Book Title: Samipya 1987 Vol 04 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 63
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સઉદી અરબસ્તાનમાંની ગુજરાતના બે ફારસી સલ્તનતકાલીન ઇતિહાસ–ગ્રંથની પ્રતો ઝેડ, એ, દેસાઈ* ગુજરાત જેવા શિક્ષણ તેમજ ઈતિહાસ પ્રત્યે સારો એવો અભિગમ ધરાવતા ભારતના મહત્વના પ્રાંતમાં મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, વડોદરા, સિવાય બીજા કોઈ વિરવવિદ્યાલયમાં ભારત કે ગુજરાતના મધ્યકાલીન ઈતિહાસને તેને મળવું જોઈએ તે સ્થાન અભ્યાસક્રમમાં આપવામાં આવ્યું નથી તે ય સર્વવિદિત છે. ગુજરાતના એ છામાં ઓછા પાંચ વર્ષના ઇતિહાસનો અભ્યાસ કે અધ્યયન(સંશોધનની વાત તે જવા દઈએ) પ્રત્યેની આ ઉપેક્ષા તરફ ગુજરાતના ઇતિહાસકારો કે ઇતિહાસપ્રિય શિક્ષિત જનતા દ્વારા સહેજ પણ વિરોધનો અવાજ ઊઠત કે ઊઠયો નથી તે ખેદજનક કહેવાય. ફારસી ભાષાને છેલ્લા ચારેક દાયકાથી અભ્યાસક્રમમાંથી ક્રમે ક્રમે દૂર કરવાની શૈક્ષણિક નીતિને પણ આ ભાષામાં વિવિધ વિષયે પર લખાયેલાં પુસ્તકમાં જે કાંઈ ઇતિહાસ-સામગ્રી ઉપલબ્ધ છે તેને સમગ્ર ભારત તેમજ ગુજરાતમાં ઈતિહાસ સંશોધનમાં જે ઝડપી પ્રગતિ થઈ છે અને થઈ રહી છે તેમાં યથાવત ઉપગ નહીં' થઈ શકવાનું એક કારણ ગણી શકાય. વધુ ખેદની વાત તો એ છે કે આજના ગુજરાતના ફારસી ભાષાના ગણ્યા ગાંઠવા જાણકારમાં પણ દીવાન બહાદુર કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી કે ભરૂચનાં કાઝી નુરુદ્દીન સાહેબ શીરાઝી (જેમનું સમૃદ્ધ પુસ્તકાલય આ શતકના ચેથા દાયકા સુધી પ્રખ્યાત હતું) અથવા ફારસી ભાષા ને નહિવત જાણનારા મહૂમ મુહંમ્મદ ઉમર કોકિલ અને સદ્ભાગ્યે આપણી વચ્ચે આજે વિદ્યમાન છે, તે સૈયદ ઈમામુદ્દીન સદરૂદ્દીન દરગાહવાલા (નવસારી) જેવી ઇતિહાસ પ્રત્યે અભિરૂચિ રાખનાર વિભૂતિઓની ઊણપને લઈને પણ ગુજરાતના મધ્યકાલીન ઇતિહાસના ક્ષેત્રે નહિવત કામ થઈ રહ્યું છે. મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાં પણ પ્રારંભમાં સદ્ગત ડે. સતીશચંદ્ર મિશ્રની સ્તુત્ય પ્રયાસેથી જે થોડું ઘણું અને અગત્યનું કામ થયું તે પણ ધાર્યા પ્રમાણે આગળ વધી શકયું નહી.. . મિત્રે મૂળ ફારસી તારીખે મહમૂદશાહીનું સંપાદન કરી તેનું પ્રકાશન કરવા પગલાં લીધાં, બકે પુસ્તક છપાઈને આઠ–દસ વર્ષથી યુનિવર્સિટી પ્રેસમાં પડવું છે પણ હજુ સુધી તે પ્રસારિત થયું નથી કે કયારે પ્રસારિત થશે તે પણ અનિશ્ચિત છે. આને લઈને ગુજરાતના સરતનનકાલમાં કારસી ભાષામાં લખાયેલા વિપુલ એતિહાસિક સામગ્રીને સહેજ પણ ઉપયોગ સદગત પ્રોફેસર એમ. એસ. કેમિસરિયેટને મૂલ્યવાન અંગ્રેજી પુસ્તક History of Gujarat, Vol I કે શેઠ ભે. જે. અધ્યયન-સંશાધન વિદ્યાભવનની ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ શ્રેણીના ભાગ–પ સહતનતકાલ જેવા ગુજરાતના ઇતિહાસ પરને અદ્યતન પુસ્તકમાં થયો હોવાનું જણાતું નથી. અહીં એ સૂયન અસ્થાને નહીં લેખાય કે ગુજરાત વિદ્યાસભા (જેને ગુજરાતના ઇતિહાસના અમુક કારસી પુસ્તકને ગુજરાતી અનુવાદ કરાવી તેમજ દિલ્હી સલતનત આધીન * નિવૃત્ત નિર્દેશક (અભિલેખ), ભારતીય પુરાતત્વ સર્વેક્ષ. નાગપુર ૧૭૨ ] [ સામી : ઓકટોબર, '૮૮ થી માર્ચ, ૧૯૮૯ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100