Book Title: Samipya 1987 Vol 04 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આર્યસંસ્કૃતિ અને પંચ-મકારી
જયદેવ અ, જાની, *
આર્યસંસ્કૃતિ જગતની પ્રાચીનતમ જીવંત સંસ્કૃતિ છે. આર્યસંસ્કૃતિના વેદ, વેદાંત, ધર્મશાસ્ત્ર જેવા સાહિત્યમાં દષ્ટિપાત કરતાં જણાય છે કે આર્ય સંસ્કૃતિ કાળક્રમે રાષ્ટ્રિય, સામાજિક અને વૈયક્તિક ધારાધોરણે પશતામાંથી માનવતા અને માનવતામાંથી દિવ્યતા તરફ વ્યક્તિને લઈ જવાના પ્રયાસ આપણા પ્રાચીન ઋષિમુનિઓએ અવિરતપણે કર્યા છે. સૃષ્ટિ, સૃષ્ટિને માનવ, માનવનું મન, મનનાં કાર્યો અને તેનું નિયમન અને તે નિયમન દ્વારા થતી ઉચ્ચ અવસ્થાઓનું આર્યગ્રંથમાં સર્વતગ્રાહી વિવેચન જોવા મળે છે. પ્રાચીન સમયથી સુષ્ટિના ક્રમથી સંપૂર્ણ જ્ઞાત ઋષિઓનો અભિગમ માનવલક્ષી રહ્યો છે. માનવની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસયાત્રામાં ઋષિઓનું અપૂર્વ યોગદાન છે. તેમાં રહેલી પ્રકતિતવની ઉપાસના, ઉપનિષદોની તાત્વિક વિચારધારા, પુરાણે માં વર્ણિત ઇતિહાસ વગેરેમાં એક અનોખી પણ અનુપમ શૈલીના દર્શન થાય છે.
પંચ આકારનું સેવન આજે પણ કેટલાક સંપ્રદાયમાં જોવા મળે છે. પંચ મકાર એટલે મધસુરા, માંસ, મત્સ્ય, મિથુન અને મુદ્રા' આમ પંચ મકાર એટલે મ અક્ષરથી શરૂ થતા પાંચ પદાર્થો જેનું સેવન લેકે કરતા હોય છે. આ શબ્દો મૂળ અર્થમાં પ્રાચીન કાળમાં હતા. આર્યો આ પાંચ પદાર્થોનું સેવન કરતા. તાંત્રિક પરંપરાના કૌલ સંપ્રદાયમાં આજે ય આ પંચમકારનું સેવન થતું જોવા સાંભળવા મળે છે. વૈદિક કાળમાં હિંસા થતી તે વાતને નકારી શકાય તેમ નથી, કારણ કે ઘણું યામાં દેવને બલિ તરીકે પશુનું બલિદાન કરવામાં આવતું. પરંતુ તે પછીના શ્રોતસૂત્રો અને ગૃહ્યસૂત્રમાં હિંસાને મર્યાદિત કરવામાં આવી અને કેવળ યજ્ઞ પૂરતી મર્યાદિત રાખીને કહેવામાં આવ્યું કે યજ્ઞમાં થતી હિંસાને હિંસા ન કહેવાય. (યજ્ઞયા fફસા fફ્રકા), તેનું કારણ એ બતાવવામાં આવ્યું કે યજ્ઞની હિંસા વેદમાં વિહિત-વિધાન કરાયેલી છે. (વિહિતસ્વા.)* પરંતુ ઉપનિષકાળમાં આ હિંસાને તાત્વિક–આધ્યાત્મિક અર્થમાં ઘટાવવામાં આવી. તેનું વિશદ વ્યાખ્યાન બૃહદારણ્યક ઉપનિષદના પ્રથમ અધ્યાયના અશ્વમેધ યજ્ઞના સૃષ્ટિ પરક અર્થ પરથી સ્પષ્ટ થાય છે.
ઉપનિષદના આધ્યાત્મિક અર્થ પ્રમાણે પંચ મકારનો અર્થ સંપૂર્ણ રીતે બદલાઈ ગયેલો જોવા મળે છે. તે મુજબ
૧. મઘ–પરમબ્રહ્મ પરમાત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે તેનું આનંદમયરૂપ સાધકને મદ-હર્ષિત કરનારું હોઈ બ્રહ્મજ્ઞાન જ મઘ છે.'
૨, માંસ-આ શબ્દના બે ભાગ કરે છે. મા એટલે જીભ અને સ એટલે રસ તેને જે ભક્ષે એટલે કે જીભની ચટાકેદાર સ્વાદવૃત્તિનું જ ભક્ષણ કરી જવું એ જ માંસભક્ષણ છે ૫ આમ માંસભક્ષણ એટલે સ્વાદવૃત્તિ પર વિજય.
જ અધ્યાપક સંસ્કૃત વિભાગ, મ. સ. યુનિવર્સિટી, વડોદરા સામીપ્ય : ઍકબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮].
[૧૩૫
For Private and Personal Use Only