Book Title: Samipya 1987 Vol 04 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 72
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ રીતે જોતાં ઈ. સ. પૂર્વે બીજી શતાબ્દીમાં ભારતમાં રકાબને ઉપયોગ થતો હતો, એ નિ:સંદેહ છે. ચીનમાં પાંચમી-છઠ્ઠી સદીમાં આને ઉપયોગ પ્રચલિત થયો.૧૦ મંગલેએ પણ મધ્ય એશિયામાં છઠ્ઠી શતાબ્દીમાં જ અને પ્રોગ કર્યો હતો.૧૧ મહાકવિ બાણે “હર્ષચરિત'માં માલતી દ્વારા શણુનદી પાર ઊતરવાના પ્રસંગમાં તેણીને ઘડા ઉપર ચઢેલી અને ઉરધ્રાપિત ચરણુયુગલા૨ કહી છે. - બાણે રાજાઓના પગના કડાની સાથે રકાબે ટકરાવાથી થતા ખણખણ (પ્રચલ પદ ફલિકા) ધ્વનિનું પણું વર્ણન કર્યું" છે.૧૩ આથી એ નિર્વિવાદ છે કે હર્ષના સમયમાં લેખંડની પટ્ટીવાળી રકાબ જાણીતી બની ગઈ હતી. અનામથી મળેલ આઠમી શતાબ્દીની એક પથ્થરની પ્રતિમા ઉપર પણ ઘોડેસવાર રકાબ સહિત કંડારાયેલે છે, જેની તુલના વિદ્વાનોએ મથુરાના જૈન સ્તૂપની પ્રતિમાં તથા કુલુના લેટાના અંકનો સાથે કરી છે. ૧૪ ગુજરાતમાં પાટણમાં રાણીવાવની સાફ-સફાઈ દરમ્યાન જે શિલ્પ જ્ઞાન થયાં છે, એમાં કટુકી અવતારનું શિપ મળી આવ્યું છે.૧૫ એમાં ઘોડેસવાર કરકીના પગ પેંગડમાં રાખેલા સ્પષ્ટ જોવા મળે છે અને એ પંગડાં નિશ્ચિતપણે લોખંડના જોઈ શકાય છે. આ દષ્ટિએ પુરાતત્વને આ અગિયારમી સદીનો પુરાવો ગુજરાતમાં લેખંડના પંગડાની પ્રાચીનતાને છેક અગિયારમી સદી એટલે વહેલા લઈ જાય છે (જુઓ ચિત્ર ૫). ચાલુક્ય નરેશ સોમેશ્વરે ૧૧૩૦ ઈ. સ.માં “ભાન હલાસની રચના કરી છે. આમાં તેમણે તાવાહ્યાલી વિદ(પલ (સંગે ઢફ)ને સંદર્ભમાં સ્વર્ણ નિમિત “પાદાધારને ઉલેખ કર્યો છે, જેમાં ઘડાની બન્ને બાજુ પગ લટકે છે. પોલોની રમત એશિયાના મુસલમાનોમાં પ્રચલિત હતી અને ભારતમાં સેમેશ્વર દ્વારા આ રમતનાં પ્રથમ ઉલ્લેખ ઉપરથી ડે. ગોડએ ભારતમાં રકાબની પ્રાચીનતા ફક્ત આઠ સે વર્ષની માની છે. ૧૮ પરંતુ આ મત અસંગત છે; કારણ કે આની પૂવે પ્રારંભિક ભારતીય શિલ્પ અને બાણ દ્વારા વણિત “પાદકલિકા' દ્વારા એ જણાય છે કે રકાબનું પ્રચલન ભારતમાં એથીય ઘણું પ્રાચીન છે. શિવાજીના નિર્દેશથી સને ૧૬૭૬ માં તૈયાર થયેલ રાજવ્યવહાર કોશ(પૂના ૧૮૮૦)માં રઘુનાથ પંડિતે ચતુરંગ વર્ણની અન્તર્ગત તે સમયના પ્રચલિત સૈનિક શબ્દોનો ઉલ્લેખ કર્યો છે. અહીં “રકાબ” શબ્દનો અર્થ આરોહિણી ઉહિલખિત છે. સત્તરમી સદીમાં એક મુસલમાને જોધપુરમાં તૈયાર કરેલી ભાગવત પુરાણની પાંડુલિપિવાળી સચિત્ર હસ્તપ્રતમાં યુદ્ધક્ષેત્રના દશ્યમાં લે ખંડની રકાબનું અંકન દેખાય છે. સત્તરમી સદીને અન્ય ચિત્રોમાં પણ લોખંડની પટ્ટીવાળી રકાબ ચિત્રિત જોઈ શકાય છે.૧૯ આપ્ટે એ પોતાની અંગ્રેજી સંસ્કન ડકશનરીમાં૨૦ સ્ટિરને અર્થ વાદગ્રહણી અને પાદધારણી કર્યો છે, કિન્તુ સંસ્કૃત અંગ્રેજી શબ્દકોષમાં તેમણે આને ઉલેખ કર્યો નથી. પાદકલિકા, પાદાધાર, આહિણી, પાદધારણી વગેરે શબ્દના અર્થોમાં સમાનતા સ્પષ્ટ રીતે જણાઈ આવે છે, જે બધા શબ્દ રકાબના વાચક છે. મયકાળથી આજ સુધી લોખંડની રકાબ બધે પ્રચલિત હતી, તેની સાથે સાથે એ ઉલ્લેખનીય છે કે આજે પણ ગઢવાલની પહાડીઓ ઉપર લેક રકાબ માટે દેરડાને પ્રયોગ કરે છે. સામીપ્ય : ઓકટોબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮ ] [ ૧૮૧ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100