Book Title: Samipya 1987 Vol 04 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રકાબ(પેંગડા)નો ઇતિહાસ
બાલાજી ગણેરકર
યુદ્ધ અને શાંતિ કાળ દરમ્યાન પ્રાચીન કાળથી ઘોડે માનવીનો મિત્ર રહ્યો છે. જો કે સિંધુ સભ્યતામાં તેના અવશેષ મળતો નથી, છતાં ભારતીય સાંસ્કૃતિક ઇતિહાસમાં વેદકાળથી તેની ખ્યાતિ રહી છે સૌ પ્રથમ વેદમાં તેના અનેક પ્રસંગો મળી આવે છે. ઘોડાને સંબંધ કેવળ માનવજાતિની સાથે જ હોય એમ નથી, પરંતુ દેવતાઓની સાથે પણ તેનો સંબંધ છે. પાંડુપુત્ર નકુળે “અશ્વશાસ્ત્ર” માં કહ્યું છે તેમ જેમ ચંદ્ર વિનાની રાત્રિ રોભતી નથી, પતિ વિનાની સ્ત્રી પતિવ્રતા કહેવા તેમ ઘેડ વિનાની વિસ્તૃત હોવા છતાં પણ સેના શોભતી નથી.
યંત્રયુગ પૂર્વે ઘોડો મનુષ્યનું ખૂબ જ મહત્ત્વનું વાહન હતું. બધાં પ્રાણીઓમાં એક માત્ર ચિત્તો જ ઘોડા કરતાં વધારે ઝડપથી દોડી શકે છે. આજે ત્વરિત ગતિનાં અનેક વાહનો હોવા છતાં ઘોડાનું મહત્ત્વ ઓછું થયું નથી. નાગરિક તથા સેનિક સેવાઓમાં કરવામાં આવતા એને ઉપયોગ આની સાક્ષી પૂરે છે.
: ઘોડા ઉપરની સવારી તેને રથમાં જોડવા અને પાલન કરવા અંગેની તથા ઘેડાના જાતિ ભેદ, રાખર ખાવ વગેરે અને તે સંબંધિત શબ્દોને ઉલેખ ભારતીય સાહિત્યમાં સારા પ્રમાણમાં મળી આવે છે. આમ છતાં અતિપ્રાચીન સાહિત્યમાં “કાબ (પંગડું; Stirrup) માટે કોઈ શબ્દ કે નિર્દેશ પ્રાપ્ત થતું નથી. જો કે કેટલાક વિદ્વાનોએ આની પ્રાચીનતા ઈ. પૂ. ૮૫૨ સુધી માની છે; જ્યારે એસીરિયન રાજા સલમાનસર ૩ જ એ દોરડાથી બાંધેલા પાદપીઠ (Stirrup)ને પ્રયોગ કર્યો હતો. ભારતીય કળામાં આને સર્વ પ્રથમ પ્રયોગ સાંચી સ્તુપ-૨ ની વેદિકા(ઈ. પૂ. ૧૦૦ થી ૧૫૦)માં જોવા મળે છે. સ્તંભ સંખ્યા ૪૮ બી, ૮૧ બી, ૮૨ એ તથા ૮૪ બી માં પુરુષ આરોહીઓએ પોતાના પગ રકાબમાં રાખેલા છે.૪ રકાબના આ અંકનોને સર જહોન માર્શલે ભારતમાં જ નહીં, પરંતુ આખી દુનિયામાં સૌથી પ્રાચીન અંકનો માન્યાં છે. ઈરાનમાં સાસાની યુગ પૂરે રકાબનું જ્ઞાન હતું નહીં. ગ્રીક અને રમના પ્રાચીન સાહિત્યમાં પણ આને કઈ ઉલેખ જોવા મળતો નથી.
ઈ.સ. પૂર્વે પહેલી શતાબ્દીના મથુરામાંના એક સૂચી પટ્ટ(રેખાંકન ૧) ઉપર કરવામાં આવેલા અંકનમાં સ્ત્રીએ રકાબમાં પગ રાખેલ છે. તેના પગ ચામડાની પટ્ટી ઉપર છે જે ખૂબ જ સ્પષ્ટ દેખાય છે. પ્ર. આનંદ કે. કુમારસ્વામીના મત પ્રમાણે પ્રાચીનકાળમાં સ્ત્રીઓ રકાબની સાથે તથા પુરષો રકાબ વિના ઘોડાની સવારી કરતા. શિપમાં જ્યારે રકાબનું અંકન થયું છે, ત્યારે ત્યાં વાળેલા પગ સીધા અને નીચે લટકતા દર્શાવ્યા છે. પ્રો. વાસુદેવ શ. અગ્રવાલે કુમારસ્વામીના મતનું સમર્થન કર્યું છે, પરંતુ મને મથુરાની ઉપર્યુક્ત સ્ત્રી-પ્રતિમા સિવાય બીજું કઈ ઉદાહરણ મળ્યું નથી, કે જેમાં સ્ત્રીએ રકાબમાં પગ રાખેલ છે. જો કે પુરુષના અંકને તે મળે છે મથુરાના કંકાલી ટીલાથી પ્રાપ્ત
* સંશોધન સહાયક, જે. જે. વિદ્યાભવન, અમદાવાદ
સામીપ્ય : કબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮ ]
[ ૧૭૯
For Private and Personal Use Only