Book Title: Samipya 1987 Vol 04 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાંખ્યા મુજબ આ રેવના પિતાનું નામ પણ ભિન્ન-ભિન્ન છે. શક સંવતવાળાં આ બધાં બનાવટી દાનશાસને લખનારે રેવનું નામ ગુર્જર વંશના રાજા દ૬ ૨ જાનાં પ્રમાણિત દાનશાસનમાં આપેલી વિગતમાંથી લીધું લાગે છે ક. સ. ૩૮૦, ૩૮૫ અને ૩૮૨(ઈ. સ૬૨૯, ૬૩૪ અને ૬૪૨)નાં એ દાનશાસનેમાં રેવને સંધિવિગ્રહાધિકૃત કહ્યો છે, પણ એના પિતાનું નામ જણાવ્યું નથી.
આ રાજાનાં શક વર્ષ ૪૦૦ નાં બંને દાનશાસનમાં રાજાના સ્વહસ્ત “શ્રી ધરસેનદેવ'ના નામે આપેલા છે, જ્યારે એના વલભી સંવતવાળા ૧૬ દાનશાસનમાં એ “મહારાજ શ્રી ધરસેન’ નું નામ ધરાવે છે. મૈત્રક વંશના દાનશાસનોમાં રાજાના નામના અંતે “દેવ” શબ્દનો ઉમેરો ધરસેન ૨ જાના આઠમા ઉત્તરાધિકારી શલાદિત્ય ૩ જા(લગ ઈ. સ. ૯૬૦-૬૮૫) ના સમયથી શરૂ થયો છે. દક્ષિણુ ગુજરાતના રાજમાં મૈત્રકકાલના ગુજર રાજ્યનાં દાનશાસનમાં ય રાજાના નામમાં “દેવ” નામાન્ત દેખા દેતો નથી, જ્યારે અનુમૈત્રકકાલીન રાષ્ટ્ર રાજ્યનાં દાનશાસનમાં રાજાના નામના અંતે “દેવ” શબ્દ હમેશાં દેખા દે છે. આ ત્રણેય મુદ્દાઓ પરથી પ્રસ્તુત દાનશાસન ધરસેન ૨ જાના શક વર્ષ ૪૦૦ ના પહેલા દાનશાસનની જેમ તથા નાંદીપુરીના ગુર્જર રાજા દ૬ ૨ જાનાં શક વર્ષ ૪૦૦-૪૧૭ નાં દાનશાસનોની જેમ બનાવટી હોવાનું સારી રીતે સ્પષ્ટ થાય છે.
ઉપર જણાવેલા ત્રણ મુદ્દાઓ ઉપરાંત બીજા કેટલાક મુદ્દા પણ આ અનુમા અને સમર્થન આપે છે.
પ્રસ્તુત દાનશાસનનું પહેલું પતરુ' મળ્યું હોત, તો ધરસેન ૨ જાના શક સં. ૪૦૦ ના પહેલા દાનશાસનની જેમ એમાં પણ વંશાવળીની ગરબડ જોવા મળી હોત. સંબોધિત અધિકારીઓના હોદ્દાઓ પણ મૈત્રક રાજપને બદલે રાષ્ટ્ર રાજ્યને અનુલક્ષીને અપાયા હતા. વળી પ્રતિગ્રહીતાના સ્થાન, ગોત્ર, વેદ અને પિતાની એવી વિગત પણ મળી હત. આ તામ્રપત્ર સાથે રાજમુદ્રાની છાપ મળી હોત, તો તેમાં પણ એવી જ અસંગતિ જોવા મળત.
ધરસેન ૨ જાનાં શ. સં. ૪૦૦ નાં બંને દાનશાસનોમાં તેમજ દ૬ ૨ જાનાં શ, સં. ૪૦૦૪૧૭નાં ત્રણેય દાનશાસનમાં પ્રતિગ્રહીતાના નામમાં ચતુથીને પ્રત્યય ઉમેરો રહી શકે છે.
દાનશાસનમાં મુખ્ય હકીકત ૫છી આવતા અનેક શબ્દ પ્રયોગ પણ રાષ્ટ્રકૂટ દાનશાસનના અનુકરની ચાડી ખાય છે, જેમ કે રતુદાદાવિશુદ્ધ, પુત્ર પૌત્રાવાત્રામેથિક, સામ્યતfસદ્ધયા, बिन्दु (विद्यु?)ल्लोलान्यनित्यान्यैश्वर्याणि तृणाग्रलग्नजलबिन्दुचञ्चलं च जीवितमाकलय्य स्वदायनिविशेषः,
શ્રાજ્ઞાનતિમિરાત-તિરાgિવાત ઇત્યાદિ. વળી, વ્યાસના શ્લોકમાં પણ પૂર્વત્તા બ્રિગતિ ચાતૃક્ષ gધષ્ઠિર ! ને બદલે હવવત્ત જરા યા જનાક્ષ નરાધિ ! એવો પાઠ પણ રાષ્ટ્રકૂટોનાં દાનશાસનમાં પ્રયોજાયો છે. આમાંના કેટલાક શબ્દપ્રયોગ મૈત્રકકાલીન ગુજરોનાં દાનશા સનમાં પણ પ્રયોજાતા, પરંતુ બીજા કેટલાક શબ્દપ્રયોગ તેમજ દનને લગતા મુખ્ય લખાણની અંદર સંવતમાં અપાતી મિતિ કેવળ રાષ્ટ્રોનાં દાનશાસનમાં જ આપેલ છે.
પ્રસ્તુત દાનશાસનના અક્ષરોના મરોડાને મૈત્રકે, ગુર્જર અને રાષ્ટ્રકૂટોનાં દાનશાસનના અક્ષરોની મરોડ સાથે સરખાવતાં માલૂમ પડે છે કે (1) 7, ૧, ૨, , ૫, ૬, ૨, ૩, ૬ અને ૪ જેવા અક્ષરોના મરોડ ત્રણેય રાજવંશનાં દાનશાસનોમાં લગભગ સરખા છે, (૨) , ૪, ત અને ૪ ના મરાડ માત્ર ગુજરો અને રાષ્ટ્રોનાં આરંભિક દાનશાસનમાંના મરડે સાથે મળતા આવે છે, (૩) ચા, , , અને ૪ ના મરોડ માત્ર રાષ્ટ્રકટોનાં દાનશાસનમાંના મરોડ સાથે સામ્ય ધરાવે છે ને તે પણ રાષ્ટ્રકટ શાસનમાં પૂર્વાર્ધમાં પ્રયોજાયેલ દક્ષિણી શૈલીના મરોડ સાથે અને (૪)
સામીપ્ય : ઓકટોબર, '૮૭ થી માર્ચ, ૧૯૮૮]
[1
For Private and Personal Use Only