Book Title: Prakrit Bhashani Upayogita
Author(s): Lalchandra B Gandhi
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 18
________________ ૧૪ પ્રાકૃતભાષાની પરથી વિકૃત થઈને કે અપભ્રષ્ટ થઈને યા ફેરફાર થતાં થતાં તેવી બની ગઈ નથી. દેશીનામમાલામાં અનાદિપ્રવૃત્તપ્રા. કતવિશેષને દેશી તરીકે ઓળખાવનાર, અભિધાનચિંતામણિમાં વર્તમાન, ભૂત અને ભવિષ્યના સર્વ તીર્થકરેની ભાષાને અર્ધમાગધી સૂચવનાર અને પ્રમાણમીમાંસામાં વિદ્યાઓને અનાદિ પ્રતિપાદન કરનાર હેમચંદ્રાચાર્યની પૂર્વોક્ત વ્યુત્પત્તિ ત્યાં પ્રાસંગિક-ઔપચારિક છે. તે પરથી કેઈએ એમ માની લેવાની ભૂલ કરવી ન ઘટે કે-પ્રાકૃત, એ સંસ્કૃત પ્રકૃતિ પરથી વ્યાકરણમાં દર્શાવેલી સાધનિકા પ્રમાણે ફેરફાર થઈને ઉત્પન્ન થઈ છે. અપ્રસિદ્ધ કુમારપાલચરિત્રમાં સૂચવ્યા પ્રમાણે હેમચંદ્રાચાર્યે પ્રાકૃતભાષાને પ્રથમ પ્રતિપાદન કરી છે. અપભ્રંશકાવ્યત્રયીની ભૂમિકામાં અહે એ વિસ્તૃત ઉલ્લેખ દર્શાવ્યું છે. વિશેષ વિચાર કરતાં પ્રાકૃતપરથી સંસ્કૃત અને બીજી ભાષાએ નીકળેલી જણાય છે. વિક્રમની નવમી સદીમાં થયેલા જણાતા કવિરાજ વાપતિરાજ, ગઉડવા નામના પ્રાકૃતકાવ્યમાં, પ્રાકૃત સંબંધમાં પિતાને એવો અભિપ્રાય ખુલ્લા દિલથી પ્રકટ