Book Title: Samipya 1987 Vol 04 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 52
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાજુબંધ દૃષ્ટિગોચર થાય છે. તેમણે કમર પર શંકુ ઘાટને કટિબંધ બાંધે છે. તેમના ઉત્તરીયના છેડા બંને બાજુ લટકતા જોઈ શકાય છે. શિવે ડાબા હાથમાં ડમરું ધારણ કર્યું છે. દેવી પાર્વતી દિલંગમાં ઊભાં છે. તેઓએ પગની પીંડી સુધીની સફર છ સાડી પહેરી છે. એક લાંબુ ઉત્તરીય તેમના ખભા પરથી પસાર થઈ ને ઘૂંટણ સુધી પહોંચે છે. તેમની કેશરચના ઉપર્યુક્ત પાવાગઢની પાર્વતીની કેશરચનાની જેમ બે ભાગમાં અર્થાત મસ્તક પર જટાજુટ તરીકે અને મસ્તકની પાછળ અંબોડા સ્વરૂપે ડાબા ખભા પર રહેલ નજરે પડે છે. મૌકિક કુંડલ, કંઠમાં મૌક્તિક હાર, પદયુક્ત પ્રલંબહાર, મૌક્તિક કેયૂર, મૌક્તિક કંદોરો અને પગમાં પાદવલય દષ્ટિગોચર થાય છે. દેવીએ પોતાના ડાબા હાથમાં ફળ ધારણ કર્યું છે. શિવે પાણિગ્રહણ માટે પિતાને જમણે હાથ લંબાવીને પાર્વતીને જમણો હાથ ગ્રહ્યો છે. આમાં પાણિગ્રહણ કરતે શિવનો હાથ સ્પષ્ટપણે નીચે જોવા મળે છે. પાર્વતીનું આલેખન અહીં પૂર્ણ યૌવના તરીકે થયું છે. ૯ શિવ અને પાર્વતીની વચ્ચે પગ પાસે એક નીચા કદના ગણની આકૃતિ દેખાય છે. એને ડાબે હાથ ખંડિત છે અને જમણ હાથ વડે તે કઈ વાજિંત્ર વગાડી રહ્યો છે. વર અને કન્યાના મસ્તક વચ્ચે જે વામાવત્ત કાટકોણ આકૃતિ જોવા મળે છે તે સ્વસ્તિકના નીચલા ભાગની સૂચક છે. શિવની પાછળ ઊભેલ દ્વિભૂજ અકૃતિ પોતાના ડાબા ઉપલા હાથ વડે કઈ વાજિંત્ર વગાડી રહી છે. એમાં વાજિંત્રના કેટલાક ભાગ ખંડિત થયેલ છે. આકાર પરત્વે એ વાજિંત્ર છે જણાય છે. આ દિવ્ય આકૃતિના જમણું હાથમાં કરતાલની જોડી સ્પષ્ટ નજરે પડે છે. આ અકૃતિએ શૈવેયક, હિંકાસૂત્ર, પ્રલંબહાર, કંડલ, મૌક્તિક કેયૂર અને મૌક્તિક વલય ધારણ કરેલાં છે. ટૂંકી ધોતી અને નાનું ઉત્તરીય પણ દષ્ટિગોચર થાય છે. આકૃતિને મસ્તકને તેમ જ ડાબા હાથને કેટલેક ભાગ ખડિત અને ખવાયેલ છે. તેમ છતાં મસ્તક પર ઊંચી થયેલી શિખા ધારણ કરતે જટાજૂટ સ્પષ્ટ વરતાય છે. એમના જમણા ખભા પર લાંબી ઝોળી લટકી રહી છે. આ આકૃતિને સાધુ જેવો દેખાવ જોતાં તે પ્રસિદ્ધ ઋષિ નારદની હેવાનું અનુમાન થઈ શકે. સ્કંદ પુરાણમાં મળતા વર્ણન અનસાર શિવ-પાર્વતીના વિવાહ પ્રસંગે નારદજી હાજર હતા. બન્યું હતું એમકે પાર્વતીના પિતા હિમાલયે શિવને તેમનું ગોત્ર અને કુલની માહિતી પૂછી ત્યારે એ સાંભળીને પ્રસન્ન મુખ શિવ ઉદાસ થઈ વિચારમાં પડી ગયા. આવી રીતે દેવ, ઋષિ, ગંધર્વ, મુનિ અને સિદ્ધોએ પૂછયું અને શિવને નિરુત્તર જોતાં તેઓ હસવા લાગ્યા, ત્યારે બ્રહ્માના પુત્ર નારદ વીણા વગાડવા લાગ્યા. પર્વતરાજે નારદને એ વખતે વીણું વગાડતાં રોકળ્યા. ત્યારે નારદે કહ્યું, ‘તમે શિવના ગોત્ર અને કુલ બાબત પૂછ્યું હતું, તે તેમનું ગોત્ર અને કુલ “નાદ” છે અને તેથી હું વીણા વગાડીને નાદ ઉત્પન્ન કરે છું.' આ રીતે નારદે શિવપક્ષે શિવનાં ગોત્ર અને કુલ વિશે વકીલાત કરી હતી. શિવ મહાપુરાણમાં ૫ણ ઉ૫યુક્ત પ્રસંગને અનુરૂ૫ વર્ણન મળે છે. ૧ દ પુરાણ અને શિવ મહાપુરાણુના ઉલ્લેખોના અનુસંધાનમાં જોતાં નારદની આ પ્રસંગે ઉપસ્થિતિ હતી એમ જણાય છે અને અમદાવાદના શિ૯૫ના શિપીએ શિવ-પાર્વતીના લગ્નમાં બ્રહ્મા અને વિષ્ણુની ઉપસ્થિતિવાળા અન્યત્ર જોવા મળતા પ્રસંગ કરતાં અહીં એને વિશેષ મહત્ત્વ આપ્યું હેવાનું જોવા મળે છે. નારદજી અહીં શિવની બાજુએ ઊભા રહીને ડાબા હાથે વીણુ અને જમણા હાથે કરતાલ વગાડીને નાદના સ્વામી શિવના લગ્નોત્સવને મધુર બનાવી રહ્યા છે. આ અપૂર્વ પ્રસંગ છે અને સામીપ્ય : એકબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮] [1 For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100