Book Title: Samipya 1987 Vol 04 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 86
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org બૅરિસ્ટર વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ પટેલના પ્રમુખપદ હેઠળ અમદાવાદમાં અખિલ હિંદ કૃમિ પરિષદ ભરાઈ.૧૭ ૧૯૧૪માં “પટેલ બંધુ'માં પહેલી જ વાર સરકારની ખેતી વિષયક જમીન મહેસૂલને લગતી ટીકાઓ કરતા બંગાળના આઈ. સી. એસ. થયેલા અર્થશાસ્ત્રીના છપાશે લખાયા છે. ૧૯૧૭ માં “જયસ્વદેશ'માં ન્હાનાલાલ કવિનાં કાવ્યો, ખેડા જિલ્લાને લીલો દુકાળ, સરકારની જમીન મહેસૂલ ઉઘરાવવાની નીતિની ટીકાઓ કરતા કલ્યાણજી વિ. મહેતાના લેખે છપાયા છે. ગાંધીજીના પ્રમુખપદે પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે મળેલી પહેલી રાજકીય પરિષદને પૂરેપૂરો વિગતે હેવાલ રજૂ થયો છે અને ગાંધીજીનું ભાષણ છપાયું છે. વળી એજ અંકમાં (ન., ૧૯૧૭) ગાંધીજીના પ્રમુખપણા હેઠળ ભરૂચ ખાતે મળેલી ગુજરાત કેળવણી પરિષદ જોગ તેમનું ભાષણ છપાયું છે. ખેડૂતોને અમલદારો સામે નિર્ભયી બનવા અંગેની રજૂઆત ઉપર પ્રકાશ પાડયો છે. ઓકટોબર, ૧૯૧૮ ના પટેલબંધુમાં નોંધાયું છે, “ખેડૂતો રાજ્યને મોટામાં મોટું જમીન મહેસૂલ આપે પણ તેમના બાળકે કેળવવા સરકાર દરકાર રાખતી નથી.” પટેલ બંધુ આ અરસામાં જાહેર કરે છે, “સઘળાં દુઃખોને એક જ રામબાણ ઉપાય સ્વરાજ્ય છે.” ૧૮ ૧૯૧૧ માં પાટીદાર યુવક મંડળ જ્ઞાતિપ્રવૃત્તિમાં મહત્ત્વનું પગલું લીધું. પાટીદાર બેડિગ હાઉસની સ્થાપના કરી. તેનું મુખ્ય ધ્યેય પાટીદાર વિદ્યાર્થીઓમાં કેળવણી વિકસે, શહેરી કેળવણી મેળવવા ગામડાના વિદ્યાર્થીને સુગમતા રહે એ હતો. વળી સમાજસુધારણા અને દેશદાઝની લાગણી સહેલાઈથી વિદ્યાથીંજગતમાં વિકસી શકે છે, એ કુંવરજી જાણતા. તેમની પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓને તેમજ તેમના માબાપના ટેકાની તેમને આવશ્યકતા જણાઈ. ૧૯૧૫ થી આ બોડિગ હાઉસનું નામ દક્ષિણ ગુજરાતમાં જે પાછળથી ખૂબ જાણીતી સંસ્થા બની તે “પાટીદાર આશ્રમ રખાયું. આરંભમાં આ સંસ્થા કેવળ લેઉવા પાટીદાર વિદ્યાથી ને દાખલ કરતી. પરંતુ પાછળથી બધી જ પેટાજ્ઞાતિના વિદ્યાર્થીઓને પ્રવેશ મળવા લાગ્યો. જ્ઞાતિની ચુસ્ત વાડાબંધીનું પ્રતિબિંબ અહીં પણ જણાવ્યું, લેઉવા સૌથી ઊંચા હાઈ માતી આ સાથે જમતા નહીં. પરંતુ કંવરજીએ પહેલેથી જ બધાને સાથે જ બેસી જમવાની પ્રથા પાડી. આને લીધે પાટીદાર કેમને રૂઢિચુસ્ત વર્ગ ઉશ્કેરાયો અને કુંવરજીને નાત બહાર મૂકવાની ધમકી પણ આપી. પરંતુ દક્ષિણ આફ્રિકાથી આવેલા વિદ્યાર્થીઓ તેમજ જે વિદ્યાર્થી ભેગા જમી ચૂક્યા હતા તેમના ટેકાથી, સમાગમ અને સંમિશ્રણની પ્રક્રિયા શરૂ થતાં કુંવરજીભાઈની જ્ઞાતિની સુધારણાની પ્રવૃત્તિએ સીમાચિહ્નરૂપ સફળતા પ્રાપ્ત કરી. આ Fusion ને પરિણામે બિનસાંપ્રદાયિકતા અને લોકશાહી પ્રણાલી તરફ પાટીદાર આશ્રમની પ્રવૃત્તિ ઢળતી ગઈ. પાટીદાર જ્ઞાતિમાં એક જ્ઞાતિ તરીકેના તાદાસ્યની સાથે સાથે પિતાના સામાજિક દરજજનું પુનઃ અર્થકરણ Reinterpretation of social status એ ભાવના પણ જાગૃત થતા. પાટીદાર આશ્રમમાં સાંસ્કૃતિકીકરણની પ્રક્રિયા શરૂ થઈ. બ્રાહ્મણોની માફક વિદ્યાથીઓને તેમણે યજ્ઞોપવીત વિધિ શરૂ કરાવી અને બધાને જનોઈ પહેરાવી. બરાબર આજ અરસામાં પટેલબધુમાં સુરતથી ગોરધનભાઈ ડાહ્યાભાઈ એંજીનિયરે પાટીદારોમાં પ્રચલિત “છૂટાછેડાના રિવાજ' વિરુદ્ધ નિબંધ લખ્યો. જેમાં તેમણે જણાવ્યું કે લગ્ન એ તો સ્ત્રી-પુરુષનું પવિત્ર બંધન છે અને જેમ બ્રાહ્મણ, વાણિયા અને બીજી ઉચ્ચ જ્ઞાતિમાં આ રિવાજ નથી તેમ આપણામાં પણ ના હોવો જોઈએ'. “પાટીદાર આશ્રમ” એ પાટીદારના યુવાન વર્ગને શિસ્તની સુંદર તાલિમ આપતું કેન્દ્ર બન્યું. આ વિદ્યાથીએ પટેલ બંધુમાં લખતા. ૧૯૧૨ માં તેમણે એવા સમાજની સ્થાપના કરી દુકાળ, ઈન્ફલ્યુએન્ઝા, કુદરતી આફતોમાં આ વિદ્યાથીઓ દક્ષિણ ગુજરાતમાં લેક સેવા કરવા કટીબદ્ધ રહેતા. આશ્રમમાં સાહિત્યિક પ્રવૃત્તિ, સામાજિક સુધારણાની પ્રવૃત્તિ ચાલતી. દક્ષિણ આફ્રિકામાં ચાલતા સભાગૃહને ફંડ મોકલવા મહિને એકવાર ભોજનને ત્યાગ કરતા. આમ આશ્રમની પ્રવૃત્તિ કુંવરજીભાઈએ શરૂ કરેલી સમાજ સુધારણાની વિશાળ પ્રવૃત્તિને ટેકારૂ૫ નીવડી.૧૯ સામીપ્ય : ઑકટોબર '૮૭ થી માર્ચ ૧૯૮૮ [૧૯૫ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100