Book Title: Prakrit Bhashani Upayogita Author(s): Lalchandra B Gandhi Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 7
________________ ઉપયોગિતા ભાષાને સંસ્કૃતભાષા પરથી ઉતરી આવેલી, યા તે પરથી વિકૃત થયેલી, કે અપભ્રષ્ટ થયેલી માની તેની અવગણના કરે છે; પરંતુ પ્રકૃતિવત્સલ પ્રકૃતિસિદ્ધ પ્રાકૃતભાષા સર્વત્ર પ્રેમામૃત વરસાવે છે. વર્તમાન પ્રાકૃત-દેશી ભાષાઓ (ગુજરાતી, હિંદી, મરાઠી, બંગાળી વિગેરે)નાં મૂળ એ પ્રાચીન પ્રાકૃતમાં છે; એવું જ્યારે સમજાશે ત્યારે એની પૂજા થશે. બંગાળના કેટલાક વિદ્વાનેને એ તત્ત્વ સમજાયું છે. હિંદી વિશ્વકોષ I ]માં જવાથી જણાશે કે–તેમણે બંગાળીભાષાની ઉત્પત્તિ પ્રાકૃતભાષાથી માન્ય રાખી છે. એ તત્ત્વ સમજવા માટે પ્રાકૃતભાષાને અભ્યાસ વધારવાની જૈન અને જૈનેતર સૈ કેઈની ફરજ છે. પ્રાકૃતભાષા એ કાંઈ જૈનોએ જ રજીસ્ટર કે રીઝવર્ડ કરાવેલી નથી, સિ કઈ તેને ઉપયોગ કરી શકે છે– તેને લાભ લઈ શકે છે. જેમ જેમ ઉંડા ઉતરી શેવાળ કરવામાં આવશે, તેમ તેમ તે સંબંધી કપેલા મિથ્યા અભિપ્રાયે અને ભ્રમે દૂર થશે, ત્યારે સત્ય-સૂર્યને પ્રકાશ પ્રસરશે. સંસ્કૃત અને પ્રાકૃત એ બંને ભાષાઓ આપણા આર્યા વતનીભારતવર્ષની પ્રાચીન અને પ્રધાન પ્રાકૃતભાષાની ભાષા છે. નિર્મળ બે આંખે છે. ભારતીય વ્યાપકતા. પ્રાચીન સંસ્કૃતિ સમજવા માટે જેટલી આવશ્યકતા સંસ્કૃતભાષાની છે, ભારતીય પ્રાચીન પ્રકૃતિ સમજવા માટે તેટલી અથવા તેથી વધારે અગત્ય વિસ્તૃત વ્યાપક પ્રાકૃતભાષાની છે. શંભુરહસ્ય( ઇંડિયનું એન્ટિવેરી ૧૯૧૬ સપ્ટેબર પૃ. ૧૪૫) જેવા જેનેતર ગ્રંથમાં પ્રાકૃતભાષાને સંસ્કૃતભાષા જેટલા ઉચ્ચ સ્થાને સ્થાપી તેની પ્રશસ્તિ પણ ઉચ્ચારેલી મળી આવે છે. સંસ્કૃત-પક્ષપાતી કેટPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46