Book Title: Samipya 1987 Vol 04 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉકરડી નાંતરતાં અને ઉઠાડતાં, પસ ભરતાં, ગ્રહશાંતિની વિધિ કરતાં, મંડપારોપણું અને કલેકા સમયે, જાન ઉઘલતાં, જતાં અને કન્યાને ગામ પહોંચતાં ય વિવિધ ગીત ગવાતાં. “સેનાની સળી એ માંડવો” (પૃષ્ઠ ૨૭)માં “વાસુદેવના સૂત” છપાયું છે, તેમાં “વસુદેવને બદલે “વસુદેવ” વાંચવાનું શુદ્ધિપત્રકમાં દર્શાવ્યું છે, પરંતુ “સૂત ને બદલે “સુત’ સુધારવું રહી ગયું છે. સૂત એટલે તે સારથિ, જ્યારે અહીં સુત” અર્થાત્ પુત્ર અભિપ્રેત છે.
“ગળિયા ગોળ વહેચાય રે, દૂધમાં સાકર ભેળાય રે' એ વેવિશાળનું ભાવવાહી ગીત છે. સાંજીમાં વસુદેવે રાયજંગ માંડિયે, નંદના કુંવરને કાજ રે' નેધપાત્ર છે. જાનપ્રસ્થાનનાં ગીતમાં રણછોડજીની જાન અને દશરથની જાનનાં ગીત કપ્રિય છે. સામૈયાનાં ગીતોમાં ‘ઊંચા ઊંચા રે દાદા ગઢડા ચણ” જાણીતું છે. સ્ત્રીઓ કરે છે લઈને આવે ત્યારે ય ગોકુળના ગોવિંદ દ્વારકાના કૃષ્ણજીને સંભારે છે. કન્યા પધરાવતાં પુરોહિત સાવધાનના સૂર પછી મંગલ લેક ગાય છે. હવે મંગલાષ્ટકની એકેક કડી બંને પક્ષનાં નારીવૃંદ ગાવા લાગે છે. આ પ્રથા નાગોમાં ખાસ લે કપ્રિય છે. મંગલાષ્ટકમાં લગ્નજીવનની ઉદાત્ત ભાવનાઓ તથા વરવધૂને આપવાની આશિષ વ્યક્ત કરાય છે. એમાં કુર્યાત્ સદા મંત્રમ્ એ પ્રાયઃ દરેક કડીને અંતે પ્રજાનું પ્રવપદ બની રહે છે. આ ગીત સંગ્રહમાં સિદ્ધહસ્ત કવિઓએ રચેલાં મંગલાષ્ટકોના કેટલાંક સુંદર નમૂના આપવામાં આવ્યા છે, પરંતુ કેટલીક વાર વર કે કન્યાના કુટુંબ માટે કઈ સગા સંબંધી વિના આવડત પોતાના નામે મંગલાષ્ટક રચી, સૂંઠના ગાંગડે ગાંધી થવાનો પ્રયાસ કરે છે ત્યારે તેમાં ઘણી વાર પ્રસ્તુત કુટુંબના સભ્યોના નામનો અતિરેક જોવા મળે છે ને એ કહેવાતી પદ્યરનામાં નથી હોતી ઈદની કંઈ ગતાગત કે નથી હોતું કાવ્યનું કોઈ ખરું તત્ત્વ. અલબત્ત એમાં પિતાનાં નામ જોઈ કુટુંબીજનો હરખાય છે તે ગાવામાં કુશળ નારીઓ લય દ્વારા એ ગાવામાં ગમેતેમ મેળ મેળવી લે છે. સિદ્ધહસ્ત કવિએ રચેલાં શુદ્ધપદ્યમય ભાવવાહી મંગલાષ્ટક ગાનકુશલ નારીઓ નિછાથી ગાય ત્યારે એ સાંભળવામાં ખરેખર મઝા આવે છે. કન્યાવિદાયના હૃદયદ્રાવક પ્રસંગે ‘ઢેલીડા ધક્યા લાડી ચાલે આપણે ઘેર રે' એ ગીત અસરકારક બની રહે છે.
સીંભનયનને સંસ્કાર લુપ્ત થતાં તેને લગતાં ગીત પણ હવે લુપ્ત થતાં જાય છે. યજ્ઞોપવીતને સંસ્કાર પણ હવે ઘણી વાર લગ્ન પ્રસંગના આરંભે પતાવી દેવામાં આવે છે. રન્નાદે (રાંદલ)ની આરાધના સૌરાષ્ટ્રમાં સવિશેષ પ્રચલિત છે. માંગલિક પ્રસંગોને લગતાં ગીતને લુપ્ત થતો જતો આ સાંસ્કૃતિક વારસો સચિત અને સંકલિત ગ્રંથ રૂપે પ્રકાશિત કરવા માટે શ્રી. મુકુન્દરાય પાઠકને ઘણા ધન્યવાદ ઘટે છે. આ ગીતમાં સામાજિક, આર્થિક, સાહિત્યિક અને સાંસ્કૃતિક વિભાવના અને વિરલ અને વિપલ ખજાનો રહેલો છે. એ વિવિધ દૃષ્ટિઓને અનુલક્ષીને કેઈ અભ્યાસી આ ગીત સંગ્રહનું તલસ્પર્શી અધ્યયન અને વિવેચન કરે, તે તેમાંથી ગઈ પેઢીના માંગલિક પ્રસંગેનાં વિવિધ અંગો તેમજ તેને સ્પર્શતી સાહિત્યિક તથા સાંસ્કૃતિક ભાવનાઓ પર ઘણો પ્રકાશ પડી શકે તેમ છે. ૨૫–૯–૮૮
-હરિપ્રસાદ શાસ્ત્રી બાદે એવામી [ગુજરાતને સંક્ષિપ્ત ઇતિહાસ તારીખે ગુજરાત’ : લેખક, મૌલાના હકીમ સૈયદ અબ્દુલ હય હસી (રહ), અબ્દુલકાદિર ફાસીવાલા (ગુજ. અનુ.), પ્રકાશક, મજલિસે તહકીકાત વન રહી વાતે ઇલામ' (ઇસ્લામી સ શેધન અને પ્રકાશન અકાદમી') પ. બો. નં. ૧૧૯ (નદવસુલ ઉલમા) લખનવ(યુ.પી.) ઝીલ હજજ, હિ. સ. ૧૪૦૬; ઓગસ્ટ, ૧૯૮૬; પૃષ્ઠ સંખ્યા ૨૨૪, મૂલ્ય દર્શાવ્યું નથી.
અવલે કન હેઠળનું આ પુસ્તક સર્વ પ્રથમ ૧૯૧૯માં “ઓલ ઈન્ડિયા મેહમેડન એજયુકેશન કોન્સ' (અખિલ હિંદ મુસ્લિમ શિક્ષણ પરિષદ), અલીગઢ ભારફતે અલીગઢ કેલેજને ઇન્સ્ટિટ્યૂટ
૨૦૬]
[સામીપ્ય ઑકટોબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮
For Private and Personal Use Only