Page #1
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃત ભાષાની ઉપયોગિતા. (એક મનનીય નિબંધ)
---
--
લેખક– પં, લાલચંદ્ર ભગવાનદાસ ગાંધ.
-
=
=
[જેસલમેર–ભાંડાગારીયગ્રંથસૂચી, નલવિલાસનાટક, નાટ્યદર્પણ, અપભ્રંશકાવ્યત્રયી, સ્વાદિશબ્દસમુચ્ચય, ત્રિભુવનદીપકપ્રબંધ વિગેરેના સંપાદક, જનપ્રતિમા લેખસંગ્રહ, એતિહાસિક જૈન ગુર્જર કાવ્યસંચય, ધર્મદીપિકા (વ્યાકરણ), તન્વાખ્યાન વિગેરેના સહકારી સંશોધક, સંબંધસતતિકાસવૃત્તિ, પંચમી-માહાભ્ય, ઉપકેશગચ્છચરિત્ર વિગેરેના અનુવાદક, બાલશિક્ષા, સમરસિંહ, સિદ્ધરાજ અને જેને, જિનપ્રભસૂરિ અને સુલતાન મહમ્મદ વિ. વિ. ના લેખક |
==
====
પ્રકાશિકાશ્રી જૈનધર્મ પ્રસારક સભા-ભાવનગર.
==
| વિ. સં. ૧૯૮૮ ] પ્રથમવૃત્તિ ૧૦૦૦ (ઇ. સન ૧૯૩૨
Page #2
--------------------------------------------------------------------------
________________
ભાવનગર–ધી આનંદ પ્રિન્ટીંગ પ્રેસમાં–
શેઠ દેવચંદ દામજીએ છાપ્યું.
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રાસ્તાવિક નિવેદન.
આ નિમંધ શું પ્રસંગ ઉપસ્થિત થયે લખવામાં આવેલ છે તે નિબંધના પ્રારંભમાં જ લેખકે જણાવેલ હાવાથી તેની પુનરાવૃત્તિ કરવાની જરૂર નથી.
લેખની ઉપયેાગિતા તાલેખની અંદર ખતાવેલા જુદા જાદા વિભાગો વાંચવાથી જ જણાઈ આવે તેમ છે તેથી તે વિષે પણ લખવાની આવશ્યકતા જણાતી નથી.
હવે ખાસ કરીને લેખકના પરિચય આપવાનું રહે છે તે ટાઈટલ ઉપર કેટલાક તા આપેલ છે. તદુપરાંત સદરહુ લેખકે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર કમળસંયમીવૃત્તિ શ્ર્લાક ૧૪૦૦૦, હેમચંદ્રાચાય ની સ્વાપન્નવૃત્તિ શ્ર્લોક ૧૦૦૦૦ સાથે અભિધાનચિંતામણિ કોષ, ભાવદેવસૂરિતુ પાર્શ્વનાથચરિત્ર શ્લોક ૪૦૦૦ વિગેરે અનેક ગ્રંથાની શુદ્ધ પ્રેસકાપી બનાવી તેના સ ંપાદકાને ઉચિત સહાયતા આપેલી છે. વિશેષમાં આ લેખકે ડા. વિનયતાષ ભટ્ટાચા દ્વારા એડીટ થયેલા અને ગાયકવાડે આરિયન્ટલ સિરિઝદ્વારા પ્રકાશિત થયેલા ઔદ્ભુતંત્ર ગ્રંથ સાધનમાલા ભા. ૧-૨ માં સંશાધન-સહાયતા તથા રા. જી. કે. શ્રી ગેાંઢેકરદ્વારા સંપાદ્વિત અને ગા. એ. સિરિઝદ્વારા પ્રકાશિત માનસાલ્લાસ ( ભા. ૧ ) માં શેાધનમાં તથા
Page #4
--------------------------------------------------------------------------
________________
લેખનપદ્ધતિની નેટ લખવામાં સહાય આપી છે. તથા અમેરિકન વિદુષી મિસ હેલન એમ. જોહન્સનને ત્રિષષ્ટિ ( પ ૧લા )ના ઋષભદેવચરિત્રના અંગ્રેજી ટ્રાન્સલેશનમાં રેફરન્સ વિગેરે સંબંધી ઉપયાગી માહિતી પૂરી પાડવાની સહાયતા કરી છે; જે ગ્રંથ ગાયકવાડ આરિયન્ટલ સિરિઝ્ નં. ૫૧ તરીકે પ્રસિદ્ધ થઇ ગયા છે.
આટલી હકીકત ઉપરથી લેખક મહાશયના સંસ્કૃત પ્રાકૃતભાષાના તીવ્ર મેષ વિષે વાચકેાને ખ્યાલ આવી શકે તેમ છે.
આ લેખ લખવામાં લેખકે અનેક ગ્રંથા જોવાની, તેમાંથી જરૂરી આધારે। લખી લેવાની અને તેને ચેાગ્ય સ્થાનકે ગોઠવવાની પ્રવૃત્તિ કરવામાં વખતના ભાગ પણ વિશેષ આપેલે હૃષ્ટિગાચર થાય છે.
પ્રાંતે લેખકના અને પ્રકાશક સભાના પ્રયાસ ફળિભૂત થાય એટલે કે પ્રાકૃતભાષાની ઉપયોગિતા વિદ્વાનાના હૃદયમાં ઉતરે એટલું ઇચ્છી આ ટુંકું નિવેદન સમાપ્ત કરવામાં આવે છે.
તા. ૧૦-૧૦-૩૨ ગુરૂવાર
શ્રી જૈનધમ પ્રસારક સભા,
ભાવનગર.
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃતભાષાની ઉપયોગિતા.
છે. પ્રમુખ સાહેબ! . વિદ્યાવિલાસી સજ્જને અને વિદ્યાર્થી બંધુઓ ! ' આ સંસ્થાના ઈનામી મેળાવડા પ્રસંગે “ પ્રાકૃતભાષાની ઉપગિતા ” સંબંધમાં બેલવા મહને તક આપી, તે માટે આપને હું આભાર માનું છું. જે સંસ્થાને આ ઈનામી મેળાવડે કરવામાં આવ્યું છે, તે સંસ્થાની પ્રગતિ જોઈ હને આનંદ થાય છે; અને તેનું ખાસ કારણ પણ છે કે–આજથી લગભગ બાર વર્ષ પહેલાં આ સંસ્થા સાથે હારો અધ્યાપક તરીકેને સંબંધ દેઢેક વર્ષ સુધી રહ્યો હતો. હારી નિમણુક
* ભાવનગર જૈનધર્મ પ્રસારક સભામાં, તેના તરફથી ચાલતી સંસ્કૃત પાઠશાળા તથા પં. ગંભીરવિજયજી સં. પ્રા. પાઠશાળાના ઇનામી મેળાવડા પ્રસંગે તા. ૧૦–૭–૩૨ રવિવારે અપાયેલું ભાષણ, રોધિત-પરિવર્ધિત.
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃતભાષાની
વડેદરાના પ્રાચ્યવિદ્યામન્દિર(સેન્ટ્રલ લાયબ્રેરી (સં. પુસ્તકાલય)માં થયા પછી અહિંની આ સંસ્થામાં હારા મિત્ર વ્યાકરણતીર્થ પંડિત જગજીવનભાઈની ચેજના થઈ અને તેમણે શરીરની અસ્વસ્થ સ્થિતિમાં પણ હિતેત્સાહ ન થતાં આ સંસ્થાને ઉન્નત કરવા પિતાથી બનતું કર્યું છે, અને આ સંસ્થાના વ્યવહારનિપુણ કર્તવ્યદક્ષ સંચાલકોએ તેમના ઉત્સાહને અખંડિત રાખે છે. એ રીતે સતેષકારક આવેલું પરિણામ જોતાં આનંદ થાય—એ સ્વાભાવિક જ છે.
પ્રાકૃતભાષાની ઉપયોગિતા ” વિષયની પસંદગી કરી તે સંબંધમાં બેલવા મહને પ્રેરણા કરવામાં આવી છે–એ પ્રસંગેચિત છે, કારણકે-પ્રાકૃતભાષા તરફ સંસ્કૃતભાષાપ્રેમી વિદ્વાનોએ કેટલાક વખતથી દુર્લક્ષ્ય કરેલું જણાય છે, એટલું જ નહિ, આપણે જેને કે જેનાં સિદ્ધાંત-સૂત્રો અને જેનું પ્રાચીન બહેલું વામય એ જ અર્ધમાગધી અપરનામ આર્ષપ્રાકૃત ભાષામાં રચાયેલું મળી આવે છે, તેઓ પણ તે ભાષાના વિશેષ અભ્યાસ માટે ઘટતે આદર દર્શાવતા નથી-ઉચિત પ્રયત્ન કરતા નથી, માત્ર પ્રતિક્રમણદિ મૂળ સૂત્રેના મુખપાઠથી સંતોષ માની લઈએ છીએએ શેચનીય સ્થિતિ દૂર કરવાની આવશ્યકતા છે.
પ્રાકૃતભાષાના વિશિષ્ટ ગુણેને ન સમજનારા સંસ્કૃતજ્ઞ કેટલાક પંડિતે તેને માત્ર જૈનેની જ ભાષા સમજી ધર્મના પક્ષપાતથી કે અજ્ઞાનજન્ય સંકુચિતતાથી અથવા એવા જ કોઈ ભ્રમમૂલક શુદ્ર કારણથી અકૃત્રિમ–સ્વાદુપદવાળી પ્રકૃતિ–મધુર પ્રાકૃતભાષાને અનાદર કરે છે તે તરફ પ્રેમ વરસાવતાં પાછાં પગલાં ભરે છે. સંસ્કૃત ભાષાના પક્ષપાતી કેટલાક સાક્ષરે પ્રાકૃત
Page #7
--------------------------------------------------------------------------
________________
ઉપયોગિતા
ભાષાને સંસ્કૃતભાષા પરથી ઉતરી આવેલી, યા તે પરથી વિકૃત થયેલી, કે અપભ્રષ્ટ થયેલી માની તેની અવગણના કરે છે; પરંતુ પ્રકૃતિવત્સલ પ્રકૃતિસિદ્ધ પ્રાકૃતભાષા સર્વત્ર પ્રેમામૃત વરસાવે છે. વર્તમાન પ્રાકૃત-દેશી ભાષાઓ (ગુજરાતી, હિંદી, મરાઠી, બંગાળી વિગેરે)નાં મૂળ એ પ્રાચીન પ્રાકૃતમાં છે; એવું જ્યારે સમજાશે ત્યારે એની પૂજા થશે. બંગાળના કેટલાક વિદ્વાનેને એ તત્ત્વ સમજાયું છે. હિંદી વિશ્વકોષ I
]માં જવાથી જણાશે કે–તેમણે બંગાળીભાષાની ઉત્પત્તિ પ્રાકૃતભાષાથી માન્ય રાખી છે. એ તત્ત્વ સમજવા માટે પ્રાકૃતભાષાને અભ્યાસ વધારવાની જૈન અને જૈનેતર સૈ કેઈની ફરજ છે. પ્રાકૃતભાષા એ કાંઈ જૈનોએ જ રજીસ્ટર કે રીઝવર્ડ કરાવેલી નથી, સિ કઈ તેને ઉપયોગ કરી શકે છે– તેને લાભ લઈ શકે છે. જેમ જેમ ઉંડા ઉતરી શેવાળ કરવામાં આવશે, તેમ તેમ તે સંબંધી કપેલા મિથ્યા અભિપ્રાયે અને ભ્રમે દૂર થશે, ત્યારે સત્ય-સૂર્યને પ્રકાશ પ્રસરશે. સંસ્કૃત અને પ્રાકૃત એ બંને ભાષાઓ આપણા આર્યા
વતનીભારતવર્ષની પ્રાચીન અને પ્રધાન પ્રાકૃતભાષાની ભાષા છે. નિર્મળ બે આંખે છે. ભારતીય વ્યાપકતા. પ્રાચીન સંસ્કૃતિ સમજવા માટે જેટલી
આવશ્યકતા સંસ્કૃતભાષાની છે, ભારતીય પ્રાચીન પ્રકૃતિ સમજવા માટે તેટલી અથવા તેથી વધારે અગત્ય વિસ્તૃત વ્યાપક પ્રાકૃતભાષાની છે. શંભુરહસ્ય( ઇંડિયનું એન્ટિવેરી ૧૯૧૬ સપ્ટેબર પૃ. ૧૪૫) જેવા જેનેતર ગ્રંથમાં પ્રાકૃતભાષાને સંસ્કૃતભાષા જેટલા ઉચ્ચ સ્થાને સ્થાપી તેની પ્રશસ્તિ પણ ઉચ્ચારેલી મળી આવે છે. સંસ્કૃત-પક્ષપાતી કેટ
Page #8
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃતભાષાની
લાક સાક્ષરે માને-મનાવે છે તેમ કેઈ કાળે સર્વત્ર સંસ્કૃતભાષા જ પ્રચલિત હશે ! સ્ત્રીઓ, બાળકે, મંદ-મૂર્ખ, ઉચ્ચનીચ સર્વ કઈ સંસ્કૃત જ બેલતા હશે! અથવા સર્વ કેઈને સર્વ વ્યવહાર સંસ્કૃતમાં જ થતું હશે–એ કલ્પનામાં ન આવી શકે-માની ન શકાય તેવી માન્યતા છે. અલબત્ત, અમુક કાળે સંસ્કૃતભાષાનું પ્રાધાન્ય હશે તેમ સ્વીકારી શકાય. કાવ્યમીમાંસા ગા.ઓ. સિ. પૃ. ૫૦]માં કવિ રાજશેખરે કરેલા ઉલ્લેખ પ્રમાણે “સંભળાય છે કે–ઉજજયિની(માળવા)માં થયેલા સાહસક(વિક્રમાદિત્ય) નામના રાજાએ પોતાના અન્તઃપુરમાં જ સંસ્કૃતભાષાત્મક નિયમ પ્રવર્તાવ્યું હતું. ” સંસ્કૃત ભાષાની કિલષ્ટતા, દુરુચારતા, દુર્બોધતા સંબંધમાં ઘણા સાક્ષાએ ઘણીવાર ઉચ્ચાયું છે અને આ સંસ્થાના સંબંધમાં અભિપ્રાય આપતાં હાઇસ્કુલના શિક્ષકોએ પણ તેવું જ સહજ વચન ઉચ્ચાર્યું છે–એ આપણે હમણાં જ સાંભળ્યું. એ તરફ આપણે દીર્ઘદ્રષ્ટિથી વિચાર કરીએ તે સંસ્કૃતભાષા બોલનાર, સમજનાર અને તેને વ્યવહાર કરનાર સાક્ષરવર્ગ અમુક જ ગયે–ગાંડ્યો જ હઈ શકે; જ્યારે સ્ત્રીઓ, બાળક અને ઇતર વિશાળ પ્રાકૃતવર્ગની-આબાલ-ગોપાલ સર્વ–સાધારણની માનીતી ભાષા પ્રાકૃત જ સંભવે. એથી વિશાળ સમુદાય પર ઉપકાર કરવામાં સાધનભૂત પ્રાકૃતભાષા જ કહી શકાય.
પ્રાકૃતભાષા અને પ્રાકૃત કાવ્યમાં રહેલ પ્રકૃતિમધુરતાઅકૃત્રિમસ્વાદુતા, મૃદુતા, સરસતા, સરલતા, બાલાદિ–બોધ
१ श्रूयते चोजयिन्यां साहसाङ्को नाम राजा तेनान्तःपुर एव संस्कृतभाषात्मको नियमः प्रवर्तितः ।
Page #9
--------------------------------------------------------------------------
________________
ઉપયોગિતા. પ્રાકૃતભાષા અને કારિતા, મહિલામને વલ્લભતા, સર્વજનપ્રાકૃતકાવ્યમાં પ્રિયતા વિગેરે સદગુણ સંબંધમાં ગુણા રહેલી વિશિ- ગુણરાગી અનેક સજજને એ–જેન અને ષ્ટતા. જૈનેતર પ્રાચીન પ્રોઢ કવિઓએ પિતાના
હુદગાર પ્રકાશિત કર્યા છે, તે ખાસ લક્ષ્યમાં લેવા યોગ્ય છે. એ પરથી પ્રાકૃતભાષાની ઉપયોગિતા સારી રીતે સમજાશે. શક સં. ૭૦૦ =વિ. સં. ૮૩૫માં રચેલી પ્રાકૃત કુવલય.
માલાકથામાં દાક્ષિણ્યચિહ્નસૂરિ, એક મનુ કળાએ, લકવૃત થના મુખથી સંસ્કૃતને દુર્જનના હૃદયની રાંતો અને મહા- જેવું દુર્ગમ અને વિષમ ઓળખાવ્યા પુરુષોનાં વચના પછી પ્રાકૃત સંબંધમાં ઉચ્ચાર કરાવે મૃતથી ભરપૂર છે કે – સુખગ્રાહ્ય પ્રાકૃત. “તે શું પ્રાકૃત હશે ? હું, તે
પણ નથી, કારણકે તે તે સકળ કળાઓના સમૂહરૂપ પાણીના કલેલેથી ભરપૂર, લોકવૃત્તાંતાના મહાસાગરરૂપ, મહાપુરૂષેના મુખમાંથી નીકળેલા અમૃતરસનાં બિંદુઓના સમૂહરૂપ, સંઘટિત ક્રમવાળા વર્ષો અને પદોનાં વિવિધ રૂપની રચનાથી શોભતું, સજજનના વચન જેવું સુખે ગ્રહણ કરી શકાય તેવું હોય છે.૧ * *
? “તા ફ્રિ viાં હોઝ? હું, તું જ ને નં રચलकलाकलावमालाजलकल्लोलसंकुलं लोयवुत्ततमहोअहिमहापुरिस
Page #10
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃતભાષાની. વિ. સં. ૯રમાં ઉપમિતિભવપ્રપંચ નામની વિસ્તૃત
૧૬૦૦૦ લેકપ્રમાણ આધ્યાત્મિક કથાને પ્રાકૃતની સુબે- સંસ્કૃતપ્રેમી-વિદગ્ધના સંતોષ માટે ધતા અને સંસ્કૃતમાં રચવા છતાં પ્રાકૃતભાષાની વિશિસરસતા. છતાને પ્રતિપાદન કરતાં સમર્થ વિદ્વાન
સિર્ષિ ઉચ્ચારે છે કે – - “ સંસ્કૃત અને પ્રાકૃત એ બંને ભાષાઓ પ્રાધાન્ય માટે
છે, તેમાં પણ સંસ્કૃત તે દુર્વિદગ્ધો(પંડિતંમ )ના હૃદયમાં રહેલી છે.
બાલકને અને બાલાઓને પણ સોધ કરનારી અને કાનને ગમે તેવી હેવા છતાં પણ પ્રાકૃતભાષા, તેઓ( દુર્વિદગ્ધ)ને દીપતી-ચતી નથી.
છતે ઉપાયે સર્વનું ચિત્તરંજન કરવું જોઈએ, એથી તે (દુર્વિદગ્ધ)ના અનુરોધ( આગ્રહ )વડે આ કથા સંસ્કૃત કરવામાં આવશે ” मुहणग्गयामयणीसंदबिंदुसंदोहं संघडिए एक्केक्कमवण्णापय–णाणारूवविरयणासहं सजणवयणं पिव सुहसंगयं ॥"
–પ્રાકૃત કુવલયમાલાકથામાં દાક્ષિણ્યચિહ્નસૂરિ [ વિશેષ માટે જુઓ અપભ્રંશકાવ્યત્રયીની અમારી ભૂમિકા પૃ. ૯૭ ] १ “ संस्कृता प्राकृता चेति भाषे प्राधान्यमहतः ।
तत्रापि संस्कृता तावद् दुर्विदग्धहृदि स्थिता ॥ बालानामपि सद्बोधकारिणी कर्णपेशला । तथापि प्राकृता भाषा न तेषामपि भासते ॥
Page #11
--------------------------------------------------------------------------
________________
ઉપયેાગિતા.
મ્ય
એક હજાર વર્ષ પૂર્વે થયેલા મહેશ્વરસૂરિ, પંચમીમાહાનામના પ્રાચીન ગ્રંથ( જેની વિ.સ. ૧૦૦૯ માં લખાયેલી તાડપત્ર પેાથી જેસલમેરના પુસ્તકભડારમાં છે )ને પ્રાકૃતભાષામય કાવ્યમાં રચતાં સૂચવે છે કે
cr
“ મંદબુદ્ધિવાળા મનુષ્યેા, સંસ્કૃત કાવ્યના અને જાણતા નથી, તેથી સજના( મંદબુદ્ધિ, સ્ત્રીઓ, બાલકે વિગેરે )ને પણ સુખેથી ખેાધ કરે તેવુ–સહેલાઈથી સમજાય તેવું-આ પ્રાકૃત રચ્યુ છે.
ગૂઢ અર્થવાળા દેશી શબ્દોથી રહિત, સુલલિત વાંથી રચેલું રમણીય પ્રાકૃતકાવ્ય, લાકમાં કેાના હૃદયને સુખ કરતું. નથી ?–ગમતું નથી ?
પરાપકાર–પરાયણ પુરુષે આ લાકમાં તે ભાષા માલવી ોઈએ, કે જે ભાષાવડે બાલ, ખાલા વિગેરે સર્વાં કોઇને પણ વિશેષ મેષ થઈ શકે. ”
२
उपाये सति कर्तव्यं सर्वेषां चित्तरञ्जनम् । अतस्तदनुरोधेन संस्कृतेयं करिष्यते ॥
..
—સિદ્ધષિની ઉપમિતિભવપ્રચા કથા પીઠબંધ શ્લા. ૫૧-૫૩] ૧ એના એક ભાગના ગુજરાતી અનુવાદ, આ લેખકદ્રારા પ્રસિદ્ધ થઇ ગયા છે.
૨
सक्कयकव्वस्सत्थं जेण न याणंति मंदबुद्धिया । सव्वाण वि सुहबोहं तेणेमं पाइयं रइयं ॥
Page #12
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃતભાષાની
વિક્રમની બીજી સદીમાં થયેલા મહારાજા કવિવત્સલ હાલ,
ગાથાસપ્તશતી–ગાથાકેષના પ્રારંભમાં સૂચવે પ્રાકૃતાવ્યની છે કે “જેઓ અમૃત જેવા પ્રાકૃતિકાવ્યને મધુરતા. ભણવાનું અને સાંભળવાનું જાણતા નથી
અને કામના તત્ત્વ( રહસ્ય)ની ચિંતા કરે છે, તે લાજતા કેમ નથી ? ” કવિ દંડી કાવ્યાદર્શમાં ઉલ્લેખ કરે છે કે–
વિદ્વાને મહારાષ્ટ્રને આશ્રય પામેલી ભાષાને પ્રકૃષ્ટ પ્રાકૃત કહે છે, જે સૂક્તિ-સુભાષિતરૂપી રન્નેને સાગર છે, સેતુબંધ વિગેરે કાવ્ય, જે-પ્રાકૃતભાષામય છે.”
गूढत्थदेसिरहियं सुललियवन्नेहिं विरइयं रम्मं । पाइयकव्वं लोए कस्स न हिययं सुहावेइ ? ॥ परउवयारपरणं सा भासा होइ एत्थ भणियव्वा ।
जायइ जीए विबोहो सव्वाण वि बालमाईणं ॥" -મહેશ્વરસૂરિના પંચમીમાહાભ્યાં જેસલમેરના ભંડારની વિ. સં. ૧૦૦૯ માં લખાયેલી તાડપત્ર પ્રતિ ]માં. १ “ अमयं पाइयकव्वं पढिउं सोउं च जे न जाणंति । कामस्स तत्ततत्तिं कुणंति ते कह न लज्जति १॥"
-કવિવત્સલ હાલની ગાથાસપ્તશતીમાં [ ગા. ૩ ] २ " महाराष्ट्राश्रयां भाषां प्रकृष्टं प्राकृतं विदुः । सागरः सूक्तिरत्नानां सेतुबन्धादि यन्मयम् ॥"
– કવિ દંડીના કાવ્યોદશમાં [ ૧૩૪ ].
Page #13
--------------------------------------------------------------------------
________________
ઉપયોગિતા.
વરરુચિના પ્રાકૃતપ્રકાશ પર પદ્યવૃત્તિ રચનાર વિદ્વાન કહે
“ અહા ! તે પ્રાકૃત, મનહર છે, પ્રિયાના મુખરૂપી ચંદ્ર જેવું સુંદર છે, જેમાં અમૃત જેવી રસભરપૂર સૂક્તિઓ શોભે છે. ૧ ) - ત્રિવિક્રમદેવ પ્રાકૃત શબ્દાનુશાસનમાં સૂચવે છે કે- “ બહોળા અર્થવાળા અને સુખે ઉચ્ચારી શકાય તેવા શબ્દ-સાહિત્યનું જીવિત, તે પ્રાકૃત જ છે, એવો મત સૂક્તને અનુસરનારાઓને છે. ” ૨ વિક્રમની દસમી સદીમાં થયેલા મનાતા યાયાવરીય કવિ રાજ
શેખર, કરમંજરીસટ્ટકમાં પ્રાકૃત રચ(પ્રાકૃતકાવ્યની નાની સુકમલતાના સંબંધમાં જણાવે છે મૃદુતા. કે –સંસ્કૃત-અંધ(રચના) પરુષ–કઠેર
હોય છે, પરંતુ પ્રાકૃત-અંધ(રચના) સુકુમાર (સુકમલ) હોય છે; પુરુષોમાં અને મહિલાઓમાં જેટલું અંતર
૨ “અહો ! તત્ વારં દર બિચાવડુસુન્દરમ્ सूक्तयो यत्र राजन्ते सुधानिःष्यन्दनिर्भराः ॥"
-પ્રાકૃતમંજરી(પ્રાકૃતપ્રકાશની પદ્યવૃત્તિ)માં. २ " अनल्पार्थ-सुखोच्चार-शब्दसाहित्यजीवितम् । . स च प्राकृतमेवेति मतं सूक्तानुवर्तिनाम् ॥"
–ત્રિવિક્રમદેવના પ્રાકૃત શબ્દાનુશાસનમાં.
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૦
પ્રાકૃતભાષાની આ વિષય(કથ્થરતા અને કેમલતા)માં છે, તેટલું અંતર આ ( બંને રચના ) માં છે. ”
વજ જાલગ નામના પ્રાકૃત સુભાષિત સંગ્રહમાં એક કવિએ ઉચ્ચાયું છે કે
“ પ્રાકૃત કાવ્યના ઉલ્લાપમાં ઉચ્ચાર-પ્રસંગે) જે મનુષ્ય પ્રતિવચન( પ્રત્યુત્તર ) સંસ્કૃતવડે આપે છે, તે અબુધ(મૂખ) કુસુમના સસ્તરને-કમળ ફૂલેની શય્યાને–સેજને પત્થરવડે વિનષ્ટ કરે છે-છુંદે છે. ” એ જ ગ્રંથમાં પ્રાકૃતિકાવ્ય સંબંધમાં ઉલ્લેખ મળે છે કે
દેશી(ગૂઢ અર્થવાળા) શબ્દોથી રહિત, પ્રાકૃતકાવ્યમાં મધુર અક્ષરે અને મધુર છે માં રહેલું, લાલિત્ય વિગેરે લલિત, સ્કુટ, વિકટ( વિસ્તૃત ) અને સદ્દગુણે પ્રકટ અર્થવાળું પ્રાકૃતિકાવ્ય અવશ્ય ભણવું
જોઈએ.” “ લલિત, મધુર અક્ષરેવાળું, યુવતિજનેનું વલ્લભ (વહાલું), શૃંગારવાળું પ્રાકૃતિકાવ્ય હોવા છતાં સંસ્કૃત ભણવા કેણ ચાહે ?”
१ “ परुसो सकप्रबंधो पाउप्रबंधो वि होइ सुउमारो । पुरिसाणं महिलाणं जेत्तियमिहंतरं तेत्तियमिमाणं ॥
–યાયાવરીય કવિરાજશેખરના કપૂરમંજરીસદક્યાં. २ " पाइयकव्वुल्लावे पडिवयणं सक्कएण जो देइ । सो कुसुमसत्थरं पत्थरेण अबुहो विणासेइ ॥"
–વજ્જા લગ્ન (પ્રાકૃતસુભાષિત સંગ્રહ)માં.
Page #15
--------------------------------------------------------------------------
________________
ઉપયોગિતા.
