Book Title: Sadhuta ni Pagdandi Part 5 Author(s): Manilal Patel Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad View full book textPage 6
________________ સંતની વાણી : સતની સરવાણી પ્રસ્તાવના પગદંડીનો આ પાંચમો ભાગ છે. ચોથો ભાગ સન ૧૯૫૧ની એપ્રિલની પહેલી તારીખથી ૧૩મી જુલાઈ, ૧૯૫૩ સુધીના ગાળાનો હતો. આ પાંચમો ભાગ સન ૧૯પ૩ના નવેમ્બરની ૨૨મીથી શરૂ થઈ ૧૭ નવેમ્બર, ૧૯૫૬ સુધીના સમયને આવરી લે છે. એ રીતે આ ત્રિવર્ષિય ગાળો છે. સાવરકુંડલાના ચાતુર્માસ પૂરા થતાં વિહાર શરૂ થાય છે - તે ધોળકા ચાતુર્માસમાં અટકે છે ત્યાં સુધીની વિગત આ ગ્રંથમાં આવરી લેવામાં આવી છે. આમ તો પ્રત્યેક ચાતુર્માસ ધર્મદષ્ટિએ પ્રજાઘડતરની રીતે કંઈ ને કંઈ પોતાનું સંભારણું મૂકતા જાય છે, જેમ સાવરકુંડલામાં ભૂમિદાન અને વિવિધ સંગઠનો અંગે વિચાર સફાઈ થઈ, ગામે તેમને ચાર માસ સુધી સાચવ્યા – એટલે કે તેમના અતિથિઓને, અને તેમની પ્રવૃત્તિઓને સમજવા કોશિષ કરી. એટલે પોતાની પ્રસન્નતા તો રજૂ કરે છે, પરંતુ બાળકો અને બહેનોની જાહેરમાં શૌચની આદત ગઈ નથી, એટલે તેમને તથા આગેવાનોને વિનંતી કરતા જાય છે. એક જૈન સાધુ અને જાહેર શૌચને સીધો સંબંધ કંઈ ખરો? તેમ છતાં ધર્મનો પાયો શૌચમાં છે, અને તેમાં રોજિંદી ક્રિયામાં છે, એ તરફ પ્રજાનું ધ્યાન દોરે છે, આ ગ્રંથના ત્રણ વર્ષના ગાળામાં તેમણે ત્રણ સ્થળે ચાતુર્માસ ગાળ્યા. લાઠીમાં ૩જી જુલાઈ ૧૯૫૪માં પ્રવેશ કરે છે. ત્યાંથી ૧૧-૧૧-૫૪ એ ચાતુર્માસ પૂરા થયા તે દરમિયાન ઘણી મહત્ત્વની ઘટનાઓ બને છે. આનાથી સહેજ ઓછો કાળ એટલે કે ત્રણેક માસ જેટલો સમય - કદાચ તેમના જીવનમાં આ પહેલો જ પ્રસંગ હશે કે આટલો લાંબો સમય એક સ્થળે ચાતુર્માસ સિવાય રહેવાનું આવ્યું હોય ! એનું મુખ્ય કારણ તેમના નાકની હાડકી વધતી હતી, અને અનુનાસિક શબ્દો સ્પષ્ટ ઉચ્ચારી શકાતા નહોતા, ઉપરાંત વધરાવળનું પણ દર્દ હતું. તેથી ભાવનગર ત્રણ માસ જેટલું લાંબું રોકાવું પડ્યું. ૧૯૫૫ના ચાતુર્માસ તેમણે પાલનપુરમાં ગાળ્યા ત્યાં શુદ્ધિપ્રયોગનો મોટો પ્રશ્ન આવી રહેતાં ગુજરાતભરમાં તેની ચકચાર થયેલ. પરંતુ એ વિગત અહીં આપી નથી. ૯મી જુલાઈ, ૧૯પ૬ના દિને તેમણે ધોળકામાં પ્રવેશ કર્યો અને પ્રથમ દિવસે જ સાત દિવસના ઉપવાસની જાહેરાત કરી આ વખતના સૌરાષ્ટ્રના પ્રવાસમાં તેમણે ભૂદાન અને ગ્રામ સંગઠનના પ્રશ્નો ઉપરાત શેત્રુંજી કાંઠા પ્રાયોગિક સંઘની યોજના પણ રજૂ કરી હતી. પણ આગળના વર્ષના પ્રવાસની જેમ આ પ્રવાસમાં ભલે થોડો સમય યાત્રા સ્થગિત રહી, પણPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 336