Book Title: Prakrit Bhashani Upayogita
Author(s): Lalchandra B Gandhi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 26
________________ | - પ્રાકૃતભાષાની એવા આશયને સૂચવતું પદ્ય, હરિભદ્રસૂરિએ દશવૈકાલિકટીકામાં તથા હેમચંદ્રાચાર્યે કાવ્યાનુશાસનની પજ્ઞટીકા( અલંકારચૂડામણિ ) વિગેરેમાં ઉદ્ધત કરેલું છે. રાજશેખરસૂરિ પ્રાકૃતદ્વયાશ્રયવૃત્તિમાં તેવા જ આશયનું ઉચ્ચારતાં ગણધરને નમન કરે છે-“બાલકે, સ્ત્રીઓ વિગેરે જડપ્રાય ભવ્ય પ્રાણીઓના હિતની ઈચ્છાથી પ્રાકૃત આગમ કરનારા ગણધરેને નમન હો, નમન હે.” વિક્રમાદિત્યના સમકાલિન અને માનનીય, સન્મતિતર્ક વિગેરે રચનાર સુપ્રસિદ્ધ સિદ્ધસેન દિવાકર સંબંધમાં જે કિંવદની સંભળાય છે, તેમાં એવા ગંભીર આશયનું સૂચન છે કે–પિતાને વાદમાં જિતનારના શિષ્ય થવાની પ્રતિજ્ઞા કરનાર વાદિવિજેતા વિદ્યાબલવાન બ્રાહ્મણ સિદ્ધસેન, વૃદ્ધવાદીસરિની કીતિ સાંભળી તેમને ભરુચની બહાર મળતાં વાદસ્પૃહા પ્રકટ કરે છે. સૂરિજી કહે છે કે- ચતુરંગી( સભાપતિ, સભ્ય, વાદી અને પ્રતિવાદીવાળી) સભા વિના જય કે પરા' જય કેમ જાણી શકાય? ” સિદ્ધસેને કહ્યું કે-“આ ગેવાલે જ વાદના સાક્ષીએ થાઓ.” વૃદ્ધવાદીસૂરિએ એ વાતને સ્વીકાર કરી સિદ્ધસેનને પૂર્વપક્ષ કરવા કહ્યું. તેણે સંસ્કૃતભાષાવડે બેલવાને પ્રારંભ કર્યો. તર્ક-વિતર્કના સંસર્ગથી કર્કશવાદ કરીને તે બોલી રહ્યા, એટલે ગવાળાએ કહ્યું કે-“આ કંઈ પણ જાણતા નથી, પિશાચગૃહીતની જેમ પોકારે છે, કરવત્તની જેમ અય્યારા કાન ફાડે છે; આથી બુઠ્ઠા વાદિરાજ ! તમે બેલો.” ત્યારપછી બન્ને પ્રકારે સમયજ્ઞ, વૃદ્ધવાદી, કચ્છબંધ કરીને ચિંદિણિ છંદ રાસવડે તાલ દેવાપૂર્વક ગાવા લાગ્યા કે ३ बाल-रूयादिजडप्रायभव्यजन्तुहितेच्छया । प्राकृतागमकर्तृभ्यो गणभृद्भ्यो नमो नमः ॥" –પ્રાકૃતયાશ્રયવૃત્તિ[પાટણભંડારની હ. લિ. પ્રતિ માં રાજશેખરસૂરિ

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46