Book Title: Prakrit Bhashani Upayogita
Author(s): Lalchandra B Gandhi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 31
________________ ઉપયોગિતા. નામની એક કથા મળે છે, જેને જર્મનીના ઉત્સાહી છે. લૈંયમેને પિતાની દેશભાષામાં ઉતાર્યા પછી કેશવલાલ પ્રેમચંદ મેદીના પ્રયત્નથી તે ગુજરાતીમાં પણ મળે છે. પ્રાકૃત, જે મહારાષ્ટ્રી નામથી ઓળખાય છે, તેને સુયશ મહારાષ્ટ્રના એ પ્રતાપી કવિવત્સલ મહારાજાને ઘટે છે, એવી મ્હારી માન્યતા છે. પ્રાચીન અનેક મહાકવિઓ દ્વારા પ્રશંસાયેલી અને અનેક કાવ્યું, નાટકે તથા કથાઓના આધારભૂત થયેલી ભૂત(પિશાચ) ભાષા નેપાલ-ભૂતાન તરફની પ્રાચીન પ્રાકૃત ]મય મનાતી ગુણાઢ્યકવિએ રચેલી બૃહત્કથા( નરવાહનદત્તકથા) અત્યારે. ઉપલબ્ધ થતી નથી, છતાં જેના સંક્ષિપ્ત સંસ્કૃત અનુકરણઅનુવાદો બહત્કથામંજરી, કથાસરિત્સાગર નામથી મળે છે; તે મૂળ બહત્કથા રચનાર કવિ ગુણાત્ય પણ પૂર્વોક્ત સાતવાહન(શાલિવાહનોને આશ્રિત કવિ મનાય છે. કવિદંધના કાવ્યાદર્શ વિગેરેમાં વખણાયેલું સેતુબંધ (રાવણવા ) નામનું પ્રાકૃત મહાકાવ્ય, મહારાજા પ્રવરસેન (કુન્તલેશ્વર) નિમિત્તે મહારાજાધિરાજ વિક્રમાદિત્યની આજ્ઞાથી કવિ કાલિદાસે રચ્યું હતું-તેમ તેના વ્યાખ્યાકાર, અકમ્બરના કૃપાપાત્ર રાજા રામદાસ વિ. સં. ૧૬પર માં જણાવે છે. યશવર્માની કીર્તિરૂપ ગઉડવો( ગડ-મગધરાજ-વધ) નામના પ્રાકૃત કાવ્યને રચનાર કવિરાજ વાપતિરાજ, મહારાજા યશોવર્મા વિ. સં. ૭૩૧ થી ૭૮૧ ને આશ્રિત સામત હતે; જેને અંતિમાવસ્થામાં જૈનાચાર્ય અપભટ્રિએ જૈનધર્મને પ્રતિબંધ કર્યો હતે-એવા ઉલ્લેખ મળે છે. કપૂરમંજરી” નામના પ્રાકૃતસટ્ટક વિગેરે અનેક ગ્રંથને રચનાર કવિ રાજશેખર, રાજા મહેન્દ્રપાલ વિ. સં. ૯૭૩

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46