Book Title: Samipya 1987 Vol 04 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મિત્રક રાજી ધરસેન ૨ જાનું સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ, સુરત તામ્રપત્ર, શક સંવત ૪૦૦ હરિપ્રસાદ શાસ્ત્રી * ભારતી શેલત + વલભીના ભત્રક રાજ ધરસેન ૨ જાને નામના દાનશાસનનું બીજ પતરું વાંસદા રાજ્યના એક ગામમાં એક રાનીપરજ ખેડૂતને જમીન ખેડતાં ઉપલબ્ધ થયેલું; એનું પહેલું પતરું મળ્યું નથી. બીજું પતરું એની પાસેથી નવસારીના શ્રી મણિભાઈ દ્વિવેદીને મળેલું. એમણે પછી એ પતરું કલકત્તાના ઇન્ડિયન મ્યુઝિયમના શ્રી ચક્રવતીને મોકલેલું. શ્રી ચક્રવતીના વાચન પરથી શ્રી દિવેદીએ પતરામાંની વિગતે અંગેની નોંધ તેમજ પતરાનો ફોટોગ્રાફ એમના “ પુરાતન દક્ષિણ ગુજરાત” પુસ્તકમાં રજૂ કર્યો છે. આ પતરુ વષોથી સુરતના સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમમાં રખાયું છે. લેખકને આ તામ્રપત્રને ફોટોગ્રાફ અને એનું રબિંગ સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ, સુરત પાસેથી મળ્યાં છે. દાનશાસનનું આ પતરું વાંચી એનું લિવ્યંતર સાથેનું વિવેચન પતરાના ફોટા સાથે (ચિત્ર-૧) અહીં રજૂ કરવામાં આવ્યું છે. દાનશાસનના ફેટમાફ અને રબિંગ પૂરાં પાડવા બદલ અમે સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ, સુરતના આભારી છીએ. ડે. પ્ર. ચિ. પરીખે સુરતની મુલાકાત દરમ્યાન આ તામ્રપત્રમાંના કેટલાક સંદિગ્ધ શબ્દો જાતે જોઈ તેનો પાઠ સૂચવ્યો તે માટે તેમને પણ આભાર માનીએ છીએ. દાનશાસનના આ બીજા પતરાનું માપ ૨૬.૫ સે.મી. × ૧૭ સે.મી. છે. એના લખાણવાળા ભાગનું માપ ૨૫.૫ સે.મી. × ૧૬.૫ સે.મી. છે પતરાની કિનારી ચારે બાજુથી ઉપસાવેલી છે. ઉપરના ભાગમાં કિનારીની નીચે કડી માટે બે ગોળ કાણું છે. પતરાનું વજન ૯૫૦ ગ્રામ છે. આ પતરા ઉપર કુલ ૧૫ પંક્તિ કોતરેલી છે. દરેક પંક્તિમાં અક્ષરોની સંખ્યા ૪૫ થી ૪૬ ની છે. અક્ષરનું સરેરાશ કદ ૧ સે.મી. × ૦.૫ સે.મી. છે. ૨ દાનશાસનનું લખાણ અનુમૈત્રકકાલની પશ્ચિમી શૈલીની બ્રાહ્મી લિપિમાં કોતરેલું છે. લેખમાંના અક્ષરવિન્યાસની કેટલીક લાક્ષણિકતાઓ નીચે મુજબ છે : 5. સંયુક્ત વ્યંજરામાં ૬ પછી આવતા વ્યંજનને બેવડાવવાનું વૈકલ્પિક વલણઃ જેમ કે પૂર્વતઃ (૫. ૨), ° ઇવ (પં. ૪), વર્ગ (૫. ૫), ° fમર્મ ° (૫. ૧૦), ઇમર્થ (૫.૧૨); ૨. અનસ્વારના સ્થાને કેટલીક વાર અનુનાસિકનો પ્રયોગ, જેમકે (૫. ૧); સેદ્ર (. ૩), ૦ માનદ્રા ૦ (૫. ૪), વિદ્° (૫ ૮), • જય ° (પં. ૮), રાજુમતા (પં. ૧૨); 2. વાકય કે પંક્તિના અંતે મ ને બદલે અનુસ્વારનો અશુદ્ધ પ્રોગ, જેમ કે (૫. ૯), જસં પં. ૧૦), gr (૫. ૧૪); * માનાર્હ અધ્યાપક, ભો.જે. વિદ્યાભવન, અમદાવાદ + રીડર, ભો છે. વિદ્યાભવન, અમદાવાદ સામીપ્ય ઃ એકબર, '૮૭થી માર્ચ, ૧૯૮૮]. [૧૨૭ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100