Book Title: Samipya 1987 Vol 04 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 59
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઐતિહાસિક વગેરે માહિતી સચવાયેલી જોવામાં આવી છે. આથી આ અનુભવના આધારે માણેકનાથની પ્રસ્તુત કથાધટકના મુદ્દાઓની તપાસ સ્થળનામ, પુરાવસ્તુ તથા ભૂંગાળનાં સાધનાના બળે કરવાને અત્રે અમે પ્રયાસ કર્યાં છે. સ્થળનામ અને ભૌગાલિક સ્થિતિ સ્થળનામની દૃષ્ટિએ માણેક બુરજ, માણેકચાક અને માણેક નદીનાં નામેા તપાસવાં જરૂરી છે. માણેક નદીના પ્રવાહને તપાસતાં તે કાલુપુર ટાવર પાસેથી નીકળીને ઢીંકવા વિસ્તાર, દેશીવાડાની પાળ, કાગદી આળ, ચાંલ્લા આળ વગેરે સ્થળા પાસેથી વહીને માણેકચોક વિસ્તારમાં થઈ તે સાબરમતી તરફ ચોમાસાનુ પાણી લઈ જતુ નાળુ હોય તેમ જણાય છે.૪ રતનપોળ, સાંકડી શેરી, માંડવીની પાળ તરફનાં ખીજાં નાળાં તેને મળતાં હોવાં જોઈએ અને તે સંયુક્ત પ્રવાહ પછી ભદ્રની દક્ષિણે સાખરમતી નદીને મળતા હોય તેમ જણાય છે. આ પ્રવાહી નદી કહેવાની રીતને લીધે તેને માટે ઓગણીસમી સદીમાં વિવિધ કલ્પનાએ ઊભી થઈ હતી, જે માટે ભાગે કલ્પિત છે. આ પ્રવાહને સહુથી ખુલ્લે ભાગ જુમા મસ્જિદના વિસ્તારમાં હોવાથી આ વિસ્તારને માણેકચાકપ નામ આપ્યુ. હાય તેવું જણાય છે. અહીં માણેકનાથની મઢી તથા મસાણિયા હનુમાન છે. આ પ્રવાહના સૌથી સાંકડા નાળચા જેવા ભાગ માણેક બુરજ પાસે છે. પુરાવસ્તુ માણેક બુરજના નીચેના ભાગ પથ્થરને છે તેની પાસે ગણેશ ખારી છે જ્યાં થઈ ને ઇંટ અને માટીની એક દીવાલ ભદ્રના આઝમખાનની સરાઈ પાસે જતી, જેના કેટલાક ભાગ હજી અસ્તિત્વ ધરાવે છે. આ ભાગ સત્તરમી સદીમાં આઝમખાનની સરાઈ તરફ પાણી લઈ જવા મિષે આખી ભીંત તૈયાર કરી હાવાનું સૂચવે છે. રહે`ટથી સાખરમતી નદીનું પાણી માણેક મુરજ ચઢાવીને તે સરાઈમાં પહેાં ચાડાતું હશે તે કારજ(ફુવારા) ઉડાડવા માટે વપરાતું હશે એવું સાધાર અનુમાન તાજમહાલ, આરામબાગ તથા જૂની દિલ્હીના આ જ પ્રકારના નમૂનાઓ ઉપરથી કહીએ તે। તે અતિશયોક્તિ નહીં ગણાય. આ વિસ્તારમાં માણેક બુરજની પાસેના સાંકડા નેળિયાની દક્ષિણે હાલમાં પંચનાથ મહાદેવના નામથી ઓળખાતું એક દેવાલય છે. આ મહાદેવમાં ૬૬.૫ × ૩૪ સે.મી.ની સૂર્ય'ની આરસની એક મનેાહર પ્રતિમા સ્થિત છે. કવચ અને કિરીટધારી, અને હાથમાં કમળ ધારણુ કરેલી સમલંગમાં ઊભેલી સૂની પ્રસ્તુત પ્રતિમા સામાન્ય રીતે શિવમદિરમાં હાઈ શકે નહીં; છતાં આ પ્રતિમા આ જ વિસ્તારમાંથી પ્રાપ્ત થઈ હોવા બાબત શંકાને કોઈ કારણ નથી; કેમ કે ‘પદ્મપુરુ’માં આ સ્થળે સૂર્ય'તીથ હોવાની વિગત/કથા આલેખેલી છે,F પદ્મપુરાણ નિર્દિષ્ટ સૂતી આ પુરાણના અધ્યાય ૧૫૮ માં દુધેશ્વર પછી લુપ્ત થયેલા પિપ્પલાદ તી'ની કથા નાંખ્યા પછી પિ’ચુમન્દા તી'ની કથા વર્ણાવેલી છે. સાભ્રમતી તટનું આ તીથ બ્રાહ્મણુતે ધનાઢય અને વેદ પારણુ બનાવનાર, ક્ષત્રિયને રાજ્ય આપનાર, વૈશ્યને ધન આપનાર અને શૂદ્રને ભક્તિ આપનાર તરીકે ઓળખાવાયુ' છે. પદ્મપુરાણમાં ઉલ્લેખ્યા પ્રમાણે તથા દર્શાવેલી દિશા પ્રમાણે રો।ધવાના પ્રયત્ન કરતાં અમને આ તીથ ભૌગાલિક રીતે પંચનાથ મહાદેવના વિસ્તારમાં હોવાનું જણાયું. તેથી આ વિસ્તારમાં સૂર્યની પ્રતિમા કે એવા અવશેષો મળવાની શકયતા રહેલી છે. આથી સ્થળ તપાસ કરતાં પહેંચનાથમાંની ૧૬] [સામીપ્ય : કટોખર, '૮૭થી માર્ચ, ૧૯૮૮ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100