Book Title: Samipya 1987 Vol 04 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 35
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org ગુજરાતમાંથી ઉપલબ્ધ “કાલિયમદન–શિલ્પમાં વિષ્ણુનું સ્વરૂપ હરિપ્રિયા રંગરાજનક ભગવાન વિષણુના દશ અવતારોમાં રામ અવતાર અને કૃષ્ણ અવતાર એ બે સંપૂર્ણ અવતાર મનાય છે. આ બંને અવતારોમાં ભગવાન વિષ્ણુએ સ્વયં મનુષ્ય સ્વરૂપમાં અવતાર ધારણ કરી અધર્મને નાશ કર્યો અને ધર્મની સ્થાપના કરી. ભગવાન વિષ્ણુના અવતારોમાંના એકલા કૃષ્ણ અવતારમાં જ એમણે પોતાના જન્મથી માંડી જીવનની અંતિમ ઘડી સુધી પોતાની દિવ્ય લીલાઓને પ્રદર્શિત કરતા રહી અવતારના પ્રયજનને પૂર્ણતઃ સિદ્ધ કર્યું. શ્રીકણુના અવતાર અને એમની બાળ લીલાઓનું વર્ણન હરિવંશ પુરાણુ, વિષ્ણુ પુરાણ, ભાગવત પુરાણુ. અને બ્રહ્મવૈવર્ત પુરાણમાં વિસ્તારથી મળે છે. શ્રીકૃષ્ણની બાળલીલાઓમાં સહુથી વધુ વાર ઉલ્લેખ કાલિયમદન અને ગોવર્ધનધારણને થયેલે છે. ગુજરાતમાં મંદિરની છતમાં કાલિયમનનું મહત્ત્વપૂર્ણ સ્વરૂપે પ્રદર્શિત કરાયેલું જોવા મળે છે. એમાં ઓડદર(તા. પોરબંદર જિ, જૂનાગઢ), વંથલી(જિ. જુનાગઢ), મણુંદ(તા. પાટણ, જિ. મહેસાણા), અંબાસણ, ભીમાસણ (જિ. મહેસાણા) અને મૂલમાધવપુર (સૌરાષ્ટ્ર) તેમજ ભે, જે. વિદ્યાભવન, અમદાવાદ અને જુનાગઢ મ્યુઝિયમમાં રજૂ થયેલ કલિયમનનું સ્વરૂપ અત્રે ઉલ્લેખનીય છે. ઓડદરમાં નવમી સદીના વિષ્ણુ મંદિરના દ્વારમંડપની છતમાં કાલિયમર્દનનું શિ૯૫ કંડારેલું છે.' એમ કૃષ્ણની મુખાકૃતિ બાલ સ્વરૂપની નહીં પરંતુ પ્રઢ સ્વરૂપની જણાય છે. મસ્તકે કિ મુકુટ, ગળામાં કંઠહાર અને મસ્તક પાછળ પ્રભામંડળ દેખાય છે. દ્વિભૂજ કૃષ્ણ વૃદ્ધ કાલીય નાગની ફણા પર વીરાસનમાં વિરાજમાન છે. શ્રીકૃષ્ણને જમણે હાથ કદંબ વૃક્ષની ડાળ પર છે અને ડાબો હાથ કાલીયની ઉણુ ઉપર રાખેલે છે. કાલીય વૃદ્ધ દેખાતા માનવના રૂપમાં રજૂ થયેલ છે અને અંજલિ મુદ્રામાં છે. બંને બાજુ ત્રણ ત્રણ એમ છ નાગણીઓ કૃષ્ણને પ્રાર્થના કરતી દર્શાવાઈ છે. કાલિયમનનું આ સહુથી પ્રાચીન શિલ્પાંકન હોવાનું જણાય છે. વંથલી (જિ. જૂનાગઢ)માંની બાણ વાવમાં ૧૦મી સદીનું કાલિયમર્દનનું શિલ્પ કંડારેલું છે. અહીં પણ કૃષ્ણનું સ્વરૂપ પ્રૌઢ માનવના જેવું લાગે છે. એમાં કૃષ્ણ ચતુર્ભુજ દર્શાવાયા છે. ઉપલા જમણા હાથથી પ્રાય: કદંબની ડાળને પકડી હોય તેવું લાગે છે. નીચલા જમણે હાથમાં ખત્ર સ્પષ્ટ જણાય છે. ઉપલે ડાબો હાથ તૂટેલે છે, જ્યારે નીચલા ડાબા હાથમાં ચક્ર છે. કાલિયનું સ્વરૂપ વૃદ્ધ દર્શાવાયું છે અને તેઓ અંજલિ મુદ્રામાં બેઠેલા છે. ૩ મણુંદ(તા. પાટણું, જિ. મહેસાણા)માં નારાયણ મંદિરની છતમાં કાલિયમર્દનનું ઈસવી સનની ૧૧ મી સદીન શિપ ઉપલબ્ધ છે. અહીં કૃષ્ણ ચતુર્ભુજ દર્શાવાયા છે અને એમનું સ્વરૂપ પ્રૌઢ * ભારતીય ઇતિહાસ અનુસંધાન પરિષદના પોસ્ટ ડોકટરલ રિસર્ચ ફેલો. ૧૬૪] [સામીપ્ય : કટોબર, '૮૭થી માર્ચ, ૧૯૮૮ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100