Book Title: Samipya 1987 Vol 04 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 89
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org અમદાવાદનાં કેટલાંક પરાં અને પિળે, (રાયપુર–ખાડિયા વિસ્તાર) વિભૂતિ વિ. ભટ્ટ * આ સંગ્રહના ૧૨૩ ખતપત્રે અત્યાર સુધીમાં નોંધાયેલા છે, ૧૨ અરબી-ફારસી ખતપત્રોની સામાન્ય વિગતે ગુજરાત વિદ્યાસભાના અરબી-ફારસી હસ્તપ્રતોના કેટલેગમાં પ્રગટ થયેલી છે. અહીં આ સંગ્રહના જ માત્ર અમદાવાદને લગતાં ખતપત્રોનો વિચાર આ વિષયની દષ્ટિએ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. આ સંગ્રહમાં અમદાવાદ શહેરને લગતાં લગભગ ૮૦ જેટલાં-સૌથી વધુ ખતપત્ર સંગ્રહીત થયેલાં છે. અહીં ગુજરાતી સંસ્કૃત મૂળ ખતપત્ર અને અરબી-ફારસી ખતપત્રોની તેના કેટલેગના આધારે વિગતો આપવામાં આવી છે. આ ખતપત્રમાં અમદાવાદમાંના કેટલાંક પરાં વિસ્તારનાં, પિળાના, ચકલાઓનાં નામોને ઉલ્લેખ કરીને તે મકાન કે જમીન કે એરડી કે ખેતરની ચોક્કસ સ્થાનવિશેષની વિગત આપવામાં આવતી હોય છે. તે પરથી એતિહાસિક દૃષ્ટિએ અમુક સમયને અમદાવાદના નકશાનું છું રેખાચિત્ર આપણને ઉપલબ્ધ થઈ શકે છે. આ સંગ્રહના ખતપત્રમાં અમદાવાદ શહેરની અંદરના અને એની બહાર આસપાસના પરા-વિસ્તારનાં કેટલાંક નામે પ્રાપ્ત થાય છે તેની વિગતે એકઠી કરીને રજ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. જેથી આપણને અમદાવાદની તત્કાલીન ઐતિહાસિક ભૂગોળ સમજવામાં મદદ મળી શકે. અમદાવાદ શહેરની પશ્ચિમે વહેતી સાબરમતી નદી માટે “રેવના ' (રવી iા)નો પ્રયોગ વિ. સં. ૧૭૧૨ ના ખતપત્ર નં. ૮૮૨૦ માંથી પ્રાપ્ત થાય છે. આ શબ્દ પૃથ્વી પરની કોઈપણ વહેતી નદી માટે વપરાતો સામાન્ય શબ્દ હોય તે રીતે પ્રયોજાયે લાગે છે. તેમાં ધાર્મિકતા અને પવિત્રતા સૂચવાતી લાગે છે. “સરીતા ઝમતી ' (નં. ૮૮૪૮) જેવા શબ્દો પણ જાયેલા જોવા મળે છે. અમદાવાદ શહેરની કોટની અંદરના વિસ્તારનાં કેટલાંક નામો પ્રાપ્ત થાય છે. તેમાં ખાસ કરીને રાયપુરને સૌથી વધારે (૮-૯ ખતમાં ઉલ્લેખ જોવા મળે છે. - (૧) વિ. સ. ૧૮૩૫ ના મરાઠાકાલીન ખતપત્ર નં. ૮૯૧૪ માં રાયપુર, સાંકડીશેરી, લાખાપટેલની પોળમાં નથુ મુલજીની ખડકીમાં આવેલા મકાનના વેચાણની વિગત મંધાયેલી છે રાયપુર અંગેના આ ખતપત્રમાં સામાન્ય રીતે આવા પ્રકારના શબ્દ વાંચવા મળે છે.-“તન સુવે રાયપુર ફર (૧) જે () વવારના સે(૪)રી જશે...” તેમાં રાયપુરને કે , અને ભદ્રના વિસ્તારને a gતરે (૪) કે છે અને ગાલિલ ખાનનું ચકલું એ જમાનામાં કહેવાતું હશે એમ લાગે છે. આ ખતપત્રમાંના રાજદ્વારી અમલદારો તેમજ સ્થાન વિશેષની ચર્ચા . યતીન્દ્ર દીક્ષિત કરી તે દષ્ટિએ જોતા રાયપુરમાં આવેલી મુરલીધરની પળનું નામ “શ્રી ૫ મારલીધરના દીવાન’ના નામ પરથી પડયું હોવાની શકયતા છે.' લાખા પટેલની પોળ હાલમાં પણ રાયપુર, સાંકડી શેરીમાં છે. શ્રી મગનલાલ * મ્યુઝિયમ-ઈન-ચા, જે. જે. વિદ્યાભવન, અમદાવાદ [સામીપ્ય : ઍકબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮ [૧૯૮ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100