Book Title: Prakrit Bhashani Upayogita
Author(s): Lalchandra B Gandhi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 41
________________ ઉપયોગિતા. શાસ્ત્ર-ગ્રંથે પણ પ્રાકૃતછનું જ્ઞાન કરાવવામાં સરખાં લક્ષણેને લીધે કેટલેક અંશે ઉપયોગી થઈ શકે તેવાં છે. પ્રાકૃત પદ્ય અને ગદ્ય સાહિત્ય તાંબર લે અને દિગંબર જૈન વિદ્વાનોએ પુષ્કળ પ્રમાણમાં રચ્યું છે, પ્રાકૃત સાહિત્યની જેની સૂચી-ચાદી પણ એક વિસ્તૃત પુસ્તપુષ્કલતા કરૂપ બની જાય તેમ છે. જેમાં સૂત્ર, નિર્યુક્તિ, ભાળે, ચૂર્ણિ, વૃત્તિ-વ્યાખ્યારૂપ ગ્રંથ, પ્રકરણે, કુલ, પ્રકીર્ણ ગ્રંથ, ઔપદેશિક ગ્ર, તત્વજ્ઞાનના ગ્રંથ, કથા-ચરિત્રરૂપ ગ્રંથ અને તિષ, વૈદ્યક, અષ્ટાંગ નિમિત્ત વિગેરે વિવિધ વિષયના ગ્રંથને સમાવેશ થાય છે. જેમાંથી બહુ થોડા જ ગ્રંથ પ્રકાશમાં આવ્યા છે. આપણું આગમસૂત્ર, પહેલાં રાયબહાદૂર બાબૂછ ધનપતિસિંહજી દ્વારા અને પછી આગમેદયસમિતિ દ્વારા પ્રકાશમાં આવ્યાં. તેમજ બીજા કેટલાક પ્રાકૃત પ્રકરણાદિ ગ્રંથે જૂદી જૂદી વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા પ્રસિદ્ધિમાં આવ્યા છે, જે વિશિષ્ટ ઉપયોગી પદ્ધતિથી પુન:પ્રકાશનની અપેક્ષા રાખે છે દસ દસ બાર બાર હજાર લેક પ્રમાણ કથાચરિત્રગ્રંથે પણ ઓછી સંખ્યામાં નથી. આપણું આ જૈનધર્મ પ્રસારક સભાએ પ્રકાશિત કરેલ વિમલસૂરિનું પદ્ય પઉમાચરિય [રચના વિ. સં. ૬૦માં ગ્રં. ૧૦૦૦૦], અહિંની જૈન આત્માનંદ સભાએ આદર્શ મને હરરૂપમાં પ્રસિદ્ધ કરેલી સંઘદાસગણિની ગદ્ય બૃહત્કથા વસુદેવહિંડી રચના પ્રાયઃ વિકમની પાંચમી સદીમાં. ગં. ૧૧૦૦૦], કલકત્તાની એશિયાટિક સોસાઈટી દ્વારા પ્રકાશમાં આવેલ હરિભદ્રસૂરિની ગદ્ય સમરાઈશ્ચકહા [રચના પ્રાયઃ વિક્રમની ૮મી સદીમાં. ગ્રં. ૧૦૦૦૦], જૈન વિવિધ સાહિત્યશાસ્ત્રમાલાએ પ્રકાશમાં

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46