Book Title: Prakrit Bhashani Upayogita
Author(s): Lalchandra B Gandhi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 27
________________ ઉપયોગિતા. “ નવિ મારિયઈ નવિ ચોરિયઈ, પરદારહ ગમણું નિવરિય; ન થવા દેવં દાઇય, સગ્નિ દુગુ દુગુ જાઈયઈ. ” વિગેરે પ્રાકૃત પોથી પ્રસન્ન થઈ ગેવાલાએ વૃદ્ધવાદીની જયષણ–પ્રશંસા કરી. એથી સિદ્ધસેને પોતાને શિષ્ય તરીકે સ્વીકારવા કહ્યું. વૃદ્ધવાદીએ ફરી રાજસભા સમક્ષ વાદ કરવા કહ્યું. સિદ્ધસેને સૂચવ્યું કે–“હું અકાલજ્ઞ છું, આપ સમયજ્ઞ છે, સમયજ્ઞ એ સર્વજ્ઞ કહેવાય છે.” વિગેરે કહેવાથી તેને સૂરિએ પિતાના શિષ્ય કર્યા. એ પ્રસંગદ્વારા પ્રાકૃતભાષા તરફ આબાલ-ગોપાલને પ્રેમ પ્રકાશિત થાય છે. બીજા પ્રસંગમાં સંસ્કૃત પ્રાકૃતમા સમર્થ ધુરંધર વિદ્વાનું એ કવિએ સંસ્કૃતના પક્ષપાતથી પ્રાકૃત આગને સંસ્કૃતમાં પરાવર્તન કરી નાખવાની ઈચ્છા દર્શાવી હતી, પરંતુ શ્રીસંઘે તેમની એ ઈચ્છાને અગ્ય જણાવી તેમને પારાંચિક નામનું પ્રાયશ્ચિત્ત સૂચવ્યું હતું. જેમાં બાર વર્ષ સુધી ગુપ્ત વેષમાં રહેવું પડે. સંઘની ઉન્નતિનું કઈ અભુત કાર્ય કરવાથી, એકાદ સમર્થ રાજાને પ્રતિબંધ કરવાથી યા ગયેલ તીર્થ પાછું વાળવાથી શ્રીસંઘમાં ફરી દાખલ થઈ શકાય. શ્રીસંઘે સિદ્ધાંતને પ્રાકૃત કરવાનું કારણ દર્શાવતાં ઉપર્યુક્ત પદ્ય સાથે સૂચવ્યું હતું કે-“તીર્થકરેએ ફરમાવેલ ત્રિપદી(કવર વા, વિમેર વા, યુવેદ વા એ ત્રણ પદે)ના આધારે દ્વાદશાંગી-બાર અંગરૂપ સિદ્ધાંતસૂત્રની રચના કરનારા, સર્વાક્ષરસંનિપાતલબ્ધિધર ગણધરે ધારત તે તેઓ આગમને સંસ્કૃત–ભાષામાં રચી શકત; પરંતુ તેઓને બાળકે, સ્ત્રીઓ, મદે અને પ્રારા સર્વસાધારણ વિશાલ સમુદાય પર અનુગ્રહ-ઉપકાર કરવાને હતે-આબાલ-ગોપાલ સૌ કોઈને સર્વ જનસમૂહને ધર્મોપદેશ પહોંચાડે હતે. સર્વ કે તેને લાભ લે એ

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46