Book Title: Samipya 1987 Vol 04 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિવવિવાહને લગતી ગુજરાતમાંથી પ્રાપ્ત બે વિરલ પ્રતિમા
--પ્રવીણચંદ્ર પરીખ
For Private and Personal Use Only
*
શિવવિવાહ દેવાના વિવાહે।માં અનોખી ભાત પાડે છે. વસ્તુત: શિવ સિવાય કોઈ અન્ય દેવતાનાં લગ્ન વિષે કર્યાંય પુરાણોમાં કે ખીજા શાસ્ત્રીય ગ્રંથમાં નિરૂપણ મળતું નથી.
આ શિવ-વિવાહનું મૂર્તિવિધાન પુરાણા ઉપરાંત શિલ્પશાસ્ત્રોમાં પણ અપાયું છે. સ્ક ંદ પુરાણુ, શિવ મહાપુરાણુ, અંશુમદ્બેદાગમ, પૂર્વાંકારણાગમ, ઉત્તર-કામિકાગમ અને શ્રીતત્ત્તનિધિ જેવા ગ્રંથામાં શિવ-પાર્વતીના લગ્ન-પ્રસંગને કલ્યાણુ સુંદર' તરીકે ઓળખાવ્યા છે. હિંદુ મૂર્તિવિધાનના મૂધન્ય વિદ્વાન શ્રી ટી. ગોપીનાથ રાવે તેમના Elements ot Hindu Iconography નામના પ્રસિદ્ધ પુસ્તકમાંર આવી સાત મૂર્તિએ વણવી છે, જેમાંની એક ઇલેરામાં અને એક ધારાપુરી(એલિફન્ટા)ની પ્રસિદ્ધ છે. ગુજરાતમાં પાવાગઢમાંની આ સ્વરૂપની એક મૂર્તિને ઉલ્લેખ શ્રી ક. ભાવે અને ડૉ. ઉ. પ્રે. શાહે૪ કરેલા છે, પરંતુ તેઓએ એનું વણૅન આપ્યું નથી. અહીં પાવાગઢની એ મૂતિ ઉપરાંત અમદાવાદમાં પણ એક આ પ્રકારની મૂતિની જાણકારી અનાયાસ પ્રાપ્ત થતાં એ ખતેનું અહીં અવલાકન પ્રગટ કરવામાં આવે છે.
આમાં પાવાગઢના શિલ્પપ (યિત્ર-૨)નું અભિધાન શ્રી ક. ભા. દવે અને શ્રી ઉ. પ્રે, શાહે ‘કલ્યાણુ સુંદર મૂર્તિ’ તરીકે કયુ`' છે, પરંતુ આ શિપનું અવલે!કન કરતાં એમાંને પ્રસંગ પાણિગ્રહણુતા નહિ પણ પાણિગ્રહણ પછીની વિધિ દર્શાવતા જાય છે. આ શિલ્પ પાવાગઢના લકુલીશ મંદિરના વાડામાં છૂટું પડેલું છે. આ શિલ્પા ફોટોગ્રાફ ઉપલબ્ધ કરવા માટે અમેરિકન ઇન્સ્ટિટયૂટ ઑફ ઇન્ડિયન સ્ટડીઝ, વારાણુસીતા હું...આભારી છું.
શિવવિવાહને લગતા આ શિલ્પમાં શિવની ડાબી બાજુએ પાર્વતી ઊભાં છે. શિવ સમભગમાં અને પાર્વતી ત્રિભંગમાં ઊભેલાં છે. શિત્ર ચતુર્ભુજ છે, જ્યારે પાતી દ્વિભૂજ છે. શિવે જમણા ઉપલા હાથમાં ત્રિશૂલ (જેતા ઉપરમા ભાગ ખ`ડિત છે) અને ડાખા ઉપલા હાથમાં નાગ ધારણ કરેલ છે. તેઓ ડાબા નીચલા હાથ વડે પાવ તીને આલિંગન આપે છે. શિવને જમણા નીચલા હાથ અને પાતીના ખતે હાથ, આમ ત્રણેય હાથ વડે કોઈ વસ્તુ ધારણ કરેલ છે. એમાં શિવતા હાથ ઉપર અને પાતીના હાથ એની નીચે રાખેલ છે. શિવ અને પાવંતીના જાનુ પર થઈને પસાર થતુ વર-કન્યાનું છેડા-ગાંઠણું સ્પષ્ટપણે જોઈ શકાય છે. શિવ અને પાર્વતીના પગની વચ્ચેથી દેખાતા ગાળામાં બ્રહ્મા વીરાસનમાં બેસીને હેમ કરતા જોવા મળે છે. તેમનાં ત્રિમુખ સ્પષ્ટ દેખાય છે. તેમની સંમુખ નાનું સરખું ચારસ ઘટનુ વેદિપાત્ર રાખેલુ છે, જેમાં તેએ જમણા ઉપલા હાથમાં ધારણ કરેલા ધ્રુવ વડે આહુતિ આપી રહ્યા છે. તેમના જમણે નીચલા હાથ અસ્પષ્ટ છે, જ્યારે ડાખા ઉપલા હાથમાં પુસ્તક અને ડાબે નીચલા હાથ હૃદય આગળ રાખીને જાણે કે તે આહુતિ ગણુતા હોય એ પ્રકારનેા ભાવ દર્શાવે છે. તેમના હાથમાં અક્ષમાલા છે કે નહિ તે સ્પષ્ટ થતું નથી. * અધ્યક્ષ, ભા. જે. વિદ્યાભવન, અમદાવાદ
સામીપ્ય : ઑકટોબર, ’૮૭ થી માર્ચ, ૧૯૮૮]
[૧૫૯