Book Title: Samipya 1987 Vol 04 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 81
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્મમાં માનતો નથી. બંગાળની સમાજ સુધારણાને પડઘો ૧૯ મી સદીના ઉત્તરાર્ધમાં મુંબઈ પ્રાંતમાં પણ પડે. મુંબઈમાં ૧૮૬૭ માં બ્રહ્મસમાજના જ પાયા ઉપર પ્રાર્થના સમાજની સ્થાપના પ્રગતિશીલ માનસ ધરાવતા, અંગ્રેજી કેળવણી પામેલા વગે કરી. આમ બ્રિટિશ શાસનની અસરને પરિણામે ૧૯ મા સૈકામાં ઊભી થયેલી સમાજસુધારણાની પ્રવૃત્તિની બે દિશા વિશેષ કરીને રહી. એક બ્રહ્મોસમાજ અને પ્રાર્થનાસમાજ જેવી પ્રવૃત્તિએ પાશ્ચાત્ય સંસ્કૃતિના મુલ્ય ભારતીય સમાજમાં દાખલ કરવા પ્રયત્નો કર્યા. કારણ આ પ્રવૃત્તિના સૂત્રધારે અંગ્રેજી કેળવણી લીધેલા, પશ્ચિમની સંસ્કૃતિ, સાહિત્ય અને જ્ઞાતિપ્રથા વગરને સમાજથી આકર્ષિત થયેલા હતા. જ્યારે બીજી બાજુ રામકૃષ્ણ મિશન અને આયસમાજ જેવા સંગઠનેએ હિંદુ ધર્મ અને હિંદુ સંસ્કૃતિના પાયા ઉપર સમાજ સુધારણા રજૂ કરી. આયસમાજના સ્થાપક દયાનંદ સરસ્વતીએ ૧૮૭૦ ના અરસામાં આ આંદોલન ગુજરાતમાં સ્થાપવાનો પ્રયત્ન કર્યો, પરંતુ નિષ્ફળતા મળી હતી. ગુજરાતમાં આ આંદોલન પંજાબમાંથી પરાવર્તિત થઈ આવ્યું. વિશેષ કરીને ખ્રિસ્તી ધર્મગુરુઓની વટાળ પ્રવૃત્તિ સામે વિરોધ કબળ ઊભું કરવા કૃદ્ધિ આંદોલન જે આર્યસમાજે જાગૃત કર્યું હતું, તે પ્રવૃત્તિ વડોદરા રાજ્યમાં શરૂ થઈ. ૧૯૦૫ માં પંજાબના આત્મારામ પંડિતની વડોદરાના મહારાજા સયાજીરાવે હરિજનોમાં સમાજ સુધારણાની પ્રવૃત્તિ ચલાવવા નિમણુંક કરી. આર્યસમાજે જ્ઞાતિપ્રથાને વિરોધ કર્યો પણ વર્ણવ્યવસ્થાને ટેકો આપે. બાળલગ્નો નિષેધ ગણ્યા, વિધવા વિવાહ અને લગ્ન વિષયક છોકરા-છોકરીની ઉંમર વધારવા ઉપર ભાર મૂકે. કન્યા વિક્રયનો વિરોધ કર્યો. સ્ત્રી, પુરુષને સમાન દરજજો ગણી સ્ત્રીકેળવણીની હિમાયત કરી. આયસમાજની કેળવણીની પ્રવૃત્તિ ખૂબ મહત્વની રહી અને ગુજરાતમાં આર્યસમાજ ગુરુકુળ સ્થાપવામાં આવ્યા. ખેડા જિલ્લાના અને દક્ષિણ ગુજરાતમાં પાટીદાર, અનાવિલો અને ઔદિચ્ય બ્રાહ્મણોમાં ખૂબ ફેલાયું. સુરત જિલ્લામાં ગામડાઓમાં આર્યસમાજ આંદોલનની પ્રવૃત્તિના કેંદ્રો જેવાં કે બાજીપુરા, સૂપ, મોચા, વાંઝ, શિકર વગેરે સ્થળોએ ઊભાં થયાં. ૨૦ મી સદીની શરૂઆતમાં નગીનદાસ ત્રિભુવનદાસ માસ્તર, ભક્તિભાઈ દુર્લભભાઈ, ખુશાલભાઈ મકનભાઈ, અમાઈભાઈ વગેરે જાણીતા દક્ષિણ ગુજરાતના આર્યસમાજી હતા. સુપ આર્યસમાજ ગુરુકુળની સ્થાપના થઈ હતી. આર્યસમાજ મંદિરો સ્થપાયા હતા. દક્ષિણ ગુજરાતમાં જ્ઞાતિસુધારણાની પ્રવૃત્તિ આર્યસમાજ આ દેલનની અસરરૂપે આવી. પ્રાર્થનાસમાજ કે બ્રહ્મોસમાજના વિચારોના પાયા ઉપર આ પ્રવૃત્તિ ચાલતી ન હતી. જ્ઞાતિસુધારણની પ્રવૃત્તિ ચલાવનારા સૂત્રધારો આર્યસમાજીએ હતા.૪ આમ બ્રિટિશરાજને પરિણામે જે બાહ્ય તેમજ આંતરિક દબાણ ઊભું થયું અને તેના પરિપાકરૂપે જે વિસ્તૃત ફલક ઉપર સમાજસુધારણાની પ્રક્રિયા ઊભી થઈ તેનું પ્રતિબિંબ સ્થાનિક કક્ષાએ દક્ષિણ ગુજરાતમાં ઝીલાયું અને જ્ઞાતિ સુધારણું હાથ ધરાઈ. આ પ્રવૃત્તિ શહેર પૂરતી મર્યાદિત ન રહેતા ગામડા તરફ ફેલાઈ. સુધારણાના સૂત્રધારો કેવળ શહેરના બુદ્ધિજીવીઓ જ ન હતા. પરંતુ ગામડાના કેળવાયેલા શિક્ષિતોને સમાવેશ થતો હતો. આમ દક્ષિણ ગુજરાતની જ્ઞાતિ સુધારણાનું બળ કેન્દ્રગાર્મ Centripetal ના રહેતા કેન્દ્રો પસારી Centrifugal બન્યું. આ પૂર્વભૂમિકામાં backdrop માં આ લેખને હેતુ દક્ષિણ ગુજરાતની મહત્ત્વની અનાવિલ અને પાટીદાર કોમમાં જ્ઞાતિ સુધારણની પ્રવૃત્તિ કયા પરિબળોને લીધે આવી અને એમાં કાયકરાની સામાજિક ભૂમિકા કેવી હતી તે તપાસવાને છે. જ્ઞાતિના રૂઢિગત પ્રણાલિકાગત માળખામાં આવેલા પરિવર્તનનું સ્વરૂપ અને સુધારણાની દિશાનું વિશ્લેષણ કરવાનું છે. - દક્ષિણ ગુજરાતમાં પાટીદારો અને અનાવિલેમાં જ્ઞાતિસુધારણાની ઝુંબેશ શરૂ થઈ તેનું મુખ્ય કારણ સામાજિક માળખાના ઉચ્ચસ્તરમાં તેઓ હતા. ૨૦ મી સદીના પૂર્વાર્ધમાં દક્ષિણ ગુજરાત મુખ્યત્વે ખેતીપ્રધાન હતો. તેની ૭૬ ટકા વસ્તી ખેતી ઉપર નભતી હતી. સુરત જિલ્લામાં જાફરઅલી મિલ ૧૯૦૮ માં શરૂ થઈ હતી. કપાસ લોઢવાના પ્રેસીગ અને જીનીંગ કારખાનાં શરૂ થયાં હતાં. પરંતુ અમદાવાદમાં આ ૧૯૦] [સામીય ? ઑકટોબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100