Book Title: Prakrit Bhashani Upayogita
Author(s): Lalchandra B Gandhi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 13
________________ ઉપયોગિતા. વરરુચિના પ્રાકૃતપ્રકાશ પર પદ્યવૃત્તિ રચનાર વિદ્વાન કહે “ અહા ! તે પ્રાકૃત, મનહર છે, પ્રિયાના મુખરૂપી ચંદ્ર જેવું સુંદર છે, જેમાં અમૃત જેવી રસભરપૂર સૂક્તિઓ શોભે છે. ૧ ) - ત્રિવિક્રમદેવ પ્રાકૃત શબ્દાનુશાસનમાં સૂચવે છે કે- “ બહોળા અર્થવાળા અને સુખે ઉચ્ચારી શકાય તેવા શબ્દ-સાહિત્યનું જીવિત, તે પ્રાકૃત જ છે, એવો મત સૂક્તને અનુસરનારાઓને છે. ” ૨ વિક્રમની દસમી સદીમાં થયેલા મનાતા યાયાવરીય કવિ રાજ શેખર, કરમંજરીસટ્ટકમાં પ્રાકૃત રચ(પ્રાકૃતકાવ્યની નાની સુકમલતાના સંબંધમાં જણાવે છે મૃદુતા. કે –સંસ્કૃત-અંધ(રચના) પરુષ–કઠેર હોય છે, પરંતુ પ્રાકૃત-અંધ(રચના) સુકુમાર (સુકમલ) હોય છે; પુરુષોમાં અને મહિલાઓમાં જેટલું અંતર ૨ “અહો ! તત્ વારં દર બિચાવડુસુન્દરમ્ सूक्तयो यत्र राजन्ते सुधानिःष्यन्दनिर्भराः ॥" -પ્રાકૃતમંજરી(પ્રાકૃતપ્રકાશની પદ્યવૃત્તિ)માં. २ " अनल्पार्थ-सुखोच्चार-शब्दसाहित्यजीवितम् । . स च प्राकृतमेवेति मतं सूक्तानुवर्तिनाम् ॥" –ત્રિવિક્રમદેવના પ્રાકૃત શબ્દાનુશાસનમાં.

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46