Book Title: Prakrit Bhashani Upayogita
Author(s): Lalchandra B Gandhi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 44
________________ પ્રાકૃતભાષાની ઘટે. આપણા પૂર્વજોએ આપણા પર ઉપકાર કરવા આપણી પાસે જ્ઞાન-ગંગા વહેતી મૂકી છે, તેને લાભ આપણે સ્વયં લેવા અને બીજાઓને આપવા વિશેષ પ્રયત્ન કરવું જોઈએ પાટણ, જેસલમેર જેવા સ્થળામાં પ્રાચીન પુસ્તક ભંડારેમાં છુપાવેલી કેદ પૂરેલી વિદ્યાદેવીને હવે મુક્ત કરાવે. ભય, પ્રમાદ અને સંકુચિતતા દૂર કરી જાલિમ જુલ્મીઓના ભયથી રક્ષકેને સમજાવી એને ઉચિત વસ્ત્ર-અલંકારોથી સજ્જ કરીને છાએ વિહરવા અવકાશ આપે. વિદ્યાપ્રેમી નેકનામદાર શ્રીમંત સરકાર મહારાજા સાહેબ શ્રી સયાજીરાવ ગાયકવાડ પાટણના જેન ભંડારનાં પ્રાચીન અપ્રસિદ્ધ ઉપગી પુસ્તકને લાભ સૌને મળે એ વિચાર જ નહિ, પ્રયત્ન પણ ચલાવે છે. જેને સાક્ષર ચીમનલાલ ડાહ્યાભાઈ દલાલના અકાળ સ્વર્ગવાસ પછી સુશિક્ષિત કર્તવ્યદક્ષ ઉત્સાહી રાજરત્ન ડૉ. વિનયતેષ ભટ્ટાચાર્ય એમ. એ. પી એચ ડી. જેવા વિદ્વાનને પ્રોત્સાહિત કરી તેમની અધ્યક્ષતામાં તેવાં પુસ્તકોને ગાયકવાડ એરિયન્ટલ સિરીદ્વારા પ્રસિદ્ધ કરવાને પ્રેરણા કરે છે, તેવાં પુસ્તકનાં વર્ણનાત્મક-વિગતવાર સૂચિપત્રે પ્રકાશિત કરાવે છે, વડોદરાના પ્રાચ્યવિદ્યામંદિરમાં સુરક્ષિત ફાયરપ્રુફ બિલ્ડીંગમાં અને ફાયરપ્રુફ બહુ કિંમતી તિજોરીમાં તથા સ્ટીલના મનહર કબાટમાં તેવાં પુસ્તકને સંગ્રહ કરાવે છે, દૂર દેશમાં વસવા છતાં ત્યાંથી પ્રેરણાઓ મોકલાવે છે, તેવાં પુસ્તકની યથાથિત નકલે માટે ફૉટેસ્ટેઈટ મશીન જેવાં કિંમતી સાધનદ્વારા ઉચિત યોજના કરી આપે છે, તેને લાભ લે એ આપણું કર્તવ્ય છે. સદભાગ્યે થડા વખતથી આપણા દેશના વિદ્વાને પણ

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46