Book Title: Samipya 1987 Vol 04 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૌ પ્રથમ ગુજરાતી અખબાર “મુંબઈ સમાચાર
• રતન રૂસ્તમજી માલ “મુંબઈ સમાચાર માટે નીચેનાં વર્ષો મહત્ત્વનાં છે ?
- સન ૧૮૧૨ માં મુંબઈ સમાચાર છાપખાનું શરૂ થયું. પ્રથમ ગુજરાતી છાપખાનું –સન ૧૮૧૪માં એમાંથી સંવત ૧૮૭૧ નું પ્રથમ ગુજરાતી પંચાંગ બહાર પડયું–બીજે વર્ષે એમાંથી ફારસી ગ્રંથ દબેસ્તાનને ગુજરાતી તરજુમો પુસ્તકરૂપે પ્રસિદ્ધ થયે–સન ૧૮૨૨ માં તા. ૧ લી જુલાઈ, સોમવારે પ્રથમ ગુજરાતી સમાચારપત્ર મુંબઈ સમાચારનો પ્રથમ અંક બહાર પડયો.
પણ બસો વર્ષ ઉપર “મુંબઈ સમાચાર”ની મજલ આમ શરૂ થઈ તે આજ પર્યત વણથંભી આગળ વધતી રહી છે. એ છાપખાનું, એ પંચાંગ, એ પ્રસિદ્ધ પ્રવૃત્તિ, એ વૃત્તપત્ર સઘળું જ આજ પર્યત સતત ચાલુ છે, એટલું જ નહિ એ સૌ સમૃદ્ધ દશાને પામ્યું છે. એ સૌમાં સવિશેષ લક્ષ માંગી લે છે વૃત્તપત્ર “મુંબઈ સમાચાર”.
“મુંબઈ સમાચાર”ને ગુજરાતી વૃત્તવિવેચનના ઇતિહાસમાં માનભર્યું અને મહત્ત્વનું સ્થાન છે. ગુજરાતી ભાષાનું એ સૌપ્રથમ વૃત્તપત્ર છે એટલા જ માટે નહિ પણ તે સાથે પત્રકારત્વને ક્ષેત્રે એણે જે અર્પણ કર્યું છે એ કારણે પણ. એના સ્થાપક, એના સ્તંભો, એની નીતિ-રીતિ, એણે જોયેલી ચડતીપડતી, પ્રજાહિતાર્થે એણે કરેલ અર્પણ વગેરે વિશે જાણવા-વિચારવાનું જિજ્ઞાસુને સ્વાભાવિક ગમે, પણ એ કથા એટલી લાંબી છે, એક દળદાર પુસ્તકને વિષય છે એટલે બને એટલા સંક્ષેપમાં એ ઉપર નજર નાંખીએ.
છેક ૧૮૨૨ માં “મુંબઈ સમાચાર”ના સ્થાપક મોબેદ ફરદુનજી મર્ઝબાનને પિતાનું વૃત્તપત્ર પ્રગટાવવા પૂર્વે તેની મહેરનજર યાને “સ્પેક્ટસ” બહાર પાડવાને ખ્યાલ આવ્યો એ બાબત લક્ષ ખેંચે છે. આ મહેરનજરનું વાંચન આજેય રસમય બને એવું છે. પત્રમાં શું શું વાનગી પીરસાશે, એનું લવાજમ શું રહેશે વગેરે વિશે એમાં વિગતે જણાવ્યું છે, પણ આજે આશ્ચર્યજનક લાગે એવી વાત એ છે કે એમાં પત્રની નીતિ વિશે કશો ઉલ્લેખ નથી. આ પ્રથમ જ ગુજરાતી પત્ર હાઈ ફરદુનજીને આવો ઉલ્લેખ કરવાની આવશ્યકતા ન જણાઈ હય, બનવા જોગ છે કે ત્યારે એ વિષયમાં એમના ખ્યાલ પણ સ્પષ્ટ ન હોય, છતાં નોંધવા જેવી એક વાત એ પણ છે કે પત્રના પહેલા જ અંકમાં “અખબારની આઝાદી” એ વિષય પર લાંબો લેખ તંત્રીએ પ્રગટ કર્યો છે. કોઈ અંગ્રેજી પુસ્તકમાંથી માહિતી મેળવી લેખકે તેના પ્રકાશમાં પિતાના વિચાર વિસ્તારથી પ્રદર્શિત કર્યા છે. પ્રથમ જ અંક માટે તંત્રી અખબારની આઝાદી જેવો વિષય પસંદ કરે અને તે પણ જ્યારે ભારત ગુલામ હતું અને પત્રને શાસનકર્તાઓના સહારાની ઘણું ઘણું જરૂર હતી ત્યારે એ બાબત ઘણું ઘણું કહી જાય છે.
કમનસીબ સંજોગોમાં ફરદુનજી મર્ઝબાને પત્ર સાથે સંબંધ છેડતા તા. ૧૩-૮-૧૮૩૨ ના અંકમાં જે નિવેદન પ્રગટ કર્યું છે અને તેમાં પોતાના સ્થાને અવારનવાર નવા તંત્રી તેમુલજી રૂસ્તમજી મિરઝાંને શિખામણના જે શબ્દ સુણાવ્યા છે તે એમની અખબારી નીતિને એકંદરે સારો ખ્યાલ આપી જાય છે. જ પ્રસિદ્ધ વૃત્તપત્રવિવેચક, સુરત સામીય ? ઑકટોબર ”૮૭ થી માર્ચ, ૧૯૮૮].
[૧૮૩
થમ જ
ઘણી વારત ગુ
જેને
કન છે,
For Private and Personal Use Only