Book Title: Prakrit Bhashani Upayogita
Author(s): Lalchandra B Gandhi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 28
________________ ૨૪ પ્રાકૃતભાષાની તેમને પરમ ઉચ્ચ આશય હતું, અને એ આશય સિદ્ધ કરવામાં સાધનભૂત સર્વસાધારણ પ્રકૃતિસુલભ આ પ્રાકૃતભાષાની પસંદગી કરવામાં આવી. તેમના એ અત્યુત્તમ ઉદ્દેશની અવગણના કરી અમુક અલ્પ સંખ્યામાં સંભવી શકતા સાક્ષરેને જ ઉપગી થઈ શકે તેવી ભાષામાં તેનું પરાવર્તન કરવા વિચાર કરે, અને એ રીતે બહાળા સમુદાયને તેના લાભથી વંચિત રાખવાની ઈરછા પ્રદર્શિત કરવી, પ્રકારોતરથી પોતાના પાંડિત્યની પ્રખ્યાતિ કરાવવી-એમાં એ મહાપુરુષનું-તીર્થકરગણધરનું અક્ષમ્ય અપમાન રહેલું છે.” શ્રીસંઘની એ શિક્ષાને શિરોધાર્ય કરી સિદ્ધસેન દિવાકરે પિતાની સગ્યતા પુરવાર કરી આપી હતી, જેના પરિણામે તેમની પ્રભાવક તરીકે કીતિ પ્રસરી છે. ભદ્રેશ્વરસૂરિની કથાવલી, પ્રભાચંદ્રસૂરિનું પ્રભાવકચરિત્ર, સંઘતિલકાચાર્યની સમ્યકત્વસતિવૃત્તિ વગેરે અનેક ગ્રંથમાં તેમની પ્રભાવકતાના ઉલ્લેખો ઉપલબ્ધ થાય છે. જેના સિદ્ધાંત પર રચાયેલા વિસ્તૃત પ્રાચીન વ્યાખ્યા–વિવરણ ગ્રંથ, જે નિયુક્તિ, ભાષ્ય અને ચૂર્ણિના નામે ઓળખાય છે, તેને પણ પ્રાકૃતભાષામાં રચવામાં પૂર્વોક્ત હેતુ વિચારી શકાય તેમ છે. વિક્રમની દસમી સદીના પ્રતિષ્ઠિત રાજકવિ યાયાવરીય રાજશેખરે કાવ્યમીમાંસામાં કરેલા ઉલ્લેખ પ્રાકૃતભાષા તરફ પ્રમાણે–પિતાના ભવનમાં તે રાજા, જે રાજાઓને પ્રેમ પ્રમાણે ભાષા-નિયમ કરે, તેમ થાય. સંભળાય છે કે મગધ દેશમાં શિશુનાગ નામને રાજી થઈ ગયે. તેણે દુઃખે ઉચ્ચારી શકાય તેવા ૮ વર્ણોને દૂર કરી પિતાના અંતઃપુરમાં જ નિયમ પ્રવર્તાવ્યું

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46