Book Title: Sadhnapath Ane Aatmgyan
Author(s): Rajubhai Laherchand Shah
Publisher: Rajubhai Laherchand Shah

View full book text
Previous | Next

Page 5
________________ Kaaaaaaaooooooooo-ana 4 ને ? અહાહા... એ ખપી જીવ તો કેવું અનંતનિધાન પામી પરિકૃતાર્થ થઈ શકશે એ વર્ણવી શકાતું નથી. સુપાત્ર સાધકના સાધનામય જીવનમાં આમૂલ ક્રાંતિ આણનારું આ સર્જન છે. કેવળ લખવા ખાતર આ ગ્રંથ લખાયેલ નથી. સહેજે સહેજે જે આંતરસ્ફૂરણા થઈ એને થોડા સહજશ્રમથી શબ્દદેહ આપેલ છે. આથી વાચકને આખા ગ્રંથમાં ક્યાંય કૃત્રિમતા જેવું લાગશે નહીં. ખૂબ સહજભાવે હૃદયના ઊંડાણમાંથી જે અંતરોધ ઉદિત થયો એને જ આલેખીત કરેલ છે. ખૂબ ખૂબ ઠરેલ હૈયે આ લેખનકાર્ય થયું હોય; વાચક પણ જેમ બને તેમ વધુમાં વધુ ઠરેલ હૈયે પ્રસ્તુત ગ્રંથ વાંચશે તો અમૃતતૂલ્ય અનુભવ લાધશે. એ પણ જણાવવું જરૂરી છે કે હકીકતમાં અમારી જ જાતને ગહન પ્રેરણા આપવા આ ગ્રંથ અમે અમારા જ સ્વાધ્યાય હેતુ સર્જેલ છે. એથી ખપી સાધકોને પ્રસ્તુત ગ્રંથ વડે જેટલી પ્રગાઢ પ્રેરણા ઉપલબ્ધ થશે એટલી જ પ્રગાઢ પ્રેરણા અમને પણ પ્રસ્તુત ગ્રંથ વડે આજીવન મળતી રહેશે. આ ગ્રંથ એક-બે વાર વાંચી મૂકી દેવા યોગ્ય નથી. પણ અવારનવાર અવગાહન કરવા યોગ્ય છે એવું અત્યંત વિનમ્રપણે જણાવીએ છીએ. પ્રસ્તુત ગ્રંથ એક મૌલિક સર્જન હોવા છતાં અમે સહ્રદયતાથી કબૂલીએ છીએ કે ન માલૂમ કેટલાય પ્રબોધકો અને લેખકોની દેણગી અમારા જીવન ઉપર છે. સત્તા ઇશારા સ્થાને સ્થાનેથી અમને પણ ઉપલબ્ધ થયા છે. આપણે સહુએ એ ઇશારા ઉપરથી ભીતરના ભગવત્સ્વરૂપ ભણી વળી જઈ; અનંત સમાધિ સુખમાં ડૂબી જઈ; દુનિયાથી ખોવાય જવાનું છે. અહાહા... આવું અનંત ઉત્ક્રાંત પરીવર્તન પામવા નિમિત્તરૂપ આ સર્જન, છે. આ જ જનમમાં કોઈ નવો અમિતભવ્ય અવતાર પામવાની કેટકેટલીય કૂંચીઓ પ્રસ્તુત ગ્રંથમાં મોજૂદ છે. આ ગ્રંથના આરંભકાળે આ ગ્રંથનું નામ ચારિત્રઘડતરની ચાવીઓ' રાખવા ભાવના હતી. લખતા લખતા અઢી હજાર જેટલી ચાવીઓ 穴 ¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤☐☐☐☐☐☐☐☐0000000

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 406