યુત્પત્તિ
“ પ્રાકૃતિકાવ્યમાં જે રસ છે, તેમજ છેક(ચતુર જને)ના સુભાષિતદ્વારા જે રસ ઉત્પન્ન થાય છે, તેથી અને સુવાસિત શીતલ જલથી અહે તૃપ્તિ પામતા નથી. ”
પ્રાકૃતિકાવ્ય ભણવાનું, તેમજ કુટજ(શતપત્રિકા)ના પુષ્પને ગુંથવાનું અને કુપિત થયેલાને પ્રસન્ન કરવાનું આજ (હા) પણ ઘણું જાણતા નથી ? ” રુદ્રકવિના કાવ્યાલંકાર પર વિ. સં. ૧૧૨૫ માં ટિપ્પન
રચતાં નમિસાધુ નામના વિદ્વાને પ્રાકૃત પ્રાકૃતની
ભાષાની વ્યુત્પત્તિ સૂચવી છે કે- સકળી જગના જંતુઓનો વ્યાકરણ
વિગેરે દ્વારા ન આહ(હ)ત થયેલા–ન ઘડાયેલા–ન સ્થપાયેલા સંસ્કારવાળે સહજ-સ્વાભાવિક–કુદ૨તી વચન-વ્યાપાર એ પ્રકૃતિ તેમાં થયેલ અથવા તે જ પ્રાકૃત, અથવા “ આર્ષવચનમાં સિદ્ધ દેની અર્ધમાગધી १ “ देसियसद्दपलोटें महुरक्खर-छंदसंठियं ललियं । फुड-वियड-पायडत्थं पाइयकव्वं पढेयव्वं ॥ ललिए महुरक्खरए जुवईयणवल्लहे ससिंगारे । संते पाइयकव्वे को सक्कइ सक्कयं पढिउं ?।। पाइयकव्वम्मि रसो जो जायइ तह व छेयभणिएहिं । उययस्स य वासियसीयलस्स तित्तिं न वच्चामो । पाइयकव्वं पढिउं गुंफेउं तह य कुजपसूणं । કુરિયં પસાgs = જિ વાવો જાનંતિ ! |\”
–વજાલગ્ન( પ્રાકૃત પદ્યસંગ્રહ )
Page #16
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃતભાષાની
વાણી ડાય છે ' એવા પ્રકારનુ વચન મળતુ હાવાથી પ્રાક્–પૂર્વે કરેલું તે પ્રાકૃત; બાલકો, મહિલાઓ વિગેરેને સુબાધ કરનારૂ, સળ ભાષાઓનું નિબધનભૂતકારણરૂપ વચન કહેવાય છે, આથી જ શાસ્ત્રકારે(રુદ્ર2) પ્રાકૃતના પ્રથમ અને સ ંસ્કૃત વિગેરેના પછી નિર્દેશ કર્યાં છે. મેઘે મુકેલા પાણીની જેમ એક સ્વરૂપવાળુ તે જ પ્રાકૃત વચન, દેશવિશેષથી અને સંસ્કાર કરવાથી વિશેષતા પ્રાપ્ત કરતુ હતુ સ’સ્કૃત વિગેરે ઉત્તર વિભેદ્યાને પામે છે. પાણિનિ વિગેરેનાં વ્યાકરણામાં કહેલ શબ્દલક્ષણદ્વારા સંસ્ક રણ કરવાથી તે સંસ્કૃત કહેવાય છે. પ્રાકૃતભાષા જ કાંઇક વિશેષ લક્ષણથી માગધિકા કહેવાય છે. પ્રાકૃત જ કાંઇક વિશેષ લક્ષણથી વૈશાચિક કહેવાય છે. તેવી જ રીતે સારસેની પણ પ્રાકૃતભાષા જ છે; તથા પ્રાકૃત જ અપભ્રંશ કહેવાય છે. ૧”
૧૨
.
" १ सकलजगज्जन्तूनां व्याकरणादिभिरनाह (हि,तसंस्कार: सहजो वचनव्यापारः प्रकृतिः । तत्र भवं सैव वा प्राकृतम् । आरिसवयणे सिद्धं देवाणं अद्धमागहा वाणी ' इत्यादिवचनाद् वा प्राकू पूर्वं कृतं प्राकृतं बाल- महिलाऽऽदिसुबोधं सकलभाषानिबन्धनभूतं वचनमुच्यते । भेघनिर्मुक्तजलमिवैकस्वरूपं तदेव च देशविशेषात् संस्कारकरणाच्च समासादितविशेषं सत् संस्कृताद्युत्तरविभेदानाप्नोति । अत एव शास्त्रकृता प्राकृतमादौ निर्दिष्टम्, तदनु संस्कृतादीनि । पाणिन्यादिव्याकरणोदितशब्दलक्षणेन संस्करणात् संस्कृतमुच्यते । तथा प्राकृतभाषैव किञ्चिद्विशेषलक्षणान्मागधिका भण्यते । तथा प्राकृतमेव
1
'
Page #17
--------------------------------------------------------------------------
________________
ઉપયેાગિતા.
૧૩
આ ઉપરથી આપણે પ્રાકૃત–ભાષાની પ્રાચીનતા અને વ્યાપકતા —વિશાલતા વિચારી શકીએ.
સુપ્રસિદ્ધ વિદ્વાન્ હેમચંદ્રાચાર્યે પ્રાકૃત શબ્દાનુશાસનના પ્રારંભમાં પ્રાકૃત શબ્દની વ્યુત્પત્તિ કરતાં પ્રાકૃતથી સસ્કૃત પ્રકૃતિ સંસ્કૃત સૂચવી છે, તેને બીજા પણ કે અનુસર્યા છે. એથી ઘણા લાક ભ્રાન્તિમાં સ ંસ્કૃતથી પ્રાકૃત? પડ્યા જણાય છે; પરંતુ દીર્ઘદૃષ્ટિથી વિચાર કરીએ તેા ભ્રમ દૂર થઈ શકે અને હેમચંદ્રાચા ના શુદ્ધ આશય સમજી શકાય. ત્યાં સંસ્કૃત પ્રકૃતિ પરથી પ્રાકૃત શબ્દોનું અનુશાસન કરવાનું હાવાથી-સંસ્કૃતપરથી પ્રાકૃત શીખવવાનુ` હાવાથી તેવું સૂચન છે. તેના આશય એ હાઇ શકે કે સંસ્કૃતમાં અમુક અમુક પ્રકારના ફેરફાર કરવાથી-સંસ્કાર ખેંચી લેવાથી પ્રાકૃતના પ્રકાશ જોઇ શકાય. પ્રાકૃત તા પ્રથમથી સિદ્ધ જ છે, જૈન આગમામાં અને ઇતર સાહિત્યમાં તે પ્રાચીન સમયથી વપરાતું આવ્યુ છે; જેને સ ંસ્કૃત પરથી તે જાણવુ... હાય તેણે સંસ્કૃત-પ્રકૃતિમાંથી વ્યાકરણની પદ્ધતિએ પ્રત્યય, લેપ, આગમ કે વર્ણ વિકાર કરવા–અમુક અમુક ફેરફાર કરવા–એટલે પ્રાકૃતના ખ્યાલ કરી શકાશે. આવા જ કારણથી વ્યાકરણશાસ્ત્રીઓ એ પ્રાકૃતને તા, તમવ, સંતમય એવા એવા નામથી એળખાવે છે. વસ્તુતઃ પ્રાકૃતભાષા, તેવી રીતે સંસ્કૃત શિધ્ધિદિશેષાત વૈશાચિમ્ । સૂ(શૌ)લેન્યાવિકાતમાંજૈવ । तथा प्राकृतमेवापभ्रंशः । ,,
રુદ્રટના કાવ્યાલંકાર પર નમિસાધુએ વિ. સ. ૧૧૨૫ માં રચેલા ટિપ્પનમાં[ પૃ. ૨૧૨ ].
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૪
પ્રાકૃતભાષાની
પરથી વિકૃત થઈને કે અપભ્રષ્ટ થઈને યા ફેરફાર થતાં થતાં તેવી બની ગઈ નથી. દેશીનામમાલામાં અનાદિપ્રવૃત્તપ્રા. કતવિશેષને દેશી તરીકે ઓળખાવનાર, અભિધાનચિંતામણિમાં વર્તમાન, ભૂત અને ભવિષ્યના સર્વ તીર્થકરેની ભાષાને અર્ધમાગધી સૂચવનાર અને પ્રમાણમીમાંસામાં વિદ્યાઓને અનાદિ પ્રતિપાદન કરનાર હેમચંદ્રાચાર્યની પૂર્વોક્ત વ્યુત્પત્તિ ત્યાં પ્રાસંગિક-ઔપચારિક છે. તે પરથી કેઈએ એમ માની લેવાની ભૂલ કરવી ન ઘટે કે-પ્રાકૃત, એ સંસ્કૃત પ્રકૃતિ પરથી વ્યાકરણમાં દર્શાવેલી સાધનિકા પ્રમાણે ફેરફાર થઈને ઉત્પન્ન થઈ છે. અપ્રસિદ્ધ કુમારપાલચરિત્રમાં સૂચવ્યા પ્રમાણે હેમચંદ્રાચાર્યે પ્રાકૃતભાષાને પ્રથમ પ્રતિપાદન કરી છે. અપભ્રંશકાવ્યત્રયીની ભૂમિકામાં અહે એ વિસ્તૃત ઉલ્લેખ દર્શાવ્યું છે. વિશેષ વિચાર કરતાં પ્રાકૃતપરથી સંસ્કૃત અને બીજી ભાષાએ નીકળેલી જણાય છે. વિક્રમની નવમી સદીમાં થયેલા જણાતા કવિરાજ વાપતિરાજ, ગઉડવા નામના પ્રાકૃતકાવ્યમાં, પ્રાકૃત સંબંધમાં પિતાને એવો અભિપ્રાય ખુલ્લા દિલથી પ્રકટ કરે છે કે –“ સંસ્કૃત વચનનું લાવણ્ય પ્રાકત છાયાથી ખીલે છે-ખુલે છે; સંસ્કૃત સંસ્કાર ખેંચી લેવાથી-કાઢી નાખવાથી પ્રાકૃતને પણ પ્રભાવ પ્રટ-ખુલ્લો થાય છે. ખરેખર, નવા અર્થનું દર્શન, રચનાની સુકોમળ બંધ=દ્ધિ આ, ભુવનબંધથી લઈનેજગત્ સષ્ટિથી માંડીને-આ(પ્રાકૃત)માં અવિરલ છે બહાળા પ્રમાણમાં છે. સઘળી વાચા-વાણી (પ્રાકૃત)માં પેસે છે અને આ( પ્રાકૃત)માંથી જ વાચા–વાણું નીકળે છે. સઘળાં પાછું સમુદ્રમાં જ આવે છે અને સાગર
Page #19
--------------------------------------------------------------------------
________________
ઉપયેાગિતા.
૧૫
માંથી જ નીકળે છે. આંખાને વિક્સાવનાર અને સુકુલિત કરનાર ( મીંચાવનાર ) હ્રદયના મહિવ ( અહારને ) અને અંતર્મુખ હષ વિશેષ—વિશિષ્ટ પ્રકારના આનંદ આ( પ્રાકૃત )માં વિશેષતાથી સ્ફુરે વિ રાજશેખરે પણ ' यद् योनिः किल संस्कृतस्य ઉચ્ચારતાં એવું જ સૂચન કર્યાં છે.
છે. ”
'
લગભગ બે હજાર વર્ષાં પહેલાં થયેલા મનાતા મહર્ષિ પતંજલિએ પાણિનીય–ભાષ્યમાં એકૈક શબ્દના ઘણા અપભ્રંશા સૂચવી ગાવી, ગેાણી વિગેરે શબ્દોના તેમાં ઉલ્લેખ કર્યો છે; કે જે શબ્દો જૈન સિદ્ધાંતગ્રંથામાં—પ્રાચીન પ્રાકૃત-સાહિત્યમાં પરમ આદરપૂર્વક પ્રત્યેાજાયેલા મળી આવે છે. કાવ્યાદમાં કવિ દીએ સૂચવ્યા પ્રમાણે—શાસ્ત્રોમાં સંસ્કૃત સિવાયનું અન્ય, અપભ્રંશ તરીકે કથન કરાયેલુ છે.’ અપભ્રંશ તરીકે કહેવાયેલુ તે બહુધા પ્રાકૃત સાથે સંબંધ ધરાવે છે.
१ "उम्मिल्लइ लायण्णं पययच्छायाऍ सक्कयवयाणं । सक्कयसक्कारुक्करिसणेण पययस्स वि पहावो || रणवमत्थदंसणं संनिवेससिसिराओ बंधरिद्धी । अविरल मिणमो आभुवणबंधमिह णवर पययम्मि ॥ सयलाओ इमं वाया विसंति एत्तो य ति वायाओ । एन्ति समुहं चिय ऐन्ति सायराओ श्चिय जलाई || हरिसविसेसो विसावत्र य मडलावओ य अच्छीण | st बहित्तो अंतोमुहो य हिययस्स विष्फुरइ ॥
""
-વાતિરાજના ગઉડવહે। કાવ્યમાં [ ગા. ૬૫- ૯૨-૯૪ ]
Page #20
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃતભાષાની
વિશેષમાં એવા હજારો શબ્દો અને ક્રિયાપદ્યા સૂચવી શઢાય તેમ છે કે-જે શબ્દો એ અઢી હૈજાર વર્ષના પ્રાચીન પ્રાકૃત સાહિત્યમાં આપણે જોઇ-વાંચી શકીએ છીએ. જે પ્રાચીન પ્રાકૃત શબ્દાના વ્યવહાર, આપણા આર્યાંવત-ભારતવમાં આપણા પૂર્વજોદ્વારા થતા હતા; તે જ શબ્દો આજે પણ સહેજ ફેરફાર સાથે કે તેવા જ સ્વરૂપમાં આપણે વર્તમાન પ્રાકૃતભાષા– દેશભાષાઓમાં વ્યવહારમાં વાપરીએ છીએ-એલચાલમાં તેના ઉપયાગ કરીએ છીએ-તે પછી તે સ ંસ્કૃત પરથી વિકૃત કે અપભ્રષ્ટ થઈને બનેલા છે-એમ કહેવાનું સાહસ કેમ કરી શકીએ ? સરખાવવા માટે અહિં થાડા શબ્દો દર્શાવીશું— પ્રાકૃતમાં
ભાષામાં
પ્રાકૃતમાં
૧૬.
