Book Title: Samipya 1987 Vol 04 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમલમાં મૂકવા તેમણે પીઢ પત્રકાર સોરાબજી પાલનજી કાપડિયાની પત્રના તંત્રી સ્થાને નિમણૂક કરી.
બેલગામવાળાના જીવનનાં અરમાનો જદાં હતાં, પત્ર પર એ ધ્યાન આપી શકયા નહિ, પત્ર ભંયકર આર્થિક ભીંસમાં સપડાયું અને છેવટે ત્યારના ભાંગ્યા- તૂટયા જેવા બની ગયેલા આ પત્રનું સંચાલન ૧૯૩૩ થી મંચેરછ નસરવાનજી કામાના હાથમાં આવ્યું. એમણે ભસ્મમાંથી ભવ્યતા સજી જે આખા પુસ્તકનો વિષય છે. તેમના આ પુરુષાર્થમાં તેમના તંત્રી સોરાબજી કાપડિયાનું અપૅણ મૂલ્યવાન હતું. સત્તરેક વર્ષની વયે પત્રકારના વ્યવસાયમાં પિતાની જાતને સાંકળનાર સોરાબજી ૮૦ વર્ષની વયે સ્વર્ગવાસ પામ્યા ત્યાં સુધી પત્રકાર જ રહ્યા, જેમાં ૧૯૨૧ થી ૧૯૬૧ સુધી પૂરા ચાર દાયકા, એમણે “મુંબઈ સમાચાર”ને આપ્યા. “મુંબઈ સમાચાર”ની કીતિકથામાં એમનાં નામ-કામ ગવાતાં રહેશે.
“મુંબઈ સમાચાર”ની મજલને નીચે પ્રમાણેના તબક્કાઓમાં વહેંચી શકાય ? – ૧૮૨૨ થી ૧૮૩૨ સુધીને ફરદુનજી મર્ઝબાનના સમયગાળાને પ્રથમ તબકકે . - ૧૮૩૨ થી ૧૮૬૬ સુધીને ચાર માલિકો અને તેર તંત્રીઓના સંચાલન હેઠળનો સામાન્ય
તબક્કો – ત્યાર પછી મીના ચહેરામજીના બાપ-બેટાના સંચાલનવાળો એકંદરે તેજસ્વી તબક્કો – ૧૯૩૩ થી મંચેરછ કામાના નેતૃત્વ હેઠળ શરૂ થયેલ અને આજ પર્યત ચાલુ રહેલ સુવર્ણ તબક્કો.
એક સદી અને છ દસકાના આ સારા એવા લાંબા સમયગાળામાં લગભગ એક બાર વર્ષ એની સાથે નિષ્ઠાથી સંકળાયેલા રહ્યા માણેકજી મીને ચહેરામજીના, મહેરજીભાઈ માદન અને સોરાબજી કાપડિયા. ત્યાર પછી કામાજી અને તેમના સુપુત્રો ને શીર અને રુસ્તમે આપણું પ્રથમ ગુજરાતી અને બીજા ભારતીય અખબારને સ્થિર સંગીન પાયા પર મૂકવા કરેલ પુરુષાર્થ અને અર્પણ હજી તાજી વાત છે. ગુજરાતી વૃત્તવિવેચનની વિકાસગાથામાં એનું અવશ્ય અગત્યનું સ્થાન રહેશે.
આજે તે સમય ઘણે બદલાઈ ગયો છે, પણ પત્રના પ્રારંભના વર્ષોમાં જ્યારે પરિસ્થિતિ ઘણી જદી હતી, જ્ઞાન-વિદ્યાને પ્રસાર નામનો જ હતો, જનવટ વિરુદ્ધ અવાજ ઉઠાવવાની સમાજમાં કોઈમાં તાકાત નહોતી, અંધ ધર્મશ્રદ્ધા એ જ ધર્મ મનાતો ત્યારે પણ “મુંબઈ સમાચાર” ત્યારને વખત વિચારીને, ધીરેધીરે સુધારાનો સાર પોતાની રીતે સંભળાવ્યો–સમજાવ્યો હતો. ત્યારે પ્રજાને જ્યોતિષ પર ભારે શ્રદ્ધા હતી, સતીપ્રથા, બહુપત્નીત્વ, દહેજ, બાળલગ્ન વગેરે કુરિવાજો પ્રચલિત હતા, વહેમી માન્યતાઓ સુમાર વિનાની હતી, “સમાચારે” પ્રજાને-સમાજને એગ્ય માર્ગે દોરવવા માટે પ્રયત્ન કર્યો. તેનું આ દિશામાંનું કાર્ય કોઈ આદર્શ ધર્મનાયક કે સમર્થ સમાજસુધારક કે નિષ્ઠાવાન દેશહિતચિંતકને શોભે એવું હતું.
આમ કરતાં પ્રજાની ધર્મ પરની શ્રદ્ધાને ધક્કો ન લાગે એ માટે તે કાળજી રાખતું. આવી શ્રદ્ધાની હિમાયત કરતાં શરૂના વર્ષોમાં તેણે જણાવેલું : “બીમારીના વક્ત ઉપર પોતાના ધરમશાસતારને જે કાંઈ શરીર શાંનતી તથા તેનદરશતી ઈશવર પાસે માંગવાનું ભણતર હોએ તે ભણવું અથવા ભણાવવું તથા ગરીબ અને કંગાલ લોકોને અનવદંતર લખશમી દાન તથા પુન કરવું એ બીમારના હકમાં ઘણું ફાદાવાળું છે હેમાં કશે શક નથી.” સમયને સુસંગત સુધારાનો પ્રસાર કરતાં માનવની તેના ધર્મ પરત્વેની સાચી – શ્રદ્ધા તૂટે નહિ, ઘટે નહિ અને સાચા ધર્મને એ જાણે પિછાને-સમજે અને તે અનુસાર આચરણ કરે એ આ પત્રને પ્રયાસ આજ પર્યત રહ્યો છે.
મુંબઈ સમાચાર” આરંભથી રાષ્ટ્રવાદી પત્ર રહ્યું છે. એનાં દૃષ્ટાંતો એના જૂના અંકે ઉથલાવતાં જાણવા મળે. અત્રે એક જ નાંધીએ. ૧૮૫૭ના બળવા પછી દેશીઓ પરની પકડ વધુ મજબૂત કરવા સામય : ઓકટોબર '૮૭ થી માર્ચ, ૧૯૮૮]
[૧૮૭
For Private and Personal Use Only