Book Title: Samipya 1987 Vol 04 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 66
________________ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra હફત કલીમ”, બલી આફન્દીનું ૧૫ મા શતકમાં નકલ થયેલું “રીઝતુનાઝિર ફી મુકિલહિન્દ” સુલતાન બહાદુરશાહની પ્રશસ્તિવાળા રીસાલે, શેખ ખલીલ સરહિંદી રચિત મુદ્દિદી સિલસિલાના ભારતના સુફી સંતાનો જીવનવૃત્તાંતસંગ્રહ, પ્રખ્યાત સંત અને કવિ મિઝ મઝહર જાને જાનનું જીવનવૃત્તાંત તેમજ તેમના કાવ્ય સંગ્રહ (“દીવાન') ઈત્યાદિ પુસ્તકોનો સમાવેશ થાય છે. આ સંગ્રહનાં પુસ્તકોની સારી એવી સંખ્યા કલાની દષ્ટિએ પણ મહત્તવની હોવાનું જણાય છે. તેમાં સોનેરી રંગોથી આભૂષિત તેમ જ સુંદર સુલેખન શૈલીથી લખાયેલ પુસ્તક તેમજ કર્તાઓના હાથે લખાયેલી કૃતિઓની સંખ્યા પણ ઠીક ઠીક એવી છે, તેમ રજિસ્ટરની નોંધ પરથી જાણવા મળે છે. ઉપર્યુક્ત “તારીખે મહમૂદશાહી” તથા તેની પુરવણી સાવ અપ્રાપ્ય નથી પણ તેમની પ્રતે અતિવિરલ તે છે જ. “તારીખે મહમૂદશાહી”ની અત્યાર સુધી પ્રમાણમાં અર્વાચીન એવી એક પૂર્ણ પ્રતની ભાળ મળી છે જે પૂર્વેની લંડનની ઇન્ડિયા ફિક્સ લાઈબ્રેરી કે જેનું નવું નામ રાષ્ટ્ર સમૂહ સંબંધ પુસ્તકાલય છે, તેમાં સચવાઈ છે; જ્યારે તેના અર્ધા ભાગને આવરી લેતી બીજી અપૂર્ણ પ્રત લંડનમાં જ બ્રિટિશ મ્યુઝિયમના પુસ્તકાલયમાં છે. સદરહુ પૂર્ણ પ્રત તેના પુપિકાના લખાણ અનુસાર હિ. સં. ૧૨૯૯(ઈ. સ. ૧૮૮૧-૮૨)માં લખાઈ હતી. જ્યારે સંપૂર્ણ પ્રતમાં લેખન સમયને કાઈ નિર્દેશ નથી. પુરવણીની પણ માત્ર એક જ પ્રત રાષ્ટ્ર સમૂહું સંબંધ પુસ્તકાલયમાં છે. તે હિ. સ. ૧૨૯૯(ઈ. સ. ૧૮૮૧-૮૨)માં લખાઈ હતી. આમ મદીનાવાળી પ્રત સદરહુ બે પુસ્તકની વિશ્વમાં ઉપલબ્ધ દ્વિતીય પ્રતે છે તે સ્વયં અતિ મહત્વની વાત ગણાય, પણ તેથી વધુ મહત્ત્વની વાત તે એ બંને પ્રતની પ્રાચીનતા છે. “તારીખે મહમૂદશાહી”ની રચના સાલ હિ. સ. ૮૯૨(ઈ. સ. ૧૪૮૭) અને પુરવણીની રચના સાલ હિ. સ. (૧૬ (ઈ. સ. ૧૫૧૦-૧૧) છે, જ્યારે મદીનાવાળી પ્રતની નકલ લેવાનું કાર્ય ઈસ્લામના પહેલા નંબરના પવિત્ર સ્થાન મક્કામાં હિ. સ. ૯૮૬ ના શવ્વાલ માસની અનુક્રમે ૬ ઠ્ઠી તથા ૨૫ મી (ઈ. સ. ૧૫૭૮ ના ડિસેમ્બર માસની ૬ અને ૨૫ મી) તારીખે સંપૂર્ણ થયું હતું. આમ આ પ્રતે રચના સમયથી સે એક વર્ષ આસપાસ લખાઈ હતી. રાષ્ટ્ર સમૂહ સંબંધ ગ્રંથાલયની બંને પ્રતે મદીનાવાળી પ્રતોની નકલ હોવાનું જણાય છે. મદીનાવાળી પ્રતે સુંદર કહી શકાય તેવી નખ શૈલીમાં લખાઈ છે તથા તેની હાલત ઘણી સારી છે. આ બંને પુસ્તકન' ઐતિહાસિક મહત્વ તો છે જ પણ તે વિષે વધુ કહેવા માટે તેમને ગાઢ અભ્યાસ અનિવાર્ય છે. અહીં તે ઉપર જણાવ્યા મુજબ તેમના પ્રવાસ વર્ણનની કહાની તેમને જ શબ્દમાં કહેવાને અશય છે. ગુજરાતના ઇતિહાસના આ પુસ્તકોની મૂળ નકલ ભારતથી હજારો કિલેમીટર દૂર આવેલા મક્કા શહેરમાં થઈ, તે પછી તે પ્રતિએ મુઘલ સમ્રાટ અકબરના સમય (ઈ.સ. ૧૫૫૬ (૧૬૦૫)માં હિ. સ. ૮૮૭(ઈ. સ. ૧૫૭૯)માં ભારત આવી, અમદાવાદમાં કેલીકે મિલની દક્ષિણે નવા અસાવલમાં જેમને સુંદર રોજે છે તે મીર અબૂ તુરાબ શીરામી દ્વારા અમદાવાદમાં જ અકબરના બીજ અને અંતિમ ગુજરાત વિજય પશ્ચાત હિ. સ૧૯૪(ઈ. સ. ૧૫૮ ૬)માં કે તે પછીના ચાર પાંચ વર્ષ દરમ્યાન વિખ્યાત મધલ સુબેદાર અને સિપાહ સોલાર મિર્ઝા અબ્રહીમ ખાન ખાનાનને ભેટ મળી, પછી સોમનાથ પાટણમાં હિ. સ. ૧૦૦૧ ના જમાદી ઉઆખર માસની ૧૦ (ઈ. સ. ૧૫૯૩ ના માર્ચની ૧૪) તારીખે ગુજરાતના તત્કાલીન સુબેદાર અને અકબરને દૂધભાઈ ખાને આઝમ મિઝ અઝીઝ કાકાએ પિતાના તાબેન અમીર મીર અબ્દુરઝાક મઅઝૂરીને સ્મૃતિરૂપે આપી અને પછી કોઈ અનિશ્ચિત સામી : ઓકટોબર, '૮૭થી માર્ચ, ૧૯૮૮ ] [ ૧૭૫ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100