Book Title: Samipya 1987 Vol 04 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
સમયે લગભગ ૩૦ જેટલી મિલે હતી. વડોદરામાં એલેમ્બિકનું રાસાયણિક કારખાનું હતું. અને આસપાસના વિસ્તારોમાં ખાંડ બનાવવાના કારખાનાં હતાં. મુંબઈ પણ એક ઔદ્યોગિક શહેરની પ્રતિભા પ્રાપ્ત કરતું જતું હતું, પરંતુ દક્ષિણ ગુજરાતની કાળી જમીનમાં થતા કપાસ, શેરડી, તમાક જેવી ખેતપેદાશો ઈગ્લેંડમાં કાચા માલ તરીક જતી. આમ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ ઈંગ્લેંડના સંલગ્ન સંસ્થાની જિલ્લાઓ બની રહ્યા હતા. (Colonial adjunct).૧
આ ખેડૂત સમાજના પિરામિડ આકારના માળખામાં પાટીદાર અને અનાવિલો ઉપલા સ્તરે બિરાજમાન હતા, પરંતુ અંગ્રેજોએ અહીં રેયતવારી પ્રથા દાખલ કરવાથી તેઓ નાની જમીનના ટુકડા ધરાવતા મધ્યમવર્ગી જમીન માલિકે હતા. અંગ્રેજોએ occupancy rights-જમીન ભેગવટાના અધિકારો આપ્યા હતા. આ સમાજમાં મોટા જમીનદાર કે સ્થાપિત મઠાધીશે ધર્મગુરુઓ જેવી Macro Institutions -બૃહતસંસ્થાઓને અભાવ હતો. જ્ઞાતિસંગઠન, મહાજનો, મહોલ્લાપાળ સમિતિઓ જેવી સૂમ સંસ્થાઓ Micro Institutions ની સમાજમાં પકડ હતી. આ સમાજમાં પાટીદાર અને અનાવિલોનું જ્ઞાતિ વગ તરીકેનું સ્થાન ઓતપ્રોત હતું. પાટીદારોને સામાજિક અને આર્થિક દરજજો એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલો હતે. વળી આ વગમાં ખેતીની ઉપજ કરતાં દક્ષિણ આફ્રિકા, મોરેશિયસ, બર્મા વગેરે જગ્યાએ જઈ વસેલા કુટુંબીજને તેમને દર વર્ષે ઘણું નાણું મોકલતા. તેથી વિદેશી નાણુના સંચારને પરિણામે પાટીદાર અને અનાવિલો દક્ષિણ ગુજરાતમાં આર્થિક મોભો પણ ધરાવતા.
અહીં રાજકીય સભાનતા વાતાવરણમાં ખૂબ વર્તાતી હતી. ૧૯૦૭ માં હિંદી રાષ્ટ્રીય મહાસભા અથવા કેંગ્રેસની બેઠક સુરત ખાતે ભરાઈ હતી. કોંગ્રેસના બેય જૂથ–મવાળવાદી તેમજ ઉદામવાદીની વિચારસરણી પ્રચલિત હતી. જિલ્લા કેંગ્રેસ, તાલુકા કોંગ્રેસ સમિતિઓ તેમજ સુધરાઈઓમાં મવાળવાદીઓનું સંખ્યાબળ સારા પ્રમાણમાં રહેતું. સુરતમાંથી મવાળવાદીઓનું મુખપત્ર “ગુજરાતી” નીકળતું. સુરતમાં આ સમયે ઉદામવાદી વિચારસરણીનું જોર પણ ઓછું હતું. સુરતના વિખ્યાત ત્રણ ડોકટર (trio) મગનલાલ મોતીરામ મહેતા, મોહનનાથ કેદારનાથ દીક્ષિત અને મનંતરાય મદનરાય રાયજી ઉદામવાદી સંસ્થા (Nationalist Association) નેશનાલીસ્ટ એસોસીએશન” અથવા “સ્વદેશી સંધ” ચલાવતા. તેઓ “શક્તિ' નામનું પત્ર કાઢતા.9
૧૯૦૬ ના અરસામાં વડોદરા કોલેજમાં બંગાળના વિખ્યાત કાંતિવીર અરવિંદ ઘોષ પ્રાધ્યાપક હતા ત્યારે વડોદરામાં Terrorist Activities આત્યંતિક આંદોલનને લગતી પ્રવૃત્તિઓ શરૂ થઈ હતી. ૧૯૦૫ માં પડેલા બંગાળના ભાગલાના આંદોલનનું તે સ્વરૂપ હતું. વડોદરા રાજ્યના સુબા કે. જી. દેશપાંડેએ યુવાનોને ક્રાંતિકારી ઢબે તાલીમ આપવા “ગંગાનાથ ભારતીય વિદ્યાલય' નામની સંસ્થાની સ્થાપના કરી હતી. લગભગ ૬૦ જેટલા યુવાને તાલીમ લેતા હતા. દક્ષિણ ગુજરાતના કેટલાક પાટીદાર અનાવિલ યુવાનો પણ જોડાયા. ખેડા જિલ્લાના ત્રણ મહારથીઓ પણ વડોદરા રાજ્યમાં નોકરી કરતા. પૂજાભાઈ ભટ્ટ, મોહનલાલ પંડયા અને નરસિંહભાઈ પટેલની ક્રાંતિકારી વિચારસરણી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ફેલાઈ હતી. નરસિંહભાઈ પટેલે બોંબ બનાવવાનાં સૂત્રો “સાબુ બનાવવાની રીત અને વનસ્પતિ દવા' એ શીર્ષક હેઠળ પત્રિકાઓ વહેચી હતી.૮
દક્ષિણ ગુજરાતમાં બ્રિટિશ રાજ્યને પરિણામે તેમ જ સમાજસુધારણાની પ્રવૃતિ બંગાળ, મુંબઈ પ્રાંતમાંથી રાજકીય ક્રાંતિકારી પ્રવાહોની અસરના પરિપાકરૂપે આવી. બીજી કોમો કરતાં પાટીદાર અને
સામીપ્ય : ઑકટોબર ૧૮૭ થી માર્ચ ૧૯૮૮
[૧૯૧
For Private and Personal Use Only