Book Title: Samipya 1987 Vol 04 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 41
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અહીં વિષ્ણુધર્મોત્તર પુરાણમાં ચંદ્રના રથનું વર્ણન કરતાં મત્સ્યપુરાણને આશ્રય લેવામાં આવ્યો લાગે છે. મત્સ્યપુરાણમાં ચંદ્ર રથના દસ અશ્વોનાં નામ આપ્યાં છે, તેમ અહીં પણ આપવામાં આવ્યાં છે. ઉપલધ પ્રકાશિત વિષ્ણુધર્મોત્તરના પુસ્તકમાં આપેલાં નામે કરતાં મત્સ્યપુરાણના ચંદ્રરથના અશ્વોનાં નામ વધારે સંગત અને સ્પષ્ટ છે. વિષ્ણુધર્મોત્તરમાં મત્સ્યપુરાણના “અજ'ની જગાએ અજ; ત્રિપથની જગાએ ત્રિમન, “વા”ની જગાએ વાદી અને અંશુમાનની જગાએ અથવાફ શબ્દ વપરાયા છે; જેમને અર્થઘટન વધારે સંગત બનતું નથી. ચંદ્રરથના વર્ણનની બાબતમાં વિષ્ણુધર્મોત્તર પુરાણની વિશેષતા એ છે કે અહી રથના સારથિન પણ ખ્યાલ આપવામાં આવ્યું છે. વિષ્ણુધર્મોત્તર પ્રમાણે ચંદ્રના રથને સારથિ “અંબર” છે. " આમ મત્સ્યપુરાણમાં ચંદ્રનાં દ્વિબાહુ અને ચતુબહુ એમ બે સ્વરૂપો દર્શાવ્યાં હતાં, તે પૈકી સતબહ૩ પતો વિગણધર્મોત્તરમાં સ્વીકાર થયો છે. અને એ રૂપનિર્માણ અંગેની બાકીની વિગતે પાડવામાં આવી છે. આ પછી વિષ્ણુપુરાણમાં ઉપર મુજબ ચંદ્રના શરીરના રંગ તથા વાહન વગેરેને નિર્દેશ છે, પણ અહીં ચંદ્ર દ્વિભુજ છે કે ચતુર્ભુજ, એ સ્પષ્ટ નથી. વિષ્ણુપુરાણ મોટે ભાગે મત્સ્યપુરાણમાં (પ્રસ્તુત લેખમાં (ગ) માં) આપેલાં વરૂપને અનુસરતું હોય, એમ લાગે છે. આથી જ અહીં રથને ત્રણ પૈડાંવાળો અને તેના અશ્વો વામ અને દક્ષિણ પાર્શ્વમાં જવા, એવી સ્પષ્ટતા કરવામાં આવી છે. વિષ્ણુપુરાણકાર ચંદ્રના રથમાં યોજાયેલા અશ્વોને કુંદાભા એટલે કે મેગરાના ફૂલ જેવા સફેદ બતાવે છે. આ પછી અગ્નિપુરાણમાં જો કે ચંદ્રનું મૂર્તિવિધાન અત્યંત સંક્ષેપમાં આપ્યું છે, છતાં એની વિશેષતા એ છે કે તે ઉપરનાં બધાં પુરા કરતાં જવું પડે છે. (અહીં સંભવતઃ ચંદ્રને દ્વિભુજ માનીને) ચંદ્રના બે હાથમાં, એકમાં કંડિકા(કમંડલ) અને બીજામાં જપમાળા બતાવી છે 6 ચંદ્રનાં વસ્ત્ર Aત અને વિદ્યુત્યુંજ જેવાં ચમકદાર બતાવ્યાં છે. આથી વધારે વિગત અહીં દષ્ટિગોચર થતી નથી. આમ પૌરાણિક સાહિત્યમાં ચંદ્રને કવચિત્ દ્વિબાહુ તે કવચિત્ ચતુબહુ બતાવેલ છે. આ પછી તેના શરીર, વસ્ત્ર, આભૂષણ વગેરેનાં રંગ, વાહન તથા વાહનમાં યોજાતા અશ્વ અને એના રંગ વગેરેની બાબતમાં અહીં પ્રાયઃ સમાનતા દેખાય છે. અલબત્ત, ચંદ્રના રથને કવચિત બે પૈડાંવાળો તો કવચિત ત્રણ પકાંવાળે વર્ણવ્યું છે, એ; તથા હાથમાં મૂકાયેલી વસ્તુઓમાં અહીં સમાનતા નથી, એ ઉલ્લેખનીય છે [૨] પૌરાણિક સાહિત્યમાં ચંદ્રનું મૂર્તિવિધાન તપાસી હવે, શિલ્પશાસ્ત્રના સ્વતંત્ર ગ્રંથો અને બીજા કેટલાક ધાર્મિક ગ્રંથમાં ચંદ્રના રૂપનિર્માણ વિષેની વિગતે જોઈએ. અહીં પ્રથમ તે એ ખુલાસો કરવે જોઈએ કે, જે કે શિલ્પશાસ્ત્રના ગ્રંથે મોટે ભાગે તે પુરાણસાહિત્યનું અવલંબન કરે છે. છતાં એ એક શાસ્ત્ર તરીકે રચાતાં હોઈ તેમનાં વિધાને કંઈક અંશે સંપૂર્ણ અને સ્પષ્ટ હોય છે, એ હકીકત છે. પૌરાણિક સાહિત્યને પગલે ચાલીને અભિલક્ષિતાર્થ ચિંતામણિમાં ચંદ્રનું સ્વરૂપ આ પ્રમાણે, દર્શાવ્યું છે : “વેત દશ અશ્વો યોજેલા સ્પંદન (=રય) ઉપર આરૂઢ ચંદ્રનાં વસ્ત્રોત છે. તે દ્વિભુજ છે, દક્ષિણ હાથમાં પૃષે દરી ગદા અને વામ હાથમાં વરદ(મુદ્રા) ધારણ કરે છે.”૧૦ ૧૫૪] [સામીપ્ય : ઓકટોબર, ”૮૭ થી માર્ચ, ૧૯૮૮ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100