૧ ઘર૨ આર
૩ દીવા
૪ દાઢ
૫ હરડઇ
૬
છ મટ્ટી
૮ નાલિએર
૯ કાથલા
હેડય –
૧૦ હે?—
૧૧ હત્ય
૧૨ ગામન
૧૩ સગા
૧૪ પત્થર
૧૫
સથિ
ઘર
માર
દીવા
દાઢ
હરડે
બહેડ'
માટી
૧૬ વુઢા
૧૭ વુડ્ડી
૧૮ હિં–
૧૯ ૩૬–
૨૦ પારેવએ–
૨૧ લખસિય
નાલિએર ૨૨ ઘડા
કાથળે
હેઠ
· હાથ
ગામ
સગા
પત્થર
સાથીઓ
૨૩ કડિઓ– ૨૪ સેટ્ટિયા– ૨૫ વાણિયા
૨૬ કુ ંભાર
૨૭ લાહાર
૨૮ ગઢી૨૯ પાથિયા
ભાષામાં
બુઢ્ઢો
મુદ્રા
દહિ
દુધ
પારેવા
લાપસી
ઘડા
કાપડિયા
શેઠિયા
વાણિયા
કુંભાર
લુ (લા) હાર
ગાંઠ
પેાથી
Page #21
--------------------------------------------------------------------------
________________
મહેન
૩૦ મહિણી— ૩૧ માઉસિ– માશી
૩૨ ભાઉજાયા
ભાજાઈ
૩૩ લહુ ૩૪ મેાત્તિઅ
૩૫ અમ્હે
૩૬ ચઉવીસ
૩૭ છત્તીસ
૩૮ ભાવન્ન
૩૯ પચ્છા૪૦ સચ્ય
૪૧ મત્થય
૪૨ પુલ્લા
૪૩ લી૪૪ મુટ્ઠી
૪૫ કાઇ–
૪૬ સાસ્ત્
૪૭ સસુરેશ
૪૮ નણુદા૪૯ ઠેર
૫૦ જે‰૫૧ ગુજરત્તા
પર ભરુઅચ્છ—
૫૩ સચ્ચર
લાડુ
માતી
અમ્હે
ચાવીશ
છત્રીશ
માવન
પછી
સાચું
માથુ
પેાડલા
લાઠી
મુઠ્ઠી
ફાઇ
સાસુ
સસરા
નણંદ
દેર
જેઠ
ગુજરાત
ભચ
સાચાર
ઉપયેાગિતા.
૫૪ ગ
૫૫ ડ્ડિ ૫૬ ઉગ્ધાડિયા
૫૭ ચાવેયવા–
૫૮ સિક્ખઇ–
૫૯ આણુઇ
૬૦ ખાયઇ
૬૧ પિયઇ–
૬ર ખુલ્લઇ
૬૩ ઉર્દુમ
૬૪ નચ્ચઇ
૬૫ સભરઇ
૬૬ કરણ
૬૭ પડઇ
૬૮ પખાલઈ
૬૯ ક×ઇ૭૦ ઉ૫જૂઇ
૭૧ નિપજઇ
૭૨ ગજઇ
૭૩ ખિજ્રઇ
૭૪ દિજ્રઇ૭૫ કહે –
૭૬ હાઇ
૭૭ નથિ
૭૮ ફૂલ્લઇ
ગયા
દીઠા
ઉઘાડી
ચાવવા
શીખે
આણે
ખાય
પિયે
મેલે
ઉઠે
નાચે
સાંભરે.
अरे
પડે
પખાલે
કાઢ
ઉપજે
નિપજે
ગાજે
ખીજે
દીજે
કહે
હાય
નથી
ફૂલે
૧૭
Page #22
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃતભાષાની
- એવા પણ કેટલાક શબ્દો પ્રાચીન પ્રાકૃત સાહિત્યમાંથી આપણને મળી આવે છે કે જે પરદેશની ભાષાઓમાં પણ સહજ ફેરફાર સાથે તે જ અર્થમાં વપરાતા જણાય છે. જેમકે-ઉપાસકદશાંગ નામના ૭ મા અંગસૂત્રમાં નળીઆ અર્થમાં મુંજુર શબ્દને પ્રવેગ છે, મરાઠી ભાષામાં પણ એ જ શબ્દ એવા અર્થમાં પ્રસિદ્ધ છે, અને એ જ અર્થમાં અંગ્રેજી ભાષામાં મંગુર શબ્દ મળે છે. એવી રીતે તપાસ કરવાથી અન્ય ભાષાઓમાં પણ ઘણું શબ્દો મળી આવવા સંભવ છે; પ્રાકૃતભાષાની પ્રાચીનતા સમજવા માટે તે પણ ઉપયોગી થઈ શકે.
એવા પણ સેંકડો શબ્દ સૂચવી શકાય તેમ છે કેથોડા સૈકાઓમાં આપણી પ્રાકૃત-દેશભાષાઓમાં બહારથી ભળેલા અથવા પ્રચલિત થયેલા શબ્દને સંસ્કૃત-પ્રેમીઓએ સંસ્કૃતમાં સંસ્કારી નવા રૂપમાં બનાવી દીધા છે એમ આપણે તે તે ભાષાના ઉલ્લેખને વિવેકથી તપાસતાં વિચારી શકીએ. જેમકે– ભાષામાં સંસ્કૃતમાં | ભાષામાં સંસ્કૃતમાં ૧ લાપસી– તપની | ૮ પંચાસર- પાશ્રય ૨ બેરસદ– સિદ્ધિ | ૧૦ ગુજર- પૂર્નર ૩ લાડોલ– ન્નાટાપી | ૧૧ ગુજરાત- પૂર્વ ત્રા ૪ નડીઆદ- નટવંદ્ર | ૧૨ મરાઠા- મહારાષ્ટ્રીયા ૫ વડોદરા
૧૩ ચાવડા- રાપર ૬ થરાદ- શારાપ | ૧૪ સોલંકી- ચૌલુચ ૭ મેસાણા- મીશાનપુર | ૧૫ ચેહાણ- चाहुमान ૮ વીજાપુર- વિઘાપુર | ૧૬ રાઠેડ-રાષ્ટ્ર, રાષ્ટ્રૌઢ
वट
Page #23
--------------------------------------------------------------------------
________________
ભાષામાં ૧૭ વાધેલા
૧૮ માહડ
૧૯ અબડ— ૨૦ પેથડ
૨૧ સાહ૨૨ માગલ
૨૩ સુલતાન–
ઉપયેાગિતા.
સંસ્કૃતમાં ભાષામાં
व्याघ्रपनीया
वाग्भट
आम्रभट
पृथ्वीधर
साधु
मुद्गल
सुरत्राण
૧૯
સંસ્કૃતમાં
नबाप
मसीति
૨૪ નવામ–
૨૫ મસી–
૨૬ આગબોટ-અનનોા (થ)
૨૭ આગગાડી- અગ્નિશટી
૨૮ અંગ્રેજ
आङ्ग्ल
૨૯ ઈગ્લાંડ જ્ઞાનમૂમિ ૩૦ ખીચડી-સિન્નચિત
વિસ્તારના ભયથી અહિં માત્ર દિગ્દન કરાવ્યું છે. સુક્ષ્મ દ્રષ્ટિથી તુલનાત્મક પદ્ધતિએ પ્રાચીન પ્રાકૃત ભાષા—સાહિત્ય, પ્રાકૃત કાશા અને વત માનમાં પ્રચલિત પ્રાકૃત-વિવિધ દેશભાષાઓના પ્રયાગાને વિવેકપૂર્વક સરખાવવામાં આવે તા વાક્પતિરાજના પૂર્વકત વચન પ્રમાણે પ્રાકૃત-સાગરની ગંભીર અગાધતાના અને મહત્તાના કઇંક ખ્યાલ મેળવી શકાય. દેશ, નગરા, ગામા, નદીઓ, પતા, વશે, ગેાત્રા, વનસ્પતિઓ, ક્રિયાપદો, ઐતિહાસિક વિશેષનામે એ વિગેરેને અકૃત્રિમ– સ્વાભાવિક મૂળ સ્વરૂપમાં જાણુવા-સમજવા માટે શાષકાને કૃત્રિમ -સંસ્કૃત-પ્રયાગા કરતાં સહજ પ્રાકૃત–પ્રયાગા વિશેષ ઉપયાગી થઇ શકે; પર ંતુ ‘તે પ્રાકૃત, સ ંસ્કૃત પરથી વિકૃત કે અપભ્રષ્ટ ચઈને અનેલ છે, તેનું મૂળ તેા સ ંસ્કૃત જ છે' એવી ભ્રમણાભરી માન્યતા દૂર કરી તપાસવાની આવશ્યકતા છે.
Page #24
--------------------------------------------------------------------------
________________
૨૦
પ્રાકૃતભાષાની પ્રાકૃતભાષા, પૂર્વોક્ત વિશિષ્ટતાઓને કારણે સર્વ સાધા
રણને બોધ કરવામાં ઉત્તમ સાધાનરૂપ છે– તીર્થકરે, દે એમ વિચારી મહાપુરૂષોએ અહંનું જિના અને ભાષાયની તીથ કરે અને ગણધરે તથા તેમના ભાષા, અનુયાયીઓએ એ ભાષાદ્વારા પિતાના હૃદ
યના ભાવ પ્રકાશિત કર્યા છે. આર્ષપ્રાકૃત નામથી સૂચિત થયેલી ભાષા જૈન સિદ્ધાંત-સૂત્રપુસ્તકમાં અર્ધમાગધી નામથી પણ ઓળખાય છે. એપપાતિક(ઉવવાઈ) સૂત્રમાં ઉલ્લેખ મળે છે કે-“અહંનું અર્ધમાગધી ભાષામાં ધર્મ ભાષે (ભાખે) છે; શ્રમણભગવાન મહાવીર, ત્યારપછી સંસાર( બિંબિસાર-શ્રેણિક)ના પુત્ર કૃણિક(અજાતશત્રુ)ને અર્ધમાગધી ભાષામાં ભાષ-કહે છે. ” શ્યામાચાર્યના પ્રજ્ઞાપના(પન્નવણીસૂત્રમાં આર્યોના નવ પ્રકાર સૂચવતાં ભાષાર્થ કેણ? એ પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવે છે કે –“જે અર્ધમાગધી ભાષામાં ભાષે (બોલે) છે અને જ્યાં બ્રાહ્મી લિપિ પ્રવર્તે છે તે ભાષાર્થ.” જૈનેના આગમમાં-૧૧ અંગમાં– પાંચમા અંગ તરીકે પ્રખ્યાત ભગવતીસૂત્રમાં સૂચન મળે છે,
૧ “ મહા માસા, માત ર ઘમૅ ! ”
" तए णं समणे भगवं महावीरे कूणिअस्स भंभसारपुत्तस्स अद्धमागहाए भासाए भासति । "
–ઔપપાતિકસૂત્રમાં [ આ. સમિતિ પૃ. ૩૪, ૭૭ ] २ " से किं तं भासारिया ? भासारिया जे णं अद्धमागहाए ।
भासाए भासंति । जत्थ वि य बंभी लिवी पवत्तइ । ” -શ્યામાચાર્યના પ્રજ્ઞાપના સૂત્રમાં [ આ સમિતિ પૃ. ૫૫ ]
Page #25
--------------------------------------------------------------------------
________________
ઉપયોગિતા.
૨૧ .
તેમાં ગતમસ્વામી(દ્રભૂતિ ગણધર) મહાવીર સ્વામીને પ્રશ્ન કરે છે કે-“હે ભગવંત! દેવે કઈ ભાષામાં ભાષે( બેલ) છે ? અથવા કઈ ભાષા બોલાતી છતી વિશેષતા પામે છે-વિશિષ્ટ ગણાય છે ?” તેના પ્રત્યુત્તરમાં મહાવીરસ્વામી કહે છે કે“ગતમ! દેવે અર્ધમાગધી ભાષામાં બોલે છે અને તે જ ભાષા બોલાતી છતી વિશેષતા પામે છે-વિશિષ્ટ ગણાય છે.” - એવું સૂચન મળે છે કે- દૃષ્ટિવાદને મૂકી અન્ય અંગ
સિદ્ધાંત–સૂત્ર, સ્ત્રી, બાલ વિગેરેના વાચન જૈન સિદ્ધાંતની માટે જિનવરાએ પ્રાકૃત કહ્યું છે. આ ભાષા પ્રાકૃત ચારદિનકરમાં ઉદ્ધત કરેલા એ પ્રાચીન કેમ ? ઉલ્લેખ સિવાય બીજે કહ્યું છે કે –“ત
ત્ત્વો( ગણુધરે)એ ચારિત્રને ચાહનારાં બાલકે, સ્ત્રીઓ, મન્દ(મૂઢ) અને મૂર્ખ મનુષ્યના અનુગ્રહ માટે-તેમના પર ઉપકાર કરવા સિદ્ધાન્તને પ્રાકૃત કર્યો છે.” १ “ देवा णं भंते ! कयराए भासाए भासंति ?, कयरा वा भासा
भासिजमाणी विसिस्सइ ? । गोयमा ! देवा णं अद्धमागहाए भासाए भासंति । सा वि य णं अद्धमागही भासा भासिज्जमाणी विसिस्सइ ॥
-ભગવતીસૂત્રમાં મહાવીર-ૌતમસંવાદ, [ શ. ૫, ઉ. ૪, સે૧૯૧ આ. સમિતિ પૃ. ૨૩૧ ] २ “ मुत्तूण दिट्ठिवायं कालिय-उक्कालियंगसिद्धतं । : થવાન–વાચનથં પાચમુદ્દેયં નિવેઢુિં ”
' –આચારદિનકરમાં ઉદ્દત. ૨ વાઘ–––મૂર્ણori રાત્રિાન્િ .
અનુબદાર્થ તૌ સિદ્ધાન્તઃ પ્રવૃત્ત છે” , દશવૈકાલિકટીકા વિગેરેમાં હરિભદ્રસૂરિ વિગેરે દ્વારા ઉદ્ભુત. .
