Book Title: Samipya 1987 Vol 04 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વારાણસીમાં ગંગા તટે મહારાજા ભવનાગે દશ અશ્વમેધ યજ્ઞ કરી, વૈદિક પરંપરાઓને પુનર્જીવિત કરી. ગતોએ વૈદિક પરંપરાની અભિવૃદ્ધિ તે કરી, પરંતુ હર્ષવર્ધનને લીધે બૌદ્ધોએ ફરીથી પાછા ભારતમાં પગ જમાવ્યો. પરિણામે દેશમાંથી વીરતા, ધીરતા તથા દેશ માટે બલિદાન આપવાની ભાવના જતી રહી. અને જ્યારે સિંધવિજય પછી અરબસેનાએ મોટાભાગને ઉત્તર દક્ષિણ ભારત ખુંદી વળી ત્યારે ફરી એકવાર વૈદિક પરંપરાઓનું પુનરુત્થાન થયું અને પ્રતિહાર તથા ચાલુકય સમ્રાટોની તીક તલવારોના ભારથી અરબને ભારત વિજયની લાલસા છોડવી પડી. આ જ સમયમાં જગદગુરુ શંકરાચાર્યું કરી વૈદિક સંસ્કારોનું પ્રણિધાન કયુ". અનેક બ્રાહ્મણે વૈદિક પરંપરાઓના પ્રચાર માટે પિતપોતાના પ્રદેશ છોડી દૂર-દૂર જઈ ચડવ્યા, અને ત્યાં વૈદિક ધર્મનો પ્રચાર કરતાં કરતાં ત્યાં જ વસ્યા. આ રીતના આવાગમનનું પ્રમાણ આપણને અભિલેખોમાંથી જ મળે છે. ઉત્તર ભારતમાંથી જ નહીં, પણ ગુજરાતમાં પણ આ બાબતના અનેક અભિલેખ પ્રાપ્ત થયા છે, જેમાં વિદ્યા તથા વૈદિક કર્મકાંડના પ્રચાર માટે ઉત્તર ભારતથી ગુજરાત આવેલા વિદ્વાન બ્રાહ્મણોએ વેદિક પરંપરાઓને પુનઃજીવિત કરી. અભિલેખોમાં બ્રાહ્મએ પોત-પોતાના ગોત્ર પ્રવર, શાખા, પ્રશાખા ઈત્યાદિનો સગર્વ ઉલ્લેખ કર્યો છે. આ બ્રાહ્મણે જ્યાં ગયા, ત્યાં પોતાની પરંપરાઓ સાથે લેતા ગયા અને ત્યાં જ સ્થાયી થયા. ગુજરાતમાં વસતા ઔદીચ્ય બ્રાહ્મણે અહીં વૈદિક સંસ્કૃતિના પ્રચાર માટે જ ઉત્તર ભારતમાંથી આવ્યા હતા. જેવી રીતે બ્રાહ્મણોએ પિતાને વશિષ્ઠ, ગૌતમ, કશ્યપ, ભરદ્વાજ જેવા ઋષિઓનાં સંતાને બતાવ્યાં અને પ્રાચીન ગરકલ પ્રણાલીની જેમ વિઘાયયન આદર્ય" તેમ ક્ષત્રિયોએ પણ પિતાને પ્રાચીન સૂર્યવંશી ક્ષત્રિયોના વંશજ તરીકે ઓળખાવવામાં ગર્વ અનુભવ્યો.
આમ લગભગ આઠમી શતાબ્દીમાંના આ પુનરુત્થાનની જાણ માત્ર અભિલેખો ઉપરથી થાય છે. અહીં યાદ રાખવું જોઈએ કે આ સમયના પ્રારંભિક અભિલેખમાં બ્રાહ્મણોના ગત્ર પ્રવરને ઉલ્લેખ નથી. દા. ત. રણુગ્રહના કલચુરિ સંવત ૩૯૧(ઈ. સ. ૬૪૧)ના સંખેડા દાનશાસનમાં આદિત્યશર્મા નામના બ્રાહ્મણને આપેલા દાનનો ઉલ્લેખ છે, પરંતુ બ્રાહ્મણના ગોત્ર–પ્રવરનો ઉલ્લેખ નથી. આ જ પ્રમાણે દદ પ્રશાતરામના ખેડા દાનશાસન(ક. સં. ૩૮૫–ઈ. સ. ૬૩૪)માં અથવવેદી બ્રાહ્મણને અરેશ્વર વિષયમાં સ્થિત શિરીષ૫દ્રક ગામમાં ભૂમિદાન આપ્યાનો ઉલ્લેખ છે, પરંતુ બ્રાહ્મણના ગોત્ર પ્રવર આદિની ચર્ચા નથી. વૈકટક નરેશ દહનના કલયુરિ સંવત ૨૦૭(ઈ. સ. ૪૫૭)ના પારડી દાનશાસન તથા જયભટ્ટ ૪ થા(ક સં. ૪૮૬ ઈ. સ૭૩૬)ના કાવી દાનશાસનમાં બ્રાહ્મણના ગોત્ર આદિનો ઉલ્લેખ
પરંતુ સાતમી શતાબ્દી પછીના લેખમાં ભારદ્વાજ, પારાશર, શાડિય, ભાર્ગવ, વત્સ, કૌશિક, કૌડિન્ય કશ્યપ, ગાયું, સુનક, કૌત્સ, ગાલવ, કૌશવસ, પ્રાવાયાણ, કૌડવ્ય, શાકંરક્ષિ વગેરે ગોત્રોને ઉલ્લેખ આવ્યો છે. લેખમાં વર્ણવેલા બ્રહ્મચારીઓની આશ્વલાયન, કર્વ વગેરે શાખાઓને પણ ઉલ્લેખ છે. આ શિલાલેખમાં ગુજરાતના અનેક ચતુર્વેદી બ્રહ્મચારીઓને પણ ઉલ્લેખ છે. શિલાલેખોમાં ઉહિલખિત ચતુર્વેદી બ્રાહ્મણો મથુરાથી આવ્યા હશે, જે કાળાંતરે અહીં વસ્યા છે. અહીં ધ્યાન રાખવું જોઈએ કે આમાં બધા પ્રાંતના બ્રાહ્મણ હતા, જે જુદા-જુદા પ્રદેશના નિવાસી હતા, અવનિજનાશ્રય પુલકેશી ક. સં. ૪૯૦(ઈ. સ. ૭૩૯)ના નવસારી તામ્રપત્રમાં વત્સગેત્રીય દ્રવિડ બ્રાહ્મણ ગોવિંદળિને દાનમાં આપેલ પદ્રક(પારડી) નામના ગામનો ઉલ્લેખ છે. આ જ રીતે શીલાદિત્ય ૨ જાના નવલખી દાનપત્રમાં વત્સગોત્રીય તૈલંગ બ્રાહ્મણ બપસ્વામીને મોર્ડનક નામનું ગામ દાન કર્યાના ઉલ્લેખ છે. આ બ્રાહ્મણે વાજસનેયી માધ્યન્દિન શાખાના હતા. આ રીતે અભિલેખે ઉપરથી અનેક બ્રાહ્મણનું દૂર-દૂર થી આવવું અને ગુજરાતમાં સ્થાયી થવું તેમ જ તેમના વેદના અધ્યયનની જાણકારી થાય છે. આ ૧૨૪]
[સામીપ્ય : ઑકટોબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮
For Private and Personal Use Only