Book Title: Samyaktva Prakaran Author(s): Punyakirtivijay Publisher: Sanmarg Prakashan View full book textPage 9
________________ ક્યારે અને કઈ રીતે કયા આત્માએ ઉત્સર્ગનો કે અપવાદનો આશ્રય કરવો ઈત્યાદિ વાતોને સારી રીતે ચર્ચવામાં આવી છે. સાધુ કોણ તથા અસાધુ કોણ ? વંદનીક કોણ અને અવંદનીક કોણ ? વગેરે વાતો ઉપર પણ પૂરો પ્રકાશ પાડ્યો છે. (ગાથા-૧૧૫ થી ૧૪૦) ત્યાર બાદ આચાર્યની યોગ્યતાને જણાવનારા આચાર્યના છત્રીશ ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. અહીં એક વસ્તુ જાણવી જરૂરી છે કે કેવા ગુણોથી યુક્ત ગુરુ શાસ્ત્રોના રહસ્યોને સમજાવવાનો અધિકારી છે ? આચાર્યપદ કોને આપી શકાય ? અપાત્રમાં આચાર્યપદ પ્રદાન કરનાર તથા પરીક્ષા કર્યા વિના જ અપાત્રને ધર્મ આપનારા ગુરુ કઈ કોટીમાં ગણાય ? ઈત્યાદિ વાતો જણાવીને સુગરુના ઉપકારોનું વર્ણન કર્યું છે. ત્યાર પછી પાંચ પ્રકારના ચારિત્રી, તેમનાં ભક્તિ-બહુમાન કેવી રીતે કરવાં ?, “વર્તમાનમાં પણ ચારિત્ર ધર્મનું અસ્તિત્વ છે, જે કોઈ તેનો નિષેધ કરે તેને શ્રમણસંઘ બહાર કરવાની ભગવાનની આજ્ઞા છે, અમુક ગુણો ન હોય એટલા માત્રથી ગુરુપણું નથી એમ માનવું અનુચિત છે, વર્તમાનકાળમાં પણ ઉત્તમ ચારિત્રી સાધુઓ વિદ્યમાન છે.” ઈત્યાદિ જણાવીને પાંચ પ્રકારના પાસત્યાદિ અવંદનીક સાધુનું વર્ણન કર્યું છે, તથા પરંપરાનું સ્વરૂપ બતાવીને પરંપરાને નામે આંધળી દોટ ન મૂકતાં તેનો વિવેક કરવાનો ઉપદેશ આપ્યો છે. - આજ્ઞાભ્રષ્ટ સાધુઓ સાથે કોણે ક્યા સંયોગોમાં કેવો વ્યવહાર કરવો, તે દર્શાવીને ઉત્સર્ગ અને અપવાદનું સુંદર વિવેચન કર્યું છે, અંતે ઉપસંહારમાં હિતશિક્ષા આપતાં જણાવ્યું કે, “વર્તમાનમાં અનુચિત પ્રવૃત્તિ કરનારા જીવોને જોઈને તેમની કર્મ પરતંત્રતાને વિચારવી અને શુભ આચરણ કરનારા જીવોને જોઈને તેના પ્રત્યે બહુમાન ભાવ ધારણ કરવો” એટલું કહીને સાધુતત્ત્વ નામનું ચતુર્થ તત્ત્વ સમાપ્ત કર્યું છે. પાંચમા નવતત્ત્વરૂપ તત્ત્વનું નિરૂપણ કરતાં જીવાદિનવતત્ત્વો ઉપર સુંદર પ્રકાશ પાડ્યો છે. જીવતત્ત્વના વર્ણનમાં જીવના નવ, ચૌદ અને બત્રીશ પ્રકારો, જીવોની આકૃતિ, ઈન્દ્રિયોની શક્તિ, દશ પ્રાણ, છે પર્યાપ્તિ, જીવોનો આહાર, જીવોની સંખ્યા, છ લેશ્યા, ચારિત્ર, યોનિ, યોગ, ઉપયોગ, ચૌદ ગુણસ્થાનક, માર્ગણા આદિ વિષયોને સ્પષ્ટ કર્યા છે. બાકીના આઠ તત્ત્વોને સંક્ષેપમાં વર્ણવીને સમ્યક્ત્વ, મિથ્યાત્વ, મિથ્યાત્વની હાજરીમાં જીવની અવસ્થા, સમ્યગ્દર્શનનો મહિમા, સમ્યગ્દર્શનને પામવાની યોગ્યતા અને સમ્યકત્વનાં પાંચ લક્ષણ જણાવીને કહ્યું છે કે સમ્યગ્દષ્ટિ આત્મા પણ ચરણ અને કરણથી વિકળ હોય તો મુક્તિ પામી શકતો નથી. (ગાથા-થી ૨૬૨) - આ પછી ચરણસિત્તરી અને કરણસિત્તરી દર્શાવીને, જ્ઞાનગુણ, તપગુણ અને સંયમ ગુણનું મહત્ત્વ દર્શાવીને તેની મોક્ષ કારણતા દર્શાવીને છે. (ગા-૨૬૩ થી ર૦૫) છેલ્લે ગ્રંથકારશ્રીએ પોતાનો નામોલ્લેખ કરીને ગ્રંથરચનાનો હેતુ દર્શાવીને આ ગ્રંથમાં મેં લગભગ પૂર્વાચાર્યોએ રચેલી ગાથાઓની સંગ્રહ કર્યો છે, તેમ જણાવીને ગ્રંથનાં સાત નામો જણાવ્યાં છે અને ગ્રંથનો મહિમા ગાયો છે. પ્રાન્ત ભવ્યાત્માઓને આ સમ્યકત્વ પ્રકરણ ગ્રંથને ભણવાનો, સાંભળવાનો, જાણવાનો અને તદનુસાર ધર્માનુષ્ઠાન કરવાનો ઉપદેશ આપીને તેમને શાશ્વત સુખના ભોક્તા બનવાનો આશીર્વાદ આપ્યો છે અને વૃત્તિકાર પૂ.આ. શ્રી તિલકસૂરિ મહારાજે અંતિમગાથાના “સ્ત્રજંતુ સિવસુદ સાયં તિ” પદની વ્યાખ્યા કરતાંPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 386