Page #26
--------------------------------------------------------------------------
________________
|
-
પ્રાકૃતભાષાની
એવા આશયને સૂચવતું પદ્ય, હરિભદ્રસૂરિએ દશવૈકાલિકટીકામાં તથા હેમચંદ્રાચાર્યે કાવ્યાનુશાસનની પજ્ઞટીકા( અલંકારચૂડામણિ ) વિગેરેમાં ઉદ્ધત કરેલું છે. રાજશેખરસૂરિ પ્રાકૃતદ્વયાશ્રયવૃત્તિમાં તેવા જ આશયનું ઉચ્ચારતાં ગણધરને નમન કરે છે-“બાલકે, સ્ત્રીઓ વિગેરે જડપ્રાય ભવ્ય પ્રાણીઓના હિતની ઈચ્છાથી પ્રાકૃત આગમ કરનારા ગણધરેને નમન હો, નમન હે.” વિક્રમાદિત્યના સમકાલિન અને માનનીય, સન્મતિતર્ક વિગેરે રચનાર સુપ્રસિદ્ધ સિદ્ધસેન દિવાકર સંબંધમાં જે કિંવદની સંભળાય છે, તેમાં એવા ગંભીર આશયનું સૂચન છે કે–પિતાને વાદમાં જિતનારના શિષ્ય થવાની પ્રતિજ્ઞા કરનાર વાદિવિજેતા વિદ્યાબલવાન બ્રાહ્મણ સિદ્ધસેન, વૃદ્ધવાદીસરિની કીતિ સાંભળી તેમને ભરુચની બહાર મળતાં વાદસ્પૃહા પ્રકટ કરે છે. સૂરિજી કહે છે કે- ચતુરંગી( સભાપતિ, સભ્ય, વાદી અને પ્રતિવાદીવાળી) સભા વિના જય કે પરા' જય કેમ જાણી શકાય? ” સિદ્ધસેને કહ્યું કે-“આ ગેવાલે જ વાદના સાક્ષીએ થાઓ.” વૃદ્ધવાદીસૂરિએ એ વાતને સ્વીકાર કરી સિદ્ધસેનને પૂર્વપક્ષ કરવા કહ્યું. તેણે સંસ્કૃતભાષાવડે બેલવાને પ્રારંભ કર્યો. તર્ક-વિતર્કના સંસર્ગથી કર્કશવાદ કરીને તે બોલી રહ્યા, એટલે ગવાળાએ કહ્યું કે-“આ કંઈ પણ જાણતા નથી, પિશાચગૃહીતની જેમ પોકારે છે, કરવત્તની જેમ અય્યારા કાન ફાડે છે; આથી બુઠ્ઠા વાદિરાજ ! તમે બેલો.” ત્યારપછી બન્ને પ્રકારે સમયજ્ઞ, વૃદ્ધવાદી, કચ્છબંધ કરીને ચિંદિણિ છંદ રાસવડે તાલ દેવાપૂર્વક ગાવા લાગ્યા કે
३ बाल-रूयादिजडप्रायभव्यजन्तुहितेच्छया ।
प्राकृतागमकर्तृभ्यो गणभृद्भ्यो नमो नमः ॥" –પ્રાકૃતયાશ્રયવૃત્તિ[પાટણભંડારની હ. લિ. પ્રતિ માં રાજશેખરસૂરિ
Page #27
--------------------------------------------------------------------------
________________
ઉપયોગિતા. “ નવિ મારિયઈ નવિ ચોરિયઈ, પરદારહ ગમણું નિવરિય; ન થવા દેવં દાઇય, સગ્નિ દુગુ દુગુ જાઈયઈ. ”
વિગેરે પ્રાકૃત પોથી પ્રસન્ન થઈ ગેવાલાએ વૃદ્ધવાદીની જયષણ–પ્રશંસા કરી. એથી સિદ્ધસેને પોતાને શિષ્ય તરીકે સ્વીકારવા કહ્યું. વૃદ્ધવાદીએ ફરી રાજસભા સમક્ષ વાદ કરવા કહ્યું. સિદ્ધસેને સૂચવ્યું કે–“હું અકાલજ્ઞ છું, આપ સમયજ્ઞ છે, સમયજ્ઞ એ સર્વજ્ઞ કહેવાય છે.” વિગેરે કહેવાથી તેને સૂરિએ પિતાના શિષ્ય કર્યા. એ પ્રસંગદ્વારા પ્રાકૃતભાષા તરફ આબાલ-ગોપાલને પ્રેમ પ્રકાશિત થાય છે. બીજા પ્રસંગમાં સંસ્કૃત પ્રાકૃતમા સમર્થ ધુરંધર વિદ્વાનું એ કવિએ સંસ્કૃતના પક્ષપાતથી પ્રાકૃત આગને સંસ્કૃતમાં પરાવર્તન કરી નાખવાની ઈચ્છા દર્શાવી હતી, પરંતુ શ્રીસંઘે તેમની એ ઈચ્છાને અગ્ય જણાવી તેમને પારાંચિક નામનું પ્રાયશ્ચિત્ત સૂચવ્યું હતું. જેમાં બાર વર્ષ સુધી ગુપ્ત વેષમાં રહેવું પડે. સંઘની ઉન્નતિનું કઈ અભુત કાર્ય કરવાથી, એકાદ સમર્થ રાજાને પ્રતિબંધ કરવાથી યા ગયેલ તીર્થ પાછું વાળવાથી શ્રીસંઘમાં ફરી દાખલ થઈ શકાય. શ્રીસંઘે સિદ્ધાંતને પ્રાકૃત કરવાનું કારણ દર્શાવતાં ઉપર્યુક્ત પદ્ય સાથે સૂચવ્યું હતું કે-“તીર્થકરેએ ફરમાવેલ ત્રિપદી(કવર વા, વિમેર વા, યુવેદ વા એ ત્રણ પદે)ના આધારે દ્વાદશાંગી-બાર અંગરૂપ સિદ્ધાંતસૂત્રની રચના કરનારા, સર્વાક્ષરસંનિપાતલબ્ધિધર ગણધરે ધારત તે તેઓ આગમને સંસ્કૃત–ભાષામાં રચી શકત; પરંતુ તેઓને બાળકે, સ્ત્રીઓ, મદે અને પ્રારા સર્વસાધારણ વિશાલ સમુદાય પર અનુગ્રહ-ઉપકાર કરવાને હતે-આબાલ-ગોપાલ સૌ કોઈને સર્વ જનસમૂહને ધર્મોપદેશ પહોંચાડે હતે. સર્વ કે તેને લાભ લે એ
Page #28
--------------------------------------------------------------------------
________________
૨૪
પ્રાકૃતભાષાની
તેમને પરમ ઉચ્ચ આશય હતું, અને એ આશય સિદ્ધ કરવામાં સાધનભૂત સર્વસાધારણ પ્રકૃતિસુલભ આ પ્રાકૃતભાષાની પસંદગી કરવામાં આવી. તેમના એ અત્યુત્તમ ઉદ્દેશની અવગણના કરી અમુક અલ્પ સંખ્યામાં સંભવી શકતા સાક્ષરેને જ ઉપગી થઈ શકે તેવી ભાષામાં તેનું પરાવર્તન કરવા વિચાર કરે, અને એ રીતે બહાળા સમુદાયને તેના લાભથી વંચિત રાખવાની ઈરછા પ્રદર્શિત કરવી, પ્રકારોતરથી પોતાના પાંડિત્યની પ્રખ્યાતિ કરાવવી-એમાં એ મહાપુરુષનું-તીર્થકરગણધરનું અક્ષમ્ય અપમાન રહેલું છે.” શ્રીસંઘની એ શિક્ષાને શિરોધાર્ય કરી સિદ્ધસેન દિવાકરે પિતાની સગ્યતા પુરવાર કરી આપી હતી, જેના પરિણામે તેમની પ્રભાવક તરીકે કીતિ પ્રસરી છે. ભદ્રેશ્વરસૂરિની કથાવલી, પ્રભાચંદ્રસૂરિનું પ્રભાવકચરિત્ર, સંઘતિલકાચાર્યની સમ્યકત્વસતિવૃત્તિ વગેરે અનેક ગ્રંથમાં તેમની પ્રભાવકતાના ઉલ્લેખો ઉપલબ્ધ થાય છે. જેના સિદ્ધાંત પર રચાયેલા વિસ્તૃત પ્રાચીન વ્યાખ્યા–વિવરણ ગ્રંથ, જે નિયુક્તિ, ભાષ્ય અને ચૂર્ણિના નામે ઓળખાય છે, તેને પણ પ્રાકૃતભાષામાં રચવામાં પૂર્વોક્ત હેતુ વિચારી શકાય તેમ છે. વિક્રમની દસમી સદીના પ્રતિષ્ઠિત રાજકવિ યાયાવરીય
રાજશેખરે કાવ્યમીમાંસામાં કરેલા ઉલ્લેખ પ્રાકૃતભાષા તરફ પ્રમાણે–પિતાના ભવનમાં તે રાજા, જે રાજાઓને પ્રેમ પ્રમાણે ભાષા-નિયમ કરે, તેમ થાય.
સંભળાય છે કે મગધ દેશમાં શિશુનાગ નામને રાજી થઈ ગયે. તેણે દુઃખે ઉચ્ચારી શકાય તેવા ૮ વર્ણોને દૂર કરી પિતાના અંતઃપુરમાં જ નિયમ પ્રવર્તાવ્યું
Page #29
--------------------------------------------------------------------------
________________
ઉપયોગિતા.
- ૨૫
હતો. ટકાર વિગેરે ચાર મૂર્ધન્ય [ ટ, ઠ, ડ, ઢ], તૃતીય સિવાયના ઊષ્માક્ષર ૩ [શ, ષ અને હ] અને ક્ષકાર.”
સંભળાય છે કે સૂરસેનદેશમાં કુવિંદ નામે રાજા થઈ ગ, તેણે પરુષ ( કઠણ-કઠેર) સાગવાળા અક્ષરેને વર્લ્ડ પિતાના અંતઃપુરમાં જ નિયમ પ્રવર્તાવ્યું હતું.”
ઉપર્યુક્ત શિશુનાગ રાજા લગભગ અઢીહજાર વર્ષ પહેલાં થયેલો જણાય છે. કારણ કે તેના વંશમાં થયેલ વંશજ બિંબિસાર (સંભાસાર-શ્રેણિક) રાજા, ગૌતમ બુદ્ધ અને મહાવીરને સમકાલિન મનાય છે, તેવા અનેક ઉલ્લેખ મળે છે. પૂર્વોત માગધી અને શૌરસેની સાથે ગાઢ સંબંધ ધરાવતી અને તે કરતાં પણ વધારે મહત્ત્વવાળી પ્રાકૃતભાષાને પ્રકૃતિમધુર, મૃદુ, સરલ, સુબોધ અને સર્વોપકારક સમજી, તેની ઉપયોગિતા વિચારી પૂર્વે થયેલા અનેક રાજા-મહારાજાઓએ તેને પ્રચાર કરવા ઉચિત પ્રયત્ન કર્યા હતા. તેમાં શકસંવતના પ્રવર્તક મનાતા સાતવાહન(હાલ-શાલિવાહન)નું નામ પ્રથમ લઈ શકાય. પ્રાકૃતપિંગલના વ્યાખ્યાકાર લક્ષ્મીધર તે તેને પ્રાકૃતના આદિકવિ તરીકે ઓળખાવે છે. કવિ રાજશેખર, કાવ્યમીમાંસામાં ઉલ્લેખ કરે છે કે–“સંભળાય છે કે કન્તલ__ १ " स्वभवने हि भाषानियमं यथा प्रभुर्विदधाति तथा भवति । भ्रूयते हि मगधेषु शिशुनागो नाम राजा, तेन दुरुच्चाराननष्टौ वर्णानपास्य स्वान्तःपुर एव प्रवर्तितो नियमः । टकारादयश्चत्वारो मूर्धन्यास्तृतीयवर्जમૂષ્માપુરાયઃ સવતિ |
| સૂતે જ સૂરસેનેy gવન્ડો નામ રાગ તેને પસંચારઅન્નપુર પ્રતિ સમાજે પૂર્વેળ” –કાવ્યમીમાંસા [ પૃ. ૫૦]
Page #30
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃતભાષાની
દેશમાં સાતવાહન નામને રાજા થઈ ગયો, તેણે પિતાના અન્તઃપુરમાં પ્રાકૃતભાષાત્મક નિયમ પ્રવર્તાવ્યું હતું. ” - કવિવત્સલ હાલના નામથી પ્રસિદ્ધ એ જ મહારાજાના નામ સાથે જોડાયેલી, રસિકજના હૃદયને પ્રિય લાગે તેવી પ્રાકૃત કૃતિ ગાથાસપ્તશતી આપણને મળે છે, કે જે ગાથાકેષની પ્રશંસા બાણભટ્ટ જેવા અનેક પ્રસિદ્ધ વિદ્વાનોએ કરી છે. તે સંબંધમાં એવું કહેવાય છે કે દક્ષિણ મહારાષ્ટ્રના સાર્વભૌમ પ્રતાપી કવિવત્સલ એ મહારાજાએ તેમાંની હાર, વેણીદંડ વિગેરે વર્ણનવાળી ચાર ગાથાઓ દસ ક્રોડથી અને બીજી ચાર ગાથાઓ નવ ક્રેડથી સંગૃહીત કરી હતી–એમ ગાથાઓના પ્રાચીન ઉલ્લેખ સાથે મેતુંગસૂરિ, પ્રબંધચિંતામણિમાં સૂચિત કરે છે. ધનકેષથી અવિનાશી ગાથાકેષને સમૃદ્ધ કરનાર આ કવિવત્સલ હાલથી સન્માનિત થયેલા. પાલિત–પાદલિપ્તસૂરિએ તરંગવતી નામની મનહર રસિક વિસ્તૃત પ્રાકૃત કથા રચી હતી અને તે જ રાજાની રાજસભામાં સંભળાવી હતી. જેની અનેક મહાકવિઓએ પ્રશંસા કરી છે. વિક્રમની દસમી સદીમાં આચારાંગ, સૂત્રકૃતાંગ વિગેરેના વ્યાખ્યાકાર શીલાંકાચાર્ય તે પ્રાકૃત મહાપુરુષચરિતમાં જણાવે છે કે- તેવી કઈ કલા નથી, તેવું કઈ લક્ષણ નથી કે પાલિત્ત વિગેરેની રચેલી તરંગવતી વિગેરે કથાઓમાં - ન હોય.' આજે દુર્દેવવશાત આપણને એ મૂળ કથા મળી શકતી નથી, તેમ છતાં તે પરથી સંક્ષિપ્ત રચાયેલી એ જ
૨ “સૂયતે જ સુન્તરેy સાતિવાદ નામ ના સૈન બાकृतभाषाऽऽत्मकमन्तःपुर एवेति समानं पूर्वेण । "
-કવિ રાજશેખરની કાવ્યમીમાંસામાં [ પૃ. ૫૦ ] ( ૨ જુએ જૈનતીર્થોને સચિત્ર ઈતિહાસ [ પૃ. ૨૫]
Page #31
--------------------------------------------------------------------------
________________
ઉપયોગિતા.
નામની એક કથા મળે છે, જેને જર્મનીના ઉત્સાહી છે. લૈંયમેને પિતાની દેશભાષામાં ઉતાર્યા પછી કેશવલાલ પ્રેમચંદ મેદીના પ્રયત્નથી તે ગુજરાતીમાં પણ મળે છે. પ્રાકૃત, જે મહારાષ્ટ્રી નામથી ઓળખાય છે, તેને સુયશ મહારાષ્ટ્રના એ પ્રતાપી કવિવત્સલ મહારાજાને ઘટે છે, એવી મ્હારી માન્યતા છે. પ્રાચીન અનેક મહાકવિઓ દ્વારા પ્રશંસાયેલી અને અનેક કાવ્યું, નાટકે તથા કથાઓના આધારભૂત થયેલી ભૂત(પિશાચ) ભાષા નેપાલ-ભૂતાન તરફની પ્રાચીન પ્રાકૃત ]મય મનાતી ગુણાઢ્યકવિએ રચેલી બૃહત્કથા( નરવાહનદત્તકથા) અત્યારે. ઉપલબ્ધ થતી નથી, છતાં જેના સંક્ષિપ્ત સંસ્કૃત અનુકરણઅનુવાદો બહત્કથામંજરી, કથાસરિત્સાગર નામથી મળે છે; તે મૂળ બહત્કથા રચનાર કવિ ગુણાત્ય પણ પૂર્વોક્ત સાતવાહન(શાલિવાહનોને આશ્રિત કવિ મનાય છે.
કવિદંધના કાવ્યાદર્શ વિગેરેમાં વખણાયેલું સેતુબંધ (રાવણવા ) નામનું પ્રાકૃત મહાકાવ્ય, મહારાજા પ્રવરસેન (કુન્તલેશ્વર) નિમિત્તે મહારાજાધિરાજ વિક્રમાદિત્યની આજ્ઞાથી કવિ કાલિદાસે રચ્યું હતું-તેમ તેના વ્યાખ્યાકાર, અકમ્બરના કૃપાપાત્ર રાજા રામદાસ વિ. સં. ૧૬પર માં જણાવે છે.
યશવર્માની કીર્તિરૂપ ગઉડવો( ગડ-મગધરાજ-વધ) નામના પ્રાકૃત કાવ્યને રચનાર કવિરાજ વાપતિરાજ, મહારાજા યશોવર્મા વિ. સં. ૭૩૧ થી ૭૮૧ ને આશ્રિત સામત હતે; જેને અંતિમાવસ્થામાં જૈનાચાર્ય અપભટ્રિએ જૈનધર્મને પ્રતિબંધ કર્યો હતે-એવા ઉલ્લેખ મળે છે.
કપૂરમંજરી” નામના પ્રાકૃતસટ્ટક વિગેરે અનેક ગ્રંથને રચનાર કવિ રાજશેખર, રાજા મહેન્દ્રપાલ વિ. સં. ૯૭૩
Page #32
--------------------------------------------------------------------------
________________
૩૮
પ્રાકૃતભાષાની
અને યુવરાજ [ મહીપાલ ] વિગેરેના રાજગુરુ હાઇ તેઓથી સન્માનિત હતા.
મહારાજા ભાજદેવના સરસ્વતીક ઠાભરણુમાં સૂચન છે કે આઢયરાજના રાજ્યમાં પ્રાકૃતભાષા મેાલનાર કાણુ ન હતા ? અર્થાત્ તેના રાજ્યમાં પ્રાકૃતભાષા ખેલનાર મહાળી સંખ્યામાં હતા.? ’
આપણા આ ભાવનગર પાસેના ઇતિહાસપ્રસિદ્ધ વલભી કે જ્યાં મહાવીર નિર્વાણ પછી ૯૮૦ (વિ. સ. ૫૧૦) વષૅ દેવધિગણિક્ષમાશ્રમણના સુપ્રયત્નથી તૈનાગમા પ્રથમ પુસ્તકાઢ થયાં મનાય છે, તે( વળા )ના મહારાજા ધરસેનનું શક સ ૪૦૦નું તામ્રપત્ર મળી આવ્યું છે, જેની નકલ ઈંડિયન્ એન્ટિવેરી[ ભા. ૧૦, પૃ. ૨૮૪]માં પ્રકટ થયેલ છે, તેમાં તેના પૂજ ગુહસેન માટે કહેવામાં આવ્યું છે કે—તે ‘સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ એ ત્રણે ભાષાઓમાં પ્રતિબદ્ધ થયેલા પ્રબધાની રચના કરવામાં અતિનિપુણ અંતઃકરણવાળા હતા.
R
પ્રજાપ્રેમી રાજાની ક્રીતિ ચાહતા સુપ્રસિદ્ધ વૈયાકરણકવિ ભટ્ટિએ શ્રીધરસેનનરેન્દ્રથી પાલિત વલભી( વળા )માં રચેલા
१ ‘ કેડમૂવન નાટ્યરાઝસ્ય રાજ્યે પ્રાતમાળિ: ? । '' –મહારાજા ભાજના સરસ્વતીક ઠાભરણમાં [ ૨૧૫ ] २ " संस्कृत-- प्राकृतापभ्रंश भाषात्रय प्रतिबद्ध प्रबंधरचनानिपुणतરાંત:: x x
""
—વલભી(વળા)રાજ ધરસેનના શકસ. ૪૦૦ ના તામ્રપત્રમાં ગુહસેન માટે વિશેષણ ( ઈંડિયન એન્ટિક્વેરી ભા. ૧૦, પૃ. ૨૮૪)
Page #33
--------------------------------------------------------------------------
________________
- ઉપયોગિતા.
૨૯.
સંસ્કૃત રામચરિત( ભટ્ટિકાવ્ય)માં ૧૩ મા સગને સમસંસ્કૃત પ્રાકૃતથી ભાવ્યું છે. - કવિ રાજશેખર કાવ્યમીમાંસા(પૃ. ૫૪ )માં સૂચવે છે કે–“કવિ રાજા, કવિઓની પરીક્ષા માટે સભા કરે, તેમાં પ્રાકૃતકવિઓને પૂર્વ તરફ આસન આપે ” વિગેરે.
એ ઉપરથી સમજી શકાય તેમ છે કે પ્રાચીન અનેક રાજામહારાજાઓ પ્રાકૃતભાષાની ઉપયોગિતા સારી રીતે સમજતા હતા અને તેને પ્રચાર કરવા અનેક પ્રકારે પ્રયત્ન પણ કરતા હતા. પૂર્વજોની કીતિને દીપાવનારા વર્તમાન રાજવીઓ પાસેથી તેવા તુત્ય પ્રયત્નોની આશા આપણે કેમ ન રાખી શકીએ ? યાયાવરીય કવિ રાજશેખરે બલરામાયણમાં પ્રાકૃતપ્રમુખ
વાણીને પ્રકૃતિમધુર' તરીકે વર્ણવી છે, લાટદેશના લકે- તેમજ પ્રાકૃત વચન સંબંધમાં પ્રાસંગિક
નો પ્રાકૃત તરફ ઉચ્ચાર્યું છે કે –“જે, ખરેખર સંસ્કૃતની - પ્રેમ. યોનિ છે-ઉત્પત્તિનું સ્થાન છે, જે સુંદર
નયનવાળી સુંદરીઓની જીભેમાં અમેદ પામે છે–ભે છે, જે, કાનના માર્ગે આવતાં [ અન્ય ] ભાષાક્ષરને રસ કટુ-કડ લાગે છે, અને ચૂર્ણ જેવાં પદેવાળું ગધ, રતિપતિ(કામદેવ)ના પદપગલાં જેવું છે, તે પ્રાકૃત વચન જેમનું છે, તે લાટનેલાટદેશ( ભરુચ, વડેદરા તરફને પ્રદેશ )ના લોકોને, લલિત અંગેવાની હે સુંદરિ! દષ્ટિના નિમેષવ્રતને દૂર કરતી (આંખના | ૧ “ વિરઃ અધ્યા વિવ્યા પ્રતિમધુરા કાજીપુરઃ”
Page #34
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃતભાષાની -
પલકારા કર્યા વિના ) તું જે. ” એ જ કવિ કાવ્યમીમાંસામાં કહે છે કે–“ સંસ્કૃત તરફ છેષ કરનારા લાટદેશના લેક લલિત ઉલ્લાપ કરવામાં પ્રાપ્ત કરેલી સિન્દર્યમુદ્રાવાળી જહાવડે લટભસુંદર) પ્રાકૃત બેલે છે.” તે જ ગ્રંથમાં બીજે સ્થળે લાટદેશના લેકેને-કવિને પ્રાકૃતમાં પરિચિત રુચિવાળા સૂચવ્યા છે. એ તરફ ધ્યાન ખેંચવાની આવશ્યકતા છે કે એક વખતે લાટદેશની વિશિષ્ટભાષા તરીકે પ્રાકૃતની પ્રખ્યાતિ હતી. વજજા લગ્ન( પદ્યાલય ) નામના પ્રાકૃત સુભાષિત સંગ્રહ
માંથી ઉપર જે પદ્ય સૂચવાઈ ગયાં છે, તેમાં મહિલાઓની પ્રાકૃતિકાવ્ય માટે સૂચવાયેલ સુવર્યુચવરિત્ર - વહાલી ભાષા. યુવતિજનવલભ વિશેષણ ખાસ ધ્યાનમાં
રાખવા યોગ્ય છે. એ સૂચવે છે કે પ્રાયઃ યુવતિને-સ્ત્રીઓને પ્રાકૃતિકાવ્ય બહુ પ્રિય હોય છે. કવિ રાજશેખરનું સુભાષિત જે ઉપર દર્શાવાઈ ગયું છે, તેમાં પણ
સુદશ કિલ્લાનું મોતે' એવા વર્ણન દ્વારા કાવ સૂચિત કરે १ “ यद् योनिः किल संस्कृतस्य सुदृशां जिह्वासु यन्मोदते
__ यत्र श्रोत्रपथावतारिणि कटुर्भाषाक्षराणां रसः। - गद्यं चूर्णपदं पदं रतिपतेस्तत् प्राकृतं यद्वच
રતૉલ્સાદાંત્રિતાદિ ! પશ્ય નુરતી નિષત્રત છે ”
કવિ રાજશેખરના બાલરામાયણમાં [ ૧, ૧૧, પૃ. ૪૯ ]. . २ " पठन्ति लटभं लाटाः प्राकृतं संस्कृतद्विषः ।
સિતોપdઘસૌન્દર્યમુકયા ” ३. — गौडाद्याः संस्कृतस्थाः परिचितरुचयः प्राकृते लाटदेश्याः'
–કવિ રાજશેખરની કાવ્યમીમાંસામાં [અ.૭,૫૩૪ અ. ૧૦, પૃ૫૧]
Page #35
--------------------------------------------------------------------------
________________
ઉપયોગિતા.
૩
s
છે કે પ્રાકૃત વચન સુંદરીઓની જીભમાં અમેદ પામે છેશેભે છે. ” નાટકમાં તે સ્ત્રી પાત્રોનું વચન પ્રાયઃ પ્રાકૃત હાય છે, એ ધનંજય કવિના દશરૂપકમાં “gr તુ પ્રાપ્તિ થાય' ઉલ્લેખદ્વારા અને નાટક-રૂપકેમાં મળતા પાઠદ્વારા જીણું શકાય છે. “ બાલ-બાલાઓને પણ સબધ કરનારી પ્રાકૃતભાષા છે ” એવું સિદ્ધષિનું વચન અને બાલ-બાલાઓ વિગેરે સર્વને વિશેષ બેધ થાય તેવી ભાષા( પ્રાકૃત) બેલવા પ્રેરતું મહેશ્વરસૂરિનું વચન અહિં ફરીથી આપણે યાદ કરવું જોઈએ. એથી બાલવર્ગ, સ્ત્રીવર્ગ વિગેરેના અનુગ્રહ માટે તત્ત્વજ્ઞાએ પ્રાકૃતમાં કરેલી સિદ્ધાંતની ચેજના કેટલી સંગત, વિવેકપૂર્વક અને પરોપકારક છે-એ વિચારવાથી સમજાશે.
વિશેષમાં ભૂષણભટ્ટના પુત્ર કુતૂહલે સિંહલદ્વીપની સુંદરી રાજકુમારી લીલાવતી અને પ્રતિષ્ઠાન( પૈઠણ, દક્ષિણ )ના પૂર્વેત કવિવત્સલ શાલિવાહનના પરિણય-પ્રસંગને ઉદ્દેશી પ્રાકૃતકથા રચી છે, તેની પીઠિકામાં કવિએ ઉપર્યુક્ત કથનને પુષ્ટ કરતે પ્રિયતમ અને પ્રિયતમાને એક સંવાદ મૂકે છે. તેમાં પ્રિયતમા કહે છે કે – “હે પ્રિયતમ! આ રજની અતિરમણીય છે, શરદ્ ઋતુ પણ મનહર છે અને તમે પણ સ્વાધીન છે, તે અનુકૂળ પરિજનવાળી એવી મહને નથી એવું કંઈ નથી; તેથી પ્રદેષ( રાત્રિના પ્રારંભભાગ )માં વિનેદ માત્રથી સુખ આપનારી, મનહર ઉલાપવાળી, મહિલાજનેને મને લાગે તેવી સરસ કઈક અપૂર્વ કથા કહે. ” મુગ્ધમુખકમલવાળી તે પ્રિયતમાના વચનને સાંભળીને તેણે કહ્યું કેહે કુવલયદાક્ષિ! કવિઓએ દિવ્ય ૧, દિવ્યમાનુષી ૨ અને માનુષી ૩ એમ ત્રણ પ્રકારની કથાઓ કહી છે. તેમાં પણ પૂર્વકવિઓએ કાંઈક લક્ષણ કર્યું છે. વળી સારા વર્ણોથી રચા
Page #36
--------------------------------------------------------------------------
________________
કર
પ્રાકૃતભાષાની
ચેલી ૧ સ ંસ્કૃત, ૨ પ્રાકૃત અને ૩ સકીકથા એમ ત્રણે પ્રકારની સુકથાઓ શ્રેષ્ઠ મહાકવિઓવડે કહી શકાય. હે મૃગાક્ષિ ! તેમાંથી અમ્હારા જેવા અબુધેાવડે જે કહેવાય, તે કથા લેાકમાં પરિભાવ-સન્માન પામતી નથી; તે હું સુ ંદર ! તું મ્હારા ઉપહાસ કેમ કરે છે ? જેણે શબ્દશાસ્ત્ર(વ્યાકરણ) ન સાંભળ્યુ હોય, તેનાવડે ખેલી પણ ન શકાય, તા વિક્ટ (વિશાળ) થામધ તે કેમ કરી શકાય ? * પ્રિયતમાએ કહ્યું કે–પ્રિયતમ ! તે શબ્દશાસ્રનુ અમ્હને શું પ્રયાજન છે, જેણે અમ્હારાં જેવાં (મહિલા) જનના સુભાષિતમાગ ભાંગ્યા છે. હૃદયને કદર્શિત કર્યાં વિના જે વડે, સ્ક્રુટ રીતે અર્થ ઉપલબ્ધ થાય; તે જ ઉત્કૃષ્ટ શબ્દ ઈષ્ટ છે. લક્ષણ(વ્યાકરણ)વડે અમ્હને શું ? માટે એમ જ શુદ્ધ વ્રુતિવાળી, બહુ થાડા દેશી શબ્દોથી સારી રીતે સમજાય તેવી મનહર દિવ્યમાનુષી કથા પ્રાકૃત ભાષાવડે કહેા. 27
B
१ ता किं मं उवहससि सुयण ! अएण सद्दसत्थेण । उल्लविरं न तीरइ किं पुण वियडो कहा बंधो ? ॥ भणिथं च पिययमाए पिययम ! किं तेण सद्दसत्थे ? । जेण सुहासियमग्गो भग्गो अम्हारिसजणस्स ॥ उवलब्भइ जेण फुडं अत्थो कयत्थिए हियं । सो चेय परो सो इट्ठो किं लक्खणेणम्ह ? ॥ एमेय सुद्धजुयइं मणोहरं पाययाइ भासाए । पविरलदेसिसुलक्खं कहसु कहं दिव्वमाणुसियं ॥
""
-ભૂષણભટ્ટના પુત્રની લીલાવતીકથામાં [ વિ. સ. ૧૨૬૫ માં લિ જે, ભ. તા. પ્રતિ. ].
'
Page #37
--------------------------------------------------------------------------
________________
ઉપયોગિતા.
૩૩
સંસ્કૃત ભાષાના પ્રાચીન અલંકારશાસ્ત્રના વન્યાલક, વ્ય
ક્તિવિવેક, વક્રોક્તિજીવિત, કાવ્યપ્રકાશ, અલંકારશાસ્ત્રમાં સરસ્વતીકંઠાભરણુ વિગેરે ગ્રંથોમાં અલંપ્રાકૃતને સ્થાન. કારનાં ઉદાહરણે તરીકે સંસ્કૃત કોની
જેમ પ્રાકૃત ગાથાઓને પણ બહુ છૂટથી ઉપયોગ કરવામાં આવ્યું છે–એ રીતે અલંકારશાસ્ત્રીઓએ પ્રાકૃતભાષાની ઉપયોગિતા પીછાણુ હતી. પરંવાર જેવા અલંકાસ્ના સ્વતંત્ર પ્રાકૃત ગ્રંથે પણ જેસલમેર જેવા સ્થળોના પ્રાચીન ભંડારોમાં જણાય છે. સંસ્કૃત નાટકોમાં સ્ત્રીઓ, વિદૂષકે અને બીજાં કેટલાંક
પાત્રોની ભાષા બહુધા પ્રાકૃત રાખવામાં આવે નાટયશાસ્ત્રમાં છે. એ આપણને સૂચવે છે કે-સંસ્કૃત પ્રાકૃતને સ્થાન. બેલનાર વર્ગ અમુક જ હોઈ શકે.
સ્ત્રીઓ અને ઇતર પ્રાકૃતવર્ગ-સાધારણ જનસમુદાય પ્રાકૃતભાષામાં જ સારી રીતે ઉચ્ચારણ કરી શકે. સ્વાભાવિક પ્રકૃતિ પ્રમાણે ભાષાની વ્યવસ્થા ન રાખવામાં આવે, તે કૃત્રિમતા આવી જાય અને ઉચિત રસપષણ ન થઇ શકેએવા હેતુથી ભરતમુનિએ નાટ્યશાસ્ત્રમાં [ મિ. સા. મુંબઈથી પ્રકાશિતના ૧૭ માં અને કાશી સં. સિરીઝદ્વારા પ્રકાશિતના ૧૮મા અધ્યાયમાં ] અનેક પાત્રની ભાષામાં પ્રાકૃતપ્રયાગની સૂચના કરી છે, તથા ચેટ, રાજપુત્ર અને શેઠીઆઓની ભાષા અર્ધમાગધી(પ્રાકૃત) જણાવી છે. તેમ જ માલવપતિ મહારાજા
१ " एषामेव तु सर्वेषां नायकानां प्रयोगतः । ___कारणब्यपदेशेन प्राकृतं सम्प्रयोजयेत् ।।
Page #38
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃતભાષાની.
સુજની સભાના વિદ્વાન્ કવિ ધન ંજયે દર્શરૂપકમાં જણાવ્યુ છે કે– સ્ત્રીઓની ભાષા પ્રાયઃ પ્રાકૃત હેાય છે ’ અને આપણે જોઈએ છીએ તેમ મહાકવિ ભાસ, કાલિદાસ વિગેરેનાં સેંકડો સંસ્કૃત નાટકામાં અને બીજા રૂપકામાં તે તે પાત્રોની ભાષામાં પ્રાકૃત પાઠા–પ્રયાગા મળી આવે છે. એ રીતે તેએ પ્રાકૃત ભાષાની આવશ્યકતા સ્વીકારી હતી. કવિ રાજશેખર જેવાએ કપૂરમંજરી સટ્ટક જેવાં રૂપ પણુ પ્રાકૃતમય રચ્યાં છે.
જૈનેતર વિદ્વાનેામાં પાણિનિનું પ્રાકૃતલક્ષણ હાવાનુ આપણને મલયગિરિ, દેવેન્દ્રસૂરિ, કેદારપ્રાકૃત વ્યાકરણા. ભટ્ટ વિગેરેના ઉલ્લેખેદ્વારા જણાય છે, પરંતુ તે અત્યારે અપ્રાપ્ય છે. પ્રાચીન મનાતા ભરતમુનિના નાટ્યશાસ્ત્રમાં અને કેટલાંક પુરાણેામાં સક્ષેપથી પ્રાકૃતનાં અનુશાસને મળે છે. વરુચિએ પ્રાકૃતऐश्वर्येण प्रमत्तस्य दारिद्र्येण प्लुतस्य च । उत्तमस्यापि पठतः प्राकृतं सम्प्रयोजयेत् ॥ व्याजलिङ्गप्रतिष्ठानां श्रमणानां तपस्विनाम् । भिक्षुचाष्ट (?) चराणां च प्राकृतं सम्प्रयोजयेत् ॥ बाले ग्रहोपसृष्टे स्त्रीणां स्त्रीप्रकृतौ तथा । नीचे मत्ते सलिङ्गे च प्राकृतं पाठ्यमिष्यते ॥
૩૪
રિમાર્–મુનિ–રાજ્યેષુ ચૈન્ને(શૈક્ષે)વુ શ્રોત્રિયેષુ ચ ॥ चेटानां राजपुत्राणां श्रेष्ठिनां चार्धमागधी ।
""
—ભરતમુનિના નાટ્યશાસ્ત્રમાં [નિ. સા. અ. ૧૭, કાશી સ. સિ.
અ. ૧૮ ક્ષેા. ૩૦-૩૪-૫૦ ]
"
१
' स्त्रीणां तु प्राकृतं प्रायः
—કવિ ધનયના દર્શરૂપકમાં [ પરિ॰ ૨, ૬૦ ]
Page #39
--------------------------------------------------------------------------
________________
ઉપયોગિતા.
૩૫
પ્રકાશ, હૃષીકેશે પ્રાકૃત વ્યાકરણ, માર્કંડેયે પ્રાકૃતસર્વસ્વ, ક્રમદીશ્વરે સંક્ષિપ્તસાર પ્રાકૃત વ્યાકરણ, લહમીધરે ષડ્રભાષાચંદ્રિકા જેવા વ્યાકરણ ગ્રંથ રચ્યા છે, અને જેમાં ચંડનું પ્રાકૃતલક્ષણ, ત્રિવિક્રમદેવનું પ્રાકૃતાનુશાસન વિગેરે મળી આવે છે. તેમ છતાં ગુજરેશ્વર સિદ્ધરાજ જયસિંહની અભ્યર્થનાથી સુપ્રસિદ્ધ જૈન વિદ્વાન્ હેમચંદ્રાચાર્યે રચેલા સિદ્ધહેમશબ્દાનુશાસનના આઠમા અધ્યાય( પ્રાકૃત વ્યાકરણ )ની સંકલના બહુ ધ્યાન ખેંચે તેવી અને પ્રાકૃત વિગેરે ભાષાઓનું સરલતાથી વિસ્તૃત જ્ઞાન કરાવે તેવી છે. તેમાં અનુક્રમે સંધિ સ્વરેના આદેશે, વ્યંજનના આદેશ, સંયુક્ત વ્યંજનના આદેશે, અવ્યયે, શબ્દોનાં રૂપે, ધાતુઓનાં રૂપે, દેશે, શરસેની, માગધી, પિશાચી, લિકાપિશાચી અને અપભ્રંશ ભાષાની વિશેષતાઓ સુગમતાથી સમજાવી છે. અને તે જ્ઞાનને પરિપકવ કરાવવા, આદિથી અંત સુધીનાં દરેક સૂત્રોનાં અનુક્રમે ઉદાહેરણ પ્રત્યુદાહરણોની ચેજના કરી પ્રાકૃત દ્વયાશ્રયમહાકાવ્ય (કુમારપાલચરિત)ની રચના કરી પ્રાકૃત ભાષાના અભ્યાસીઓ પર મહાન ઉપકાર કર્યો છે અને બીજી રીતે પાટણ(ગુજરાત)ના પરમાર્હત ચાલુક્ય ભૂપાલ કુમારપાલના પવિત્ર ચરિત્રથી પણ આપણને પરિચિત કર્યા છે. - વર્ણથી બ્રાહ્મણ, પણ પાછળથી જૈનધર્મ સ્વીકારનાર મહા
કવિ ધનપાલની પાઈએલચ્છીનામમાલા, પ્રાકૃત કેશો. પ્રાકૃતકાવ્યોમાં આવતા શબ્દના જ્ઞાન
| માટે સંક્ષિપ્ત પણ ઉપયેગી સાધન છે. દેશી શબ્દના જ્ઞાન માટે શ્રીમદ્ હેમચંદ્રાચાર્યો દેશીનામમાલાની ક્રમસર સંકલના કરેલી છે. એ સિવાય આધુનિક કેશમાં
Page #40
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃતભાષાની
રાજેન્દ્રસૂરિના મહાપ્રયત્નથી મહાભારત જે અભિધાન રાજેન્દ્ર નામને મહાકેશ, બ્રહલ્કાયદળદાર સાત ભાગોમાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં જૈન આગમ, પ્રકરણે વિગેરેના લાંબા પાઠ ઉતારવામાં આવ્યા છે, પરંતુ એ કરતાં વિશેષ ઉપયેગી થઈ શકે તે આકર્ષક વિશિષ્ટ સંકલનાથી તૈયાર થયેલે, લગભગ ૭૫૦૦૦ શબ્દને સંગ્રહ ધરાવતે ન્યાય-વ્યાકરણતીર્થ પંડિત હરવિંદદાસજીને પાસમUવો (પ્રાકૃત શબ્દમહાર્ણવ) પ્રાકૃત-હિંદી કેશ, પ્રાકૃત ભાષાના અભ્યાસીઓને માટે અત્યપગી છે. શતાવધાની પંડિત મુનિ રત્નચંદ્રજીને અર્ધમાગધી કેષ, અનેક ભાષામાં પ્રકટ થઈ રહ્યો છે તે, અને જૈનાગમશબ્દસંગ્રહ ઉપગી નીવડવા સંભવ છે. સંસ્કૃત ભાષામાં જેમ લેક(અનુષ્યપુ)ની તેમ પ્રાકૃતભાષામાં
ગાથાની વિશેષ પ્રસિદ્ધિ છે. જેના સિદ્ધાંતપ્રાકૃત છંદઃ શાસ સૂત્રમાં આચારાંગ, સૂત્રકૃતાંગ વિગેરેને
કેટલોક ભાગ અને ઉત્તરાધ્યયન વિગેરેની રચના પ્રાયઃ પદ્યબદ્ધ છે. અજિતશાંતિસ્તવ જેવા પ્રાચીન તેત્રમાં વિવિધ ઈદે વપરાયેલા છે. એ છ દેના જ્ઞાન માટે ગાથાલક્ષણ, નંદિતાત્ય, અંબૂછંદ, પ્રાકૃત પિંગલ વિગેરે સ્વતંત્ર ગ્રંથે રચાયેલા મળી આવે છે. વિરહાક કવિની પ્રાકૃત છવિચિતિ, કે જે કઇસિ વિત્તજાઈસમુચ્ચય એવા નામથી ઓળખાય છે, જેની વિ. સં. ૧૧૯૨માં લખાયેલી જૂની તાડપત્રથી જેસલમેરના કિલ્લાના બડાભંડારમાં હોવાનું અહે જેસલમેર ભાં. સૂચીમાં જણાવ્યું હતું, તે પ્રાચીન ગ્રંથ તે પછી પ્રકાશિત થઈ ગયેલ છે. શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યના છંદેનુશાસનમાં પણ પ્રાકૃતછ દે માટે ખાસ અધ્યાય છે. તે સિવાય સંસ્કૃત છન્દઃ
Page #41
--------------------------------------------------------------------------
________________
ઉપયોગિતા.
શાસ્ત્ર-ગ્રંથે પણ પ્રાકૃતછનું જ્ઞાન કરાવવામાં સરખાં લક્ષણેને લીધે કેટલેક અંશે ઉપયોગી થઈ શકે તેવાં છે. પ્રાકૃત પદ્ય અને ગદ્ય સાહિત્ય તાંબર લે અને દિગંબર
જૈન વિદ્વાનોએ પુષ્કળ પ્રમાણમાં રચ્યું છે, પ્રાકૃત સાહિત્યની જેની સૂચી-ચાદી પણ એક વિસ્તૃત પુસ્તપુષ્કલતા કરૂપ બની જાય તેમ છે. જેમાં સૂત્ર,
નિર્યુક્તિ, ભાળે, ચૂર્ણિ, વૃત્તિ-વ્યાખ્યારૂપ ગ્રંથ, પ્રકરણે, કુલ, પ્રકીર્ણ ગ્રંથ, ઔપદેશિક ગ્ર, તત્વજ્ઞાનના ગ્રંથ, કથા-ચરિત્રરૂપ ગ્રંથ અને તિષ, વૈદ્યક, અષ્ટાંગ નિમિત્ત વિગેરે વિવિધ વિષયના ગ્રંથને સમાવેશ થાય છે. જેમાંથી બહુ થોડા જ ગ્રંથ પ્રકાશમાં આવ્યા છે. આપણું આગમસૂત્ર, પહેલાં રાયબહાદૂર બાબૂછ ધનપતિસિંહજી દ્વારા અને પછી આગમેદયસમિતિ દ્વારા પ્રકાશમાં આવ્યાં. તેમજ બીજા કેટલાક પ્રાકૃત પ્રકરણાદિ ગ્રંથે જૂદી જૂદી વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા પ્રસિદ્ધિમાં આવ્યા છે, જે વિશિષ્ટ ઉપયોગી પદ્ધતિથી પુન:પ્રકાશનની અપેક્ષા રાખે છે દસ દસ બાર બાર હજાર લેક પ્રમાણ કથાચરિત્રગ્રંથે પણ ઓછી સંખ્યામાં નથી. આપણું આ જૈનધર્મ પ્રસારક સભાએ પ્રકાશિત કરેલ વિમલસૂરિનું પદ્ય પઉમાચરિય [રચના વિ. સં. ૬૦માં ગ્રં. ૧૦૦૦૦], અહિંની જૈન આત્માનંદ સભાએ આદર્શ મને હરરૂપમાં પ્રસિદ્ધ કરેલી સંઘદાસગણિની ગદ્ય બૃહત્કથા વસુદેવહિંડી રચના પ્રાયઃ વિકમની પાંચમી સદીમાં. ગં. ૧૧૦૦૦], કલકત્તાની એશિયાટિક સોસાઈટી દ્વારા પ્રકાશમાં આવેલ હરિભદ્રસૂરિની ગદ્ય સમરાઈશ્ચકહા [રચના પ્રાયઃ વિક્રમની ૮મી સદીમાં. ગ્રં. ૧૦૦૦૦], જૈન વિવિધ સાહિત્યશાસ્ત્રમાલાએ પ્રકાશમાં
Page #42
--------------------------------------------------------------------------
________________
૩૮
પ્રાકૃતભાષાની
મૂકેલ ધનેશ્વરસાધુનું પદ્ય સુરસુંદરીચરિય રચના વિ. સં. ૧૦૯૫માં. ગ્રૂ. ૪૦૦૦], અને લક્ષ્મણગણનું પદ્ય સુપાસનાહચરિય [રચના વિ. સં. ૧૧૯૯માં. ગ્રૂ. ૧૦૦૦૦, દે. લા. જૈન પુ. કેડદ્વારા પ્રકાશમાં આવેલ ગુણચદ્રગણિનું પદ્ય મહાવીરસરિય રચના ।૧. સ. ૧૧૩૯માં, શ્ર. ૧૨૦૦૦], ગાયકવાડ આરિયન્ટલ સિરીઝ તરફથી પ્રકાશિત થયેલ સામપ્રભાચાય ના ગદ્યપ્રાય કુમારપાલપ્રતિષેધ [રચના વિ. સ’. ૧૨૪૧માં. ગ્ર ૮૮૦૦], વિગેરે વિસ્તૃત ગ્રંથા અને સુખઇ સરકારી સિરીઝ તરફથી પ્રકાશિત કુમારપાલચરિત વિગેરે ગ્રંથા પ્રાકૃતભાષાની મધુરતા, મૃતા અને સરલતા સમજાવવામાં અને વિવિધ જ્ઞાન આપવામાં અત્યુપર્યેાગી છે; પરંતુ એથી પણ મનેહર વિસ્તૃત પ્રાકૃતમય સેકડો થથા હજુ પાટણુ, ખંભાત અને જેસલમેર જેવા સ્થળાના પુસ્તક-ભંડારામાં વર્ષોથી વિના અપરાધે માંધેલા-જકડેલા કે૪માં પડયા છે. તર`ગવતીકથા જેવાં કેટલાંય કથારને-ગ્રંથરત્ના આપણે ગુમાવ્યાં છે. કુવલયમાલાકથા, વિલાસવતીકથા, જીવનસુંદરીકથા, ચઉપ્પન્નમહાપુરિસચરિય જેવાં અને પ્રત્યેક તીથકર વિગેરેનાં હજારા શ્લેાકેામાં રચાયેલાં પ્રાકૃત કથા-ચરિત્રાનાં અને વિવિધ વિષયાનાં પુસ્તક જીણુ થઇને, સડી જઇને કે ઉધેઇ વિગેરેના ભાગ બનીને વિનાશ ન પામે તે પહેલાં સાવચેત થઇને તેને કેદમાંથી છેડાવીને પ્રકાશમાં લાવવાની જરૂર છે. વિચક્ષણ વિદ્વાનાએ રચેલા, વિનાદ સાથે વિવિધ જ્ઞાન આપનારા એ મનહર ગ્રાના લાભ આપણે લેવા જોઇએ અને અન્યને આપવા જોઇએ. જૈન સંઘના આગેવાના, ધનિકા, વિદ્યાવિલાસી અને સાહિત્યરસિકાનું એ કબ્ય છે. સમયના સદુપયોગ અને શક્તિના સદ્વ્યય કરવાનું સમજનારા આની એ ફરજ છે,
Page #43
--------------------------------------------------------------------------
________________
ઉપયોગિતા.
- જૈનેતર વિદ્વાનના પ્રાકૃતિકાવ્યમાં કવિવત્સલ હાલની ગાથાસપ્તશતી, પ્રવરસેનનું સેતુબંધ (રાવણવહે), વાસ્ક્રપતિરાજને ગઉડવા તથા રાજશેખરનું કપૂરમંજરીસટ્ટક પ્રકાશમાં આવેલ છે; પરંતુ વાફપતિરાજનું મહુમહવિયય (મધુમથવિજય), આનંદવર્ધનની વિષમબાણલીલા, ભૂષણભટ્ટના પુત્રની લીલાવતીકથા એ વિગેરે કાળે પ્રકટ થતાં નવીન પ્રકાશ ફેલાશે. - જેમના દેશના પૂર્વજોની અને પૂની એ ભાષા હતી,
જેમાં એ પૂર્વજોએ–પાપકારપરાયણ મહાવર્તમાનમાં પ્રાકૃત ભાષાની
પુરુષોએ અમૂલ્ય ઉપદેશ આપ્યા હતા, જેમાં અગાધ ડહાપણભર્યું છે, વિવિધ
કળાઓનું લેકવૃત્તાંતેનું કર્તવ્યાકર્તવ્ય પુરુષાર્થોનું જ્ઞાન આપ્યું છે, તે પ્રાકૃતભાષા-સાહિત્યની ઉપયોગિતા તેમના વારસો સમજે–સમજવા ઉત્સાહ ધરાવે તે પહેલાં જર્મની, યૂરેપ વિગેરે દૂર દૂરના દેશોના-વિદેશેના ઉત્સાહી વિદ્વાનોનું ધ્યાન તે તરફ ખેંચાયું છે. આર્યાવર્તની પ્રાચીન અપરિચિત ભાષા અને લિપિ જ્ઞાન મેળવવા તેઓએ વર્ષોથી ઝુકાવ્યું છે, તેના પરિણામે તેમના પ્રશંસનીય પ્રયત્નોથી કેટલાંક જેન સિદ્ધાંતસૂત્ર અને અન્ય પ્રાકૃત ગ્રંથે મૂળરૂપે કે અનુવાદરૂપે તેમની દેશભાષામાં અને તેમના દેશની લિપિમાં ઉંધ શેખેળપૂર્વક પ્રસિદ્ધ થઈ ગયા છે. સુપ્રતિષ્ઠિત વયેવૃદ્ધ ડૉ. હર્મન જેકેબી, મહેમ ડૉ. હર્નલ, પ્ર. લ્યુમેન, ડૉ. મિશેલ, ડૉ. કાવેલ, ડૉ. વેબર, પ્ર. શુબિંગ, ડૉ. કિરહેલ વિગેરેનાં સંશોધન-સંસ્કરણે અને ઉત્સાહભર્યા પ્રયત્ન જોતાં આપણે તેમને ધન્યવાદ આપવા
Page #44
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃતભાષાની
ઘટે. આપણા પૂર્વજોએ આપણા પર ઉપકાર કરવા આપણી પાસે જ્ઞાન-ગંગા વહેતી મૂકી છે, તેને લાભ આપણે સ્વયં લેવા અને બીજાઓને આપવા વિશેષ પ્રયત્ન કરવું જોઈએ પાટણ, જેસલમેર જેવા સ્થળામાં પ્રાચીન પુસ્તક ભંડારેમાં છુપાવેલી કેદ પૂરેલી વિદ્યાદેવીને હવે મુક્ત કરાવે. ભય, પ્રમાદ અને સંકુચિતતા દૂર કરી જાલિમ જુલ્મીઓના ભયથી રક્ષકેને સમજાવી એને ઉચિત વસ્ત્ર-અલંકારોથી સજ્જ કરીને
છાએ વિહરવા અવકાશ આપે. વિદ્યાપ્રેમી નેકનામદાર શ્રીમંત સરકાર મહારાજા સાહેબ શ્રી સયાજીરાવ ગાયકવાડ પાટણના જેન ભંડારનાં પ્રાચીન અપ્રસિદ્ધ ઉપગી પુસ્તકને લાભ સૌને મળે એ વિચાર જ નહિ, પ્રયત્ન પણ ચલાવે છે. જેને સાક્ષર ચીમનલાલ ડાહ્યાભાઈ દલાલના અકાળ સ્વર્ગવાસ પછી સુશિક્ષિત કર્તવ્યદક્ષ ઉત્સાહી રાજરત્ન ડૉ. વિનયતેષ ભટ્ટાચાર્ય એમ. એ. પી એચ ડી. જેવા વિદ્વાનને પ્રોત્સાહિત કરી તેમની અધ્યક્ષતામાં તેવાં પુસ્તકોને ગાયકવાડ એરિયન્ટલ સિરીદ્વારા પ્રસિદ્ધ કરવાને પ્રેરણા કરે છે, તેવાં પુસ્તકનાં વર્ણનાત્મક-વિગતવાર સૂચિપત્રે પ્રકાશિત કરાવે છે, વડોદરાના પ્રાચ્યવિદ્યામંદિરમાં સુરક્ષિત ફાયરપ્રુફ બિલ્ડીંગમાં અને ફાયરપ્રુફ બહુ કિંમતી તિજોરીમાં તથા સ્ટીલના મનહર કબાટમાં તેવાં પુસ્તકને સંગ્રહ કરાવે છે, દૂર દેશમાં વસવા છતાં ત્યાંથી પ્રેરણાઓ મોકલાવે છે, તેવાં પુસ્તકની યથાથિત નકલે માટે ફૉટેસ્ટેઈટ મશીન જેવાં કિંમતી સાધનદ્વારા ઉચિત યોજના કરી આપે છે, તેને લાભ લે એ આપણું કર્તવ્ય છે.
સદભાગ્યે થડા વખતથી આપણા દેશના વિદ્વાને પણ
Page #45
--------------------------------------------------------------------------
________________
ઉપયોગિતા.
પ્રાકૃતભાષાની ઉપયોગિતા ગેડે ઘણે અંશે સમજવા લાગ્યા છે અને તેમના ઉદારદિલની પ્રેરણાએ કર્તચિત ન્યાયબુદ્ધિએ યુનિવર્સિટીઓમાં પણ પ્રાકૃતભાષાને સ્થાન અપાવ્યું છે. અમદાવાદ, સુરત, મુંબઈ, પૂના, કલકત્તા, સાંગલી, ભાવનગર વિગેરે સ્થળની કૉલેજોમાં પ્રાકૃતભાષામાં રસ લેતા પ્રેસ અને વિદ્યાર્થીઓને પ્રષિ સંભળાય છે. અને તેવાં પાઠ્ય પુસ્તકે પણ પ્રકાશમાં આવતાં જાય છે. આપણે આશા રાખીશું કે ભારત વર્ષની-સર્વસાધારણની પ્રધાન પ્રાચીન પ્રાકૃતભાષાની ઉપયોગિતા અને મહત્તા પીછાણી એથી પણ વિશેષ પ્રમાણમાં ઉત્તરોત્તર ઉત્સાહ વધતે રહે તેવા પ્રયત્ન કરવા સુયોગ્ય સંચાલક-નિયામકે અને અધિકારીઓ પિતાથી બનતું કરશે.
વડોદરા–રાજ્ય તરફથી ચાલતી શ્રાવણમાસ-દક્ષિણાપરીક્ષામાં સાહિત્યની ઉત્તમ પરીક્ષામાં પ્રાકૃતભાષાના ગ્રંથને વર્ષોથી સ્થાન છે. શ્રીમંત સરકાર મહારાજા સાહેબે થોડા વખત ઉપર ખાસ ફરમાનથી-હજુર હુકમથી, બરોડા કૉલેજમાં, હાઈસ્કૂલમાં અને રાજકીય સંસ્કૃત–મહાવિદ્યાલયમાં પાલીભાષાના અભ્યાસ માટે ઉચિત પેજના કરી આપી છે; તેમ તેથી પણ વધારે ઉપયોગી પ્રકૃતિમધુર પ્રાચીન પ્રાકૃત ભાષાના અભ્યાસ–પ્રચાર માટે સમુચિત જના કરી આપવા કૃપાવંત થશે-તેમ ઇચ્છીશું. અને એવી રીતે અન્ય રાજ્યો પણ પ્રાકૃત ભાષાની ઉપયોગિતા વિચારી તેના સાહિત્યના પ્રકાશન અને પ્રચાર માટે ઉચિત પ્રબંધ કરશે તે આ પ્રયાસ સફળ થયે માનીશું.
–લાલચંદ્ર ભગવાનદાસ ગાંધી.
Page #46
--------------------------------------------------------------------------
________________ શ્રી જૈનધર્મ પ્રસારક સભામાં મળતા સંસ્કૃત-પ્રાકૃત પુસ્તકે **** 8 0. 0 1 શ્રી જ્ઞાતાધર્મકથાંગસૂત્ર મૂળ ને ટીકાના અર્થ - કે તે સાથે ભાગ 1-2 , , 8-0-0 2 શ્રી વિપાકસૂત્ર મૂળ તથા મૂળ ને ટીકાના અર્થ સાથે 2-0-0 3 શ્રી વર્ધમાનદેશના. પ્રાકૃત-સંસ્કૃત છાયા સાથે *. ભાગ 1 . પ્રકાશ. 3. . 3-0-0 ,, ભાગ 2 જે પ્રકાશ. 7. 2-0 0 5 બૃહત્ ક્ષેત્રસમાસ. ટી ટીકા સહિત ..... 3-4-0 6 શ્રી કપૂરપ્રકર. મેટી ટીકા સહિત .. 3-4-0 7 શ્રી યેગશાસ્ત્ર. આ ગ્રંથ. પ્રકાશ બાર.... 3-0-0 8 શ્રી ઉપદેશપ્રાસાદ. મૂળ. ભાગ 4 થે - (સ્તંભ 19 થી 24) .... .... 4-0-0 - 9 શ્રી ધર્મકપદ્રુમ. મૂળ. સંસ્કૃત....... .... . 1-8-0 1. શ્રી વિજયચંદ કેવી ચરિત્ર મગધી–ગાથાબ ધ 0-8-0 11 શ્રી હેમલઘુપ્રક્રિયા વ્યાકરણ .... ... 1-0-0 12 શ્રી વસુદેવહિંડિ. ખંડ 1 લે. અંશ 1 લે 3-8-0 13 ,, ,, અંશ 2 જો 38-0 14 સિદ્ધપ્રાભૂત. સટીક - 0-10-0 15 ધર્મપરીક્ષા. સંસ્કૃત 1-0-0 16 સપ્તતિશતસ્થાનપ્રકરણ . . 1-0-0 17 ચૈત્યવંદન મહાભાષ્ય. બુકાકારે. 1-12-0 18 નપદેશ. સંસ્કૃત મા... . 1 0-0 19 ગુરૂતત્વવિનિશ્ચય. સટીક . 3-0-0 -4- - એલ્ઝ 0 0 0