________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ છે; તેમને જોઈને કરુણાપૂર્ણ હૃદયવાળા સંતપુરુષો જેઓ આ રાગ-દ્રુપના ભાવરોગોના કુશળ ચિકિત્સક હોય છે, તેઓ કહે છે :
જો તમારે આ રાગ-દ્વેષના ભીષણ દાહજ્વરમાંથી બચવું હોય તો વૈરાગ્યભાવમાં દઢ કરનારા, પ્રશમભાવમાં અભિરુચિ પ્રગટાવનારા ગ્રંથોનું પુનઃ પુનઃ અધ્યયન કરો. એના એ ગ્રંથોનો વારંવાર સ્વાધ્યાય કરો. મનન કરો.. અને જો એવી શક્તિ હોય તો વૈરાગ્ય-ભાવના ઉત્પાદક ગ્રંથોની રચના કરો
તો તમે એ કરુણાવંત સંતપુરુષને શું કહેશો? એના એ ગ્રંથોનો રોજ સ્વાધ્યાય કરવામાં.. એના એ ગ્રંથો લખવામાં ‘પુનરુક્તિ-દોપ આવે, માટે હું સ્વાધ્યાય નહીં કરું! માટે હું ગ્રંથ રચના નહીં કરું
ના રે ના! જે મુમુક્ષુ આત્માને રાગ-દ્વેષ વ્યાધિ લાગ્યા, રોગ સમજાય, એ તો વૈરાગ્ય-ગ્રંથોનું પુનઃ પુનઃ પરિશીલન કરવાનો જ. વૈરાગ્યગ્રંથોનું સર્જન કરવાનો જ. એ કરવામાં ‘પુનરુક્તિ' દોષરૂપ નથી, ગુણરૂપ છે!”
મંત્ર! ગારુડી મંત્ર!
કાળોતરો ડર્યો હોય, શરીરમાં અગન-અગન લાગી હોય.. ઘોર વેદનાનો તરફડાટ હોય, ત્યાં સર્પનું ઝેર ઉતારનાર માન્નિકને બોલાવવામાં આવે, માંત્રિક “વિષાપહાર મંત્રનો જાપ આરંભી દે. એનો એ મંત્ર પુનઃ પુનઃ બોલે. એ વખતે “પુનરુક્તિ' દોષ લાગે? અને એ દોષના ભયથી પુનઃ પુનઃ મંત્રોચ્ચાર શું ન કરે? ન કરે તો શરીરમાં વ્યાપેલું વિષ ઊતરે ખરું ?
જેમ જેમ એ વિષાપહાર મંત્રનો જાપ કરતો જાય, તેમ તેમ પ્રતિક્ષણ વિષનો પ્રભાવ ઘટતો જાય છે, ઝેર ઊતરતું જાય છે. એનાં એ જ મંત્રપદો! વારંવાર એનું ઉચ્ચારણ! ઝેરને ઊતરે જ છૂટકો!
જ્યાં જીવન-મરણનો પ્રશ્ન હોય, ત્યાં “પુનરુક્તિ' દોષ જોવાતો જ નથી, ત્યાં તો કાર્યસાધક દષ્ટિ જ જોઈએ; તો શું રાગ-દ્વેષનાં ઝેર ઓછાં ભયંકર છે? શું એ જનમ-જનમનો વિષમ-વિકટ પ્રશ્ન નથી? હા, એ જરાય ન ભૂલશો કે રાગ-દ્વેષ હલાહલ ઝેરથી પણ અતિ ખતરનાક ઝેર છે. એ ઝેર જે જીવોને ચઢ્યાં, તેઓ ભવોભવ માટે મર્યા સમજો! રાગ-દ્વેષનાં હલાહલ ઝેર!
ઉતારવાં છે એ ઝેર? નિચોવી નાંખવાં છે એ ઝેર? તો એક જ ઉપાય છે, વારંવાર...પ્રતિક્ષણ. જિનવચનને વાગળો! એના એ વૈરાગ્યપ્રેરક ભાવોની રટણા કરો. ઉપશમભાવને અખંડિત રાખનારા શબ્દો અને અર્થોને વારંવાર
For Private And Personal Use Only