Book Title: Samipya 1987 Vol 04 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાટીદારોની માફક દયાળજીભાઈ નાનુભાઈ દેસાઈ (ઈ. સ. ૧૮૭૭–૧૯૪૩)એ અનાવિલ બ્રાહ્મણમાં પણ આ જ રીતે પ્રવૃત્તિ ઉપાડી. સ્વામી વિવેકાનંદ અને સ્વામી રામતીથથી તેઓ આકર્ષાયા હતા. સરકારી મહેસૂલ ખાતામાં કારકુન હતા. બારડોલી તાલુકામાં વાલોડ ગામની સરકારી કચેરીમાં હતા. કુંવરજી કરતાં પણ પહેલાં કોંગ્રેસ સાથે તે સંકળાયેલા હતા. તિલક અને લજપતરાય તરફ ઢળતા તેમના રાજકીય વિચારે હતા. હોમરૂલ આંદોલન સાથે પણ તે સંકળાયેલા હતા. સમાજસુધારણાની ધગશ હતી અને જ્ઞાતિસુધારણું દ્વારા જ તે શકય બની શકે તેમ માનતા. પરિણામે અનાવિલ બ્રાહ્મણોમાં પણ તેમણે કુંવરજીભાઈની માફક મંડળ અને જ્ઞાતિ પરિષદની પ્રવૃત્તિ ઉપાડી.૨૦
૧૯૦૬માં તેમણે “અનાવિલ વિદ્યાર્થી આશ્રમની સ્થાપના સુરતમાં કરી. તેમનો હેતુ તેમના જ શબ્દોમાં કહીએ તો “વિદ્યાથીઓમાં જ્ઞાનની જ્યોત પ્રગટાવી તેમના ચારિત્રનું ધડતર દેશ અને સમાજ સેવા માટે કરવું.” દયાળજીભાઈની આશ્રમની જીમખાના પ્રવૃત્તિ ખૂબ જાણીતી હતી. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહમાં તેઓએ પણ ભોજનનો ત્યાગ કરી ફંડ આપ્યું હતું. અનાવિલ આશ્રમ ખૂબ વિખ્યાત હતા. દક્ષિણ ગુજરાતમાં ભાગ્યે જ કોઈ ઘર અનાવિલ બ્રાહ્મણનું હશે જેને પોતાને ત્યાંથી વિદ્યાથીને નહીં મેક હેાય. ૧૯૧૭માં દયાળજીભાઈના આશ્રમના જ કંપાઉન્ડમાં વનિતા-શાળા નાનીબેન ટી. ગજજર (ટી. કે. ગજજરના પત્ની)ની પ્રેરણાથી સ્થાપી. ૧
૧૯૧૦ દયાળજીએ જ્ઞાતિ સુધારણાની પ્રવૃત્તિ માટે “અનાવિલ સેવક” નામનું મુખપત્ર શરૂ કર્યું. અનાવિલ સેવક જ્ઞાતિને લગતી અનેક પ્રવૃત્તિની જાણકારી, રાજકીય સમાચાર અને સમાજસુધારણાના લેખ છપાતા. સ્ત્રી કેળવણી, વિધવા વિવાહ, બાળલગ્ન નિષેધ અને દહેજપ્રથા સાથે તેમણે પણું વ્યવસ્થિત પાયા ઉપર પ્રચાર પ્રવૃત્તિ આદરી. દયાળજીએ અનાવિલ બ્રાહ્મણના “બ્રાહ્મણને જાગૃત કરવા પ્રયત્ન કર્યો. વેદકાલીન બ્રાહ્મણેનાં સમાજના જે કાર્યો અને ફરજો હતાં તે ઉપાડી લેવાં જોઈએ. અનાવિલ બ્રાહ્માને સામાજિક દરજજો પહેલેથી જ ઊંચે હોવાથી “જ્ઞાતિ તાદાસ્ય” Caste Identification ની સમસ્યા ન હતી.
૧૯૧૧ થી અનાવિલ આશ્રમના કંપાઉન્ડમાં જ અનાવિલ જ્ઞાતિપરિષદ બોલાવવી શરૂ કરી. દયાળજીભાઈએ રાવબહાદર ખંડભાઈ ગુતાભાઈ દેસાઈ જેવા ઉચ્ચ સરકારી અધિકારીઓ અને મુંબઈના વકીલ ભુલાભાઈ દેસાઈ જેવાની મદદથી આ જ્ઞાતિ પરિષદોની પ્રવૃત્તિ શરૂ કરી. દહેજપ્રથા, બહુપત્નીત્વ જેવા કુરિવાજો સામે તેમણે ખૂબ લખ્યું, પ્રચાર કર્યો પણ ઓછી સફળતા મળી. લગ્નના ઓછા ખર્ચા કરવા પણ તેમણે પ્રયાસ કર્યો. કેળવણીના ફેલાવા ઉપર ભાર મૂક્યો.
આમ દયાળજીભાઈને કુંવરજીભાઈના પ્રમાણમાં જ્ઞાતિ-સુધારણાની ઝુંબેશમાં ઓછી સફળતા મળી. પરંતુ સમાસ્તરીય જ્ઞાતિ Horizontal solidarity સધાઈ. સંગઠન બળવાન બન્યું. અનાવિલ સેવકની માફક અનાવિલ પોકાર, અનાવિલ વિજય પત્રો શરૂ થયાં તેમણે પણ સમાજ સુધારણ તરફ ઝોક આપે. આમ અનાવિલોની પણ જ્ઞાતિનું બંધિયારપણું ખૂલ્યું અને પ્રગતિકારક બ્રાહ્ય પરિબળો ઝીલવા તત્પરતા આવી. અનાવિલે અને પાટીદારોની જ્ઞાતિ સુધારણાની દિશા સમાંતર રહી.૨૨
આમ ગાંધીજીના આગમન પહેલાં જ્ઞાતિના સંગઠનનું માળખું પરિવર્તન પામી ઉદાર, બિનસાંપ્રદાયિક લોકશાહી માને પોષક બને છે. પાટીદાર યુવક મંડળ કે અનાવિલ આશ્રમ જેવી વ્યક્તિઓને આવરી લેતી પ્રવૃત્તિને શરૂ કરી સામાન્ય પ્રજને જોડતી કડીરૂપ પત્ર, લખાણે અને પછીથી
૧૯૬]
સામીપ્ય : ઓકટોબર '૮૭ થી માર્ચ ૧૯૮૮
For Private and Personal Use Only