Book Title: Sadhnapath Ane Aatmgyan Author(s): Rajubhai Laherchand Shah Publisher: Rajubhai Laherchand Shah View full book textPage 4
________________ 些 ¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤ 3 સત્નો ઇશારો ઇશારા માત્રમાં આખી વાતનો મર્મ પામી જઈ શકે એવા ગુણીયલ સાધકો માટે આ ગ્રંથ રચાયેલ છે. સત્ વસ્તુ જ એવી અનોખી છે કે એ કોઈવડે કોઈને પમાડી શકાતી નથી. હા, એનો આછોપાતળો ઇશારો જરૂર કરી શકાય છે. પણ ઇશારાથી સમજનારા જીવો સદાય વિરલ જ રહેવાના, અસત્ની અનુરાગી આ દુનિયામાં પરમ સત્નો પ્રબળ ખપ પણ કેટલા સુભાગી જીવોને હશે ? દુનિયા આખી તો જાણે પોતે સત્ પામી ચૂકેલ હોય એવી પ્રગાઢ ભ્રાંતિમાં જ જીવે છે. કાશ, પોતાને પામેલ જ માનનાર ગહન પિપાસાથી પરિખોજ કરે એ સંભવ ક્યાં છે ? સત્ત્ને ખોજવાની ખરેખરી તાલાવેલી જેને નથી : સત્ વિના રહી ન શકાય – જીવી જ ન શકાય – એવી અદમ્ય પિપાસા જેને નથી; એની પાસે આખી જ્ઞાનગંગા લાવી મૂકો તો ય એનું મૂલ્ય એ કેટલું સમજી શકે ? ખરેખરો ખપ જાગ્યા વિના સ્વાધ્યાયનું તપ થઈ શકતું નથી. આંગળીના વેઢે ગણી શકાય એટલા ખપી જીવો માટે જ ખરેખર આ સર્જન અમારા વડે ઉદ્ભવેલ છે. તો ય આ તો સો ઇશારો માત્ર છે. સાધકને એ અંતર્મુખ થઈ; આત્મરમણતામાં જ ઓતપ્રોત થઈ જવા પ્રેરે છે. દુનિયાનો અને દુન્યવી પદાર્થોનો વ્યામોહ જેનો અલ્પ થઈ ચૂકેલ છે; સુખ માટેની બાહ્યદોટ જેની સાવ મંદ પડી ચૂકેલ છે; અને સચ્ચાઈભર્યા અંતઃકરણથી જેઓ અપાર્થીવસુખની ખોજમાં છે; એવા જીવોને જ સત્નો ઇશારો, પોતાના સસ્વરૂપ ભણી પાછા વળી જવા ઇજન-આમંત્રણ આપે છે. એક નાના-શા ઇશારાથી ઇંગીત તો ખરેખરો ખપી જીવ જ સમજી શકે ¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤DOQOD ¤¤¤¤☐☐¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 406