Book Title: Prakrit Bhashani Upayogita
Author(s): Lalchandra B Gandhi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 30
________________ પ્રાકૃતભાષાની દેશમાં સાતવાહન નામને રાજા થઈ ગયો, તેણે પિતાના અન્તઃપુરમાં પ્રાકૃતભાષાત્મક નિયમ પ્રવર્તાવ્યું હતું. ” - કવિવત્સલ હાલના નામથી પ્રસિદ્ધ એ જ મહારાજાના નામ સાથે જોડાયેલી, રસિકજના હૃદયને પ્રિય લાગે તેવી પ્રાકૃત કૃતિ ગાથાસપ્તશતી આપણને મળે છે, કે જે ગાથાકેષની પ્રશંસા બાણભટ્ટ જેવા અનેક પ્રસિદ્ધ વિદ્વાનોએ કરી છે. તે સંબંધમાં એવું કહેવાય છે કે દક્ષિણ મહારાષ્ટ્રના સાર્વભૌમ પ્રતાપી કવિવત્સલ એ મહારાજાએ તેમાંની હાર, વેણીદંડ વિગેરે વર્ણનવાળી ચાર ગાથાઓ દસ ક્રોડથી અને બીજી ચાર ગાથાઓ નવ ક્રેડથી સંગૃહીત કરી હતી–એમ ગાથાઓના પ્રાચીન ઉલ્લેખ સાથે મેતુંગસૂરિ, પ્રબંધચિંતામણિમાં સૂચિત કરે છે. ધનકેષથી અવિનાશી ગાથાકેષને સમૃદ્ધ કરનાર આ કવિવત્સલ હાલથી સન્માનિત થયેલા. પાલિત–પાદલિપ્તસૂરિએ તરંગવતી નામની મનહર રસિક વિસ્તૃત પ્રાકૃત કથા રચી હતી અને તે જ રાજાની રાજસભામાં સંભળાવી હતી. જેની અનેક મહાકવિઓએ પ્રશંસા કરી છે. વિક્રમની દસમી સદીમાં આચારાંગ, સૂત્રકૃતાંગ વિગેરેના વ્યાખ્યાકાર શીલાંકાચાર્ય તે પ્રાકૃત મહાપુરુષચરિતમાં જણાવે છે કે- તેવી કઈ કલા નથી, તેવું કઈ લક્ષણ નથી કે પાલિત્ત વિગેરેની રચેલી તરંગવતી વિગેરે કથાઓમાં - ન હોય.' આજે દુર્દેવવશાત આપણને એ મૂળ કથા મળી શકતી નથી, તેમ છતાં તે પરથી સંક્ષિપ્ત રચાયેલી એ જ ૨ “સૂયતે જ સુન્તરેy સાતિવાદ નામ ના સૈન બાकृतभाषाऽऽत्मकमन्तःपुर एवेति समानं पूर्वेण । " -કવિ રાજશેખરની કાવ્યમીમાંસામાં [ પૃ. ૫૦ ] ( ૨ જુએ જૈનતીર્થોને સચિત્ર ઈતિહાસ [ પૃ. ૨૫]

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46