Book Title: Samipya 1987 Vol 04 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 95
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મારા અંગત મત મુજબ “નાગર’ની ઉત્પત્તિ નગર (આનંદપુર) સાથે સંકળાયેલી હોય એ સહુથી વધુ સંભવિત છે. ગુજરાતના નાગરોનું મૂળ સ્થાન આનંદપુર (વડનગર) છે. ત્યાંના નાગરોમાંથી કેટલાક વીસનગર અને કેટલાક સાઠોદ (કે સાઠોદર) જઈ વસ્યા, જ્યારે કેટલાક વડનગરમાં સ્થિર રહ્યા તે પરથી નગરમાં વડનગરા, વીસનગરા, સાઠેદરા વગેરે વિભાગ પડવા લાગે છે. કૃષ્ણગોરા અને ચિત્રોડા નાગરોની વસ્તી પ્રમાણમાં ઓછી છે; એમના કોર અને ચિત્રોડ કયાં આવ્યાં એ સુનિશ્ચિત નથી' પ્રશ્નોર બ્રાહ્મણોની ઉત્પત્તિ આ અન્ય નાગર-વિભાગોની ઉત્પત્તિથી સાવ ભિન્ન લાગે છે, પ્રશ્નોરા” નામ પ્રમાણમાં ઉત્તરકાલીન છે; એ પહેલાં એ જ્ઞાતિ “અહિચ્છત્ર” નામે ઓળખાતી. આ નામના જ્ઞાત ઉલેખ વિ. સં. ૧૬૨૯ – ૧૬૩૦ થી ઉપલબ્ધ છે. “પ્રશ્નોરા” નામ લગભગ સં. ૧૮૦૦ ના અરસામાં પ્રચલિત થયું છે. અહિચ્છત્ર જ્ઞાતિનું મૂળ વતન અહિચ્છત્ર પાંચાલ દેશમાંનું કે જગલ દેશમાંનું એ વિશે વિદ્વાનોમાં મતભેદ પ્રવર્તે છે. સેલંકી કાલના અભિલેખામાં પ્રસનપુર નામે નગરનો ઉલ્લેખ આવે છે, પરંતુ એને સ્થળ નિર્ણય કરે મુશ્કેલ છે. કેટલાક એને હાલના “પછેગામ” તરીકે અને કેટલાક હાલના ૫સનાવાડા તરીકે ઓળખાવે છે, પરંતુ “પ્રસન્નપુર નામનું અર્વાચીન રૂ૫ વસ્તુતઃ પસાર” જેવું બને છે એવું નામ ધરાવતું કેઈ ગામ હાલ માલુમ પડતું નથી. પ્રસન્નપુરને લગતા પ્રાચીન ઉલ્લેખ “વિનિગત'ના સંદર્ભમાં આવતા હાઈ સ્થળાંતર કરેલા એ બ્રાહ્મણોનું મૂળ સ્થાન શોધવું મુશ્કેલ છે, બીજ, “આનન્દપુર-વિનિર્ગત” ને “આનન્દપુર વાસ્તવ્ય” બ્રાહ્મણના જે ઉલ્લેખ મૈત્રક કાલના અભિલેખામાં આવે છે તેમાં કયાંય નાગર' એવો જ્ઞાતિ વાચન શબ્દ પ્રયોજાયે નથી. ‘નાગર’ શબ્દનો એ પ્રયોગ નિશ્ચિત અર્થમાં વિ.સં. ૧૦૦૦ પહેલાં ભાગ્યે જ મળે છે. એવી રીતે “પ્રશ્નોરા' નામ સાથે બ્રાદા” શબ્દ પ્રયોજાયો છે પરંતુ “નાગર’ શબદ એને લગતા પ્રાચીન ઉલ્લેખમાં ભાગ્યે જ પ્રયોજાયો છે, તે મુદ્દો પણ લક્ષમાં લેવા જેવો છે. નાગર, અહિચ્છત્ર, પ્રશ્નોરા વગેરેની ઉત્પત્તિ વિશે લેખકે વિભિન્ન મતો જ કરતાં લેખકે ઘણી જહેમત ઉઠાવી છે. પ્રશ્નોરા અને દશેરા ભિન્ન હેવા વિશે એમણે સપ્રમાણ છણાવટ કરી છે. પ્રશ્નોરા નાગરો વિશે સર્વસંગ્રહાત્મક માહિતી સંકલિત કરી ગ્રંથાકારે પ્રકાશિત કરવાને લેખકે જે પુરષાર્થ આદર્યો છે તે ગુજરાત ની મહત્તવની જ્ઞાતિ વિશે ઘણે ઉપગી સંદર્ભ ગ્રંથ નીવડે તેવો છે. “આમુખમાં શ્રી. કે. કા. શાસ્ત્રીએ નગરોની સંભવિત વિદેશી ઉત્પત્તિ વિશે વિશેષ છણાવટ કરી છે. “ વસ ગોત્રને બદલે ‘વર છ (વત્સ) સગોત્ર” (દરેક ગાત્રતા નામ ૫છી “સગોત્ર” લખાતું, એમને “સ” ગોત્રના નામને અંતમાં ભાગ હોય એવી ગેરસમજ ધણું કરે છે) અને “ભો. જે. વિદ્યાસભાને બદલે “. જે. વિદ્યાભવન’ જોઈએ. શ્રી. મુકુન્દરાય પાઠકે આ સર્વ સંગ્રહ તૈયાર કરવા માટે પુસ્તક તથા વ્યક્તિઓને સંપર્ક સાધી જે જહેમત ઉઠાવી છે તે એમને પ્રબળ ઉત્સાહ દર્શાવે છે. આ સર્વસંગ્રહના અન્ય ભાગ તૈયાર થયે, તેઓએ પોતાની જ્ઞાતિની જ નહિ, ગુજરાતના સમાજની ય અમૂલ્ય સેવા કરી ગણાશે. નાગર સર્વસંગ્રહ, દર્શન બીજું અને ત્રીજું લે મુકુન્દરાય હ. પાઠક; પ્ર. સરલા મુ. પાઠક ધોળકા, ૧૯૮૮; પૃષ્ઠ ૧૮૬; કિંમત રૂા. ૪૦. આ પુસ્તકનું દર્શન પહેલું પ્રકટ થયા પછી એનું આ દર્શને બીજું તથા ત્રીજુ એક સંકલિત પુસ્તક રૂપે જલદી પ્રકાશિત થયું છે. ૨૦૪]. [સામીપ્ય : ઓકટોબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100