________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ વિવેદન : સજ્જન પક્ષ તરફથી કોઈ ભય નથી! સજ્જન પુરુષોના સ્વભાવમાં શંકા કરવાનું કોઈ કારણ નથી.
સજ્જનોનો આ સ્વભાવ છે. તેઓ બીજાના ગુણ જ ગ્રહણ કરતા હોય છે. બીજાના દોષ તો જુએ જ નહીં, જોવાઈ જાય તો મૌન ધારણ કરે. ભલેને દોપોથી ભરપૂર ગ્રંથ હોય, સજ્જનોની ગુણદૃષ્ટિ એમાંથી પણ ગુણ શોધી કાઢ! ગુણોને શોધી કાઢવામાં તેઓ કુશળ હોય છે!
જ્યાં દોષ હોય ત્યાં ગુણ હોય જ! હા, છાયા હોય એટલે કોઈ ને કોઈ જીવાત્મા હોય જ, કોઈ ને કોઈ પદાર્થ હોય જ; તેમ જીવાત્મામાં દોષ હોય એટલે ગુણ હોય છે, એ વાત માની ગુણોની પરિશોધ કરો, અવશ્ય ગુણો મળશે જ-સજ્જનોની સૂક્ષ્મ દૃષ્ટિ ગુણ શોધી કાઢે છે અને એ ગુણોનું જ ઉત્કીર્તન કરે છે, ગુણાગાન કરે છે.
શું સજ્જન બનવા માટે આ ગુણદષ્ટિ અનિવાર્ય નથી? અન્ય જીવાના ગુણ જ જોવા અનિવાર્ય નથી? શું બીજા જીવોના દોષ જોવા છતાં અને બોલવા છતાં આપણી સજ્જનતા અખંડિત રહી શકશે? બીજા જીવોના ગુણ ન જોઈએ, ગુણ-કીર્તન ન કરીએ, છતાં આપણે સજ્જન? ભ્રમણામાં ન રહો. જો આપણે બીજા જીવોના ગુણ જોઈ શકતા નથી, ગુણાનુવાદ કરી શકતા નથી, તો આપણો સજ્જન નથી જ. જો આપણે બીજા જીવોના દોષો જોઈએ છીએ તો આપણે સજ્જન નથી જ, અને જો આપણામાં સજનતા નથી, તો પછી આપણે શ્રાવક હોઈ શકીએ? આપણે સાધુ હોઈ શકીએ? ના રે ના. શ્રાવકત્વ અને સાધુતા સજ્જનતા વિના સંભવી જ ન શકે.
જ્યાં સુધી જીવાત્મા આઠ કમાંથી બંધાયેલો છે, છબસ્થ છે, ત્યાં સુધી એનામાં અનન્ત દોષો રહેવાના જ. ગુણો તો થોડા જ હોય; આ એક સાવ સાચી પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિમાં પણ આપણે ગુણો જ જોવાના છે! દોપ નથી જ જોવાના, જો આપણે સજ્જન બન્યા રહેવું હોય તો. જો કે સજજનો તો સ્વાભાવિક રીતે જ ગુણદૃષ્ટા હોય છે! સ્વભાવતઃ જ તેઓની દષ્ટિ ગુણગ્રાહી હોય છે, સ્વભાવતા જ તેઓ પરગુણરાગી હોય છે.
આવા મહાપુરુષો શું આ ગ્રંથની ઉપાદેયતા નહીં સ્વીકારે? અવશ્ય સ્વીકારવાના. ગ્રંથકાર, સજ્જન પુરુષો તરફથી આ અપેક્ષા રાખે છે. તેઓ અતિનિપુણ બુદ્ધિમાનોને પણ લલકારે છેશું તમે સજ્જનોના સ્વભાવ અંગે બીજી કોઈ કલ્પના કરી શકો એમ છો? શું એવું એક પણ કારણ બતાવી શકશો કે જેથી “સજ્જનો પણ દોષ જુએ.” એ વાત સિદ્ધ થાય? નહીં જ બતાવી શકો.”
For Private And Personal Use Only