Book Title: Samyaktva Mul Bar Vrat Author(s): Dhirajlal D Mehta Publisher: Jain Dharm Prasaran Trust Surat View full book textPage 7
________________ શ્રાવક-શ્રાવિકાના જીવન માટે નિયમો જરૂરી સંસારની ચાર ગતિમાંથી ધર્મની આરાધના કરી આત્મકલ્યાણ કરી શકીએ એવો માનવનો જ એક ભવ છે, અનંત પુણ્યાઇએ આ ભવની પ્રાપ્તિ થાય છે. તેમાં પણ આર્યદેશ, આર્યકુલ અને જૈનધર્મની પ્રીતિવાળા ઘરોમાં જન્મ થવો વધારે દુષ્કર છે. જન્મ થયા પછી જૈનધર્મ ગમી જવો, રૂચિ જવો તે વધારેમાં વધારે દુષ્કર છે. આપણે આ બધું પામ્યા જ છીએ, આટલી ઉચી સ્થિતિ પામીને પાપ-પુણ્યને જાણવું જોઈએ. બીનજરૂરી પાપોનો જીવનમાંથી ત્યાગ કરવો જોઇએ. જો સમજી શોચીને પાપોનો ત્યાગ ન કર્યો હોય તો તે પાપોની સાથેનો સંબંધ છોડ્યો નથી તેથી પાપો ન કરવા છતાં તે પાપોનો આશ્રવ ચાલુ જ રહે છે. - ભાડે લીધેલું ઘર હોય, અને કોઈ કારણવશાત્ બેચાર માસ રહેવા ન જઈએ તથા તે મકાનનો ઉપયોગ ન કરીએ તો પણ બે-ચાર મહિને ભાડાવાળો આવે જ. અને ભાડુ આપવું જ પડે. મકાનનો વપરાશ ભલે કર્યો નથી પરંતુ સંબંધ ત્યજ્યો નથી. તેથી ભાડુ આપવું જ પડે છે, તેમ અહીં પાપોનું સેવન ન કરવા છતાં પચ્ચક્ષ્મણ લઇને તેનો સંબંધ છોડ્યો ન હોય તો પાપોનો આશ્રવ ચાલુ જ રહે છે. એવાં કેટલાંય પાપો છે કે જે શ્રાવક-શ્રાવિકાના જીવનમાં કરાતાં નથી. જેમકે મદિરાપાન, માંસભક્ષણ, શિકાર, પરસ્ત્રીગમન વિગેરે. પરંતુ આ પાપો ન કરવાનું જો પચ્ચખાણ ન લીધું હોય તો ભાડાના મકાનની જેમ આશ્રવ ચાલુ જ રહે છે. ઘણા જીવો પચ્ચખ્ખાણ લેવામાં ડરતા હોય છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 98