Book Title: Samipya 1987 Vol 04 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 64
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતના ઇતિહાસ પર મમ મૌલાના સૈયદ અબૂઝફર સાહેબ નદીના ઉર્દૂમાં લખાયેલા પુસ્તકનુ ગુજરાતીમાં ભાષાંતર કરાવી ગુજરાતને ઇતિહાસ, ભા. ૧ અને ૨ ના શીર્ષીક હેઠળ તેમજ એક સમકાલીન ફારસી ઇતિહાસ તારીખે મુઝફ્ફરશાહી'' તથા તેનું ગુજરાતી ભાષાંતર કરાવી છપાવવાનું શ્રેય જાય છે) કે તે દ્વારા સંચાલિત શેઠ ભેા, જે. અધ્યયન-સ'શાધન વિદ્યાભવન કે ફ્રાસ ગુજરાતી સભા મુંબઈ કે ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદના ઇતિહાસ વિભાગ જેવી સસ્થાઝ્મા ઈલિયટ અને ડાઉસનના આઠ ભાગમાં (History of India as told by its Historians) અથવા તેના અનુસરણમાં સૈયદ અતહર અબ્બાસ રિઝવીની ભારતકા અદ્યકાલીન ઇતિહાસ, ભારતકા ખલજીકાલીન ઇતિહાસ, ભારતકા તુગ્લુકકાલીન ઇતિહાસ, ભારતકા ઉત્તર તુલુકકાલીન ઇતિહાસ, ભારતકા મુત્રલકાલીન ઇતિહાસવાળી હિંદી શ્રેણીઓમાં ફારસી અરબી સાધન સામગ્રીના ઐતિહાસિક 'શાના અંગ્રેજી અથવા હિંદી ભાષાંતરે। આપવામાં આવ્યાં છે તે પ્રમાણે ગુજરાતના જે ફારસી ઇતિહાસ-પુસ્તકો ઉપલબ્ધ છે તેમના જરૂરી ભાગા ગુજરાતી કે અંગ્રેજીમાં અનુવાદ કરાવી ગુજરાતના સતનતકાલીન ઇતિહાસની અત્યંત ઉપયેાગી શ્રેણી તૈયાર કરી પ્રગટ કરે તે ગુજરાતના ઇતિહાસનાં સમગ્ર પાસાંએતે આવરી લેતી સભર માહિતી પ્રકાશમાં આવે તેમાં શકાને લેશમાત્ર સ્થાન નથી. ગુજરાતના સુલતાનેાના સમયમાં વિવિધ કાળે ઓછાંમાં એછાં અડધા ડઝન જેટલાં ફારસી પુસ્તકાનું નિર્માણું થયું હતુ`.૧ આ બધાંમાં નિમ્ન પ ́ક્તિઓમાં જેનું વણ ન અપેક્ષિત છે તે એ પુસ્તક તારીખે મહમૂદશાહી' અને તેની પૂરવણી લે તારીખે મહમૂદશાહી' કે આસિરે મહમૂદશાહી'' અનેક રીતે મહત્ત્વપૂર્ણ છે. ઉક્ત ફારસી ગ્રંથેાની હસ્તપ્રતેા આમ પણ્ અતિ અલ્પ સંખ્યામાં મળે છે એટલું જ નહી. પણ ભારતમાં તેા એક બે અપવાદ સિવાય મળતી પણ્ નથી, યુશપમાં લંડન, રશિયામાં તાક, પાકિસ્તાનમાં પેશાવર કે અરબસ્તાનમાં મદીના જેવા દૂર દૂર સ્થાનામાં આ પ્રતા સચવાઈ છે. આ પ્રતે સ્વાભાવિક રીતે ભારતમાં કે ગુજરાતમાં લખવામાં આવી હશે. અહીથી તેમનું યુરેશપ, રશિયા કે અરબસ્તાન જેવા પ્રદેશામાં સ્થળાંતર થવાના કારણેા પણ જાણીતા કે કલ્પનામાં આવી શકે તેવાં છે. પશુ ‘“તારીખે મહમૂદશાહી'' અને તેની પૂરવણી જેવાં ધામિક નહી" પણ ઇતિહાસનાં પુસ્તકાની નકલા ગુજરાત અને ભારત બહાર અને તે પણ ફારસી ભાષા જે વિસ્તારમાં કદાપિ પ્રચલિત ન હતી, તેવા અરબસ્તાનના મુસ્લિમેાના પવિત્ર ધાર્મિક સ્થાન મક્કામાં તૈયાર થઈ હતી તે તેની પુષ્પિકાના લખાણ પરથી ફલિત થાય છે. મક્કા જેવા સેએ સે ટકા અરખીભાષી શહેરમાં ગુજરાતના ઇતિહાસનુ* ફારસીભાષાના પુસ્તકેાની નકલ તૈયાર કરાવવામાં આવે તે અત્યંત સૂચક હાવા છતાં તેનું સવિસ્તર વર્ષોંન કે તેના પર ટિપ્પણી અહી' અસ્થાને છે. આ પ્રતાની બીજી મહત્ત્વની વાત એ છે કે તેના સ્થળાંતરને રસપ્રદ ઇતિહાસ એક જ ગ્રંથમાં બંધાયેલ પ્રતેાના મુખપૃષ્ઠ પર તેના ધારકા કે માલિકાએ લખેલી તૈધા દ્વારા આલેખાયેલે છે.૨ તે મુજબ ઉક્ત પાડુલિપિ તેના ઉદ્ભવસ્થાન મક્કાથી તેના વિષય-ઇતિહાસ—ના સ્થાન ગુજરાતમાં પહોંચી. ત્યાંથી તેના ઉદ્ભવસ્થાન મક્કાના જોડિયા ગણાતા મદીના શહેરમાં પાછી ફરી તે પાંડુલિપિના ઇતિહાસમાં અતિવિરલ લેખાય. આ પ્રતનાં આ સ્થળાંતર કે પ્રવાસ વનને! આ ઇતિહાસ વાચકગણુ સમક્ષ રજૂ કરવાતા આ લેખને મૂળ ઉદ્દેશ્ય છે. તુ સ્તાનના ખલીફાના અરબસ્તાન-પજિપ્ત સહિતના મધ્યપૂર્વના અરખદેશા પરતા વસ્ત્ર કાલ દરમ્યાન એક તુક વિદ્વાન અને અધિકારી શેખુઇસ્લામ અહમદ આફ્રિ હિમતુલ્લાહ બિન ઇસ્મતુફ્લાહુ અલ-હુસૈની થઈ ગયા. તેમણે પોતાના હસ્તલિખિત તેમજ મુદ્રિત પુસ્તકને સમૃદ્ધ સ ંગ્રહ હિં. સ. ૧૨૬૬(ઈ. સ. ૧૮૪૯-૫૦)માં વકફ્ કરી દીધેા. આ સ`ગ્રહ આફ્રિ એ ડ્રિંકમત પુસ્તકાલયના સામીપ્ટ : આકટોબર, ’૮૭ થી માર્ચ, ૧૯૮૮ ] [ ૧૭૩ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100