Book Title: Prakrit Bhashani Upayogita
Author(s): Lalchandra B Gandhi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 45
________________ ઉપયોગિતા. પ્રાકૃતભાષાની ઉપયોગિતા ગેડે ઘણે અંશે સમજવા લાગ્યા છે અને તેમના ઉદારદિલની પ્રેરણાએ કર્તચિત ન્યાયબુદ્ધિએ યુનિવર્સિટીઓમાં પણ પ્રાકૃતભાષાને સ્થાન અપાવ્યું છે. અમદાવાદ, સુરત, મુંબઈ, પૂના, કલકત્તા, સાંગલી, ભાવનગર વિગેરે સ્થળની કૉલેજોમાં પ્રાકૃતભાષામાં રસ લેતા પ્રેસ અને વિદ્યાર્થીઓને પ્રષિ સંભળાય છે. અને તેવાં પાઠ્ય પુસ્તકે પણ પ્રકાશમાં આવતાં જાય છે. આપણે આશા રાખીશું કે ભારત વર્ષની-સર્વસાધારણની પ્રધાન પ્રાચીન પ્રાકૃતભાષાની ઉપયોગિતા અને મહત્તા પીછાણી એથી પણ વિશેષ પ્રમાણમાં ઉત્તરોત્તર ઉત્સાહ વધતે રહે તેવા પ્રયત્ન કરવા સુયોગ્ય સંચાલક-નિયામકે અને અધિકારીઓ પિતાથી બનતું કરશે. વડોદરા–રાજ્ય તરફથી ચાલતી શ્રાવણમાસ-દક્ષિણાપરીક્ષામાં સાહિત્યની ઉત્તમ પરીક્ષામાં પ્રાકૃતભાષાના ગ્રંથને વર્ષોથી સ્થાન છે. શ્રીમંત સરકાર મહારાજા સાહેબે થોડા વખત ઉપર ખાસ ફરમાનથી-હજુર હુકમથી, બરોડા કૉલેજમાં, હાઈસ્કૂલમાં અને રાજકીય સંસ્કૃત–મહાવિદ્યાલયમાં પાલીભાષાના અભ્યાસ માટે ઉચિત પેજના કરી આપી છે; તેમ તેથી પણ વધારે ઉપયોગી પ્રકૃતિમધુર પ્રાચીન પ્રાકૃત ભાષાના અભ્યાસ–પ્રચાર માટે સમુચિત જના કરી આપવા કૃપાવંત થશે-તેમ ઇચ્છીશું. અને એવી રીતે અન્ય રાજ્યો પણ પ્રાકૃત ભાષાની ઉપયોગિતા વિચારી તેના સાહિત્યના પ્રકાશન અને પ્રચાર માટે ઉચિત પ્રબંધ કરશે તે આ પ્રયાસ સફળ થયે માનીશું. –લાલચંદ્ર ભગવાનદાસ ગાંધી.

Loading...

Page Navigation
1 ... 43 44 45 46