બોધ-સદસદ્ધિચારજ્ઞાન બહુ મુશ્કેલીથી મળે છે. આ બાધિની દુર્લભતા તુ સમજ એ ચીજને જેમતેમ વેડફી નાખવા જેવી નથી એ કાઈ બજારુ ચીજ નથી, એ તે મહાપ્રયાસે મળે છે, તે માટે તુ નીચેને સુપ્રસિદ્ધ દાખલો વિચારી જે
અતિ દરિદ્રી એ એક વિપ્ર હતો. મહામુસીબતે આખો દિવસ રખડી. ભિક્ષા માગી પૂરુ કરતો હતો એને વળી પરણવાની દુબુદ્ધિ થઈ એવા ગરીબોને મદદ કરનારા અને તેમાં ધર્મ સમજનાગ આર્યદેશમાં બહુ હોય છે. એ પર, દારિચ વધ્યું અને ગુલામ દશાના એ વિષે અનેક ગુલામે વધાર્યા એ કેઈ રીતે પૂરુ કરી શકે નહિ અન્નના ફાકા પડવા માડવા તે ક ટાળી ઘર મૂકીને ભાગ્યો. દૂર દેશમાં ગયો ત્યાં તપ કરવા લાગે કોઈ દેવની કૃપાથી એને ચિ તામણિ રત્ન મળ્યું એ રત્નનો પ્રભાવ એવો ગણાતો કે ઈષ્ટ ચાચિત વસ્તુ તેના અધિષ્ઠાતા દેવો પૂરી પાડે. બ્રાહ્મણ ગઇ , સમૃદ્ધિવાન થયે પણ જીરવવાની શક્તિ કેળવી નહિ. વહાણમા બેસી દેશ આવવા ની રી-છોકરા પણ સાભર્યા વહાણમાં ઊભે ઊભે વિચાર કરે છે. “હું આવું ઘર બ ધાવીશ અને આવી ગાડી ખરીદીશ, આમ ચાલીશ અને આમ બેલીશ” હાથમાં ચિ તામણિ રત્ન લઈને હર્ષમાં નાચવા-કૂદવા લાગ્યો તેવામાં એક મોટું મોજુ આવ્યુ, વહાણ ડોલ્યું અને સાથે ઊછળ્યું દશ પદર વામના મેજામા વહાણ ફગોળાયુ, નાચતા બ્રાહ્મણના હાથમાથી રત્ન છટકી ગયું અને મોટા દરિયામાં પડી ગયુ ગયુ તે ગયુ . એને પત્તો કયા લાગે ? બ્રાહ્મણભાઈ તે એ, ભગવાન એના એ !
એ રત્નની પ્રથમ પ્રાપ્તિ દુર્લભ અને પુન પ્રાપ્તિ વધારે દુર્લભ, આ ન્યાયે તુ ધ્યાનમાં રાખ કે બોધિરત્નની પ્રાપ્તિ અને પુન પ્રાપ્તિ દુર્લભ છે અને જ્ઞાનનો મહિમા અવાર્ય છે જ્ઞાની શ્વાસોશ્વાસમાં જેટલા કર્મોને નાશ કરી શકે છે તેટલાને અજ્ઞાની કરડે વર્ષે પણ કરી શક્તો નથી. સમજણની બલિહારી છે. ક્રિયાની કિ મત જરા પણ ઓછી ન કરતા જ્ઞાનને પ્રથમ સ્થાન જેનશાસ્ત્રો સ્પષ્ટ શબ્દોમાં આપે છે બોધ-પ્રકાશ – થી આખી દુનિયા દીવા જેવી નજર સામે રમે છે અને પ્રાણીને વિકાસ બહુ વધારે કરી દે છે આત્મવિકાસના પાયા બોધ ઉપર જ ચણાય છે સમ્યગ્ર બાધ થયો એટલે ખૂબ પ્રગતિ સાધ્ય થાય છે તેની સાથે આજુબાજુના સગે અનુકુળ થઈ જાય છે અને બેધનુ ફળ ત્યાગ (વિરતિ) બેસે એટલે એના સાથે સુગ ધનો સહયોગ થઈ જાય છે
આ બધિને પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છા જાગે અને તે પ્રાપ્ત થઈ જાય તો આગળનો મા ખુબ સરળ થઈ જાય છે બોધ એ ખરેખર અમૂલ્ય રત્ન છે એની પ્રાપ્તિ જેટલી દુર્લભ છે તેટલી જ તે અભીષ્ટ, પૃહણીય અને પ્રેરક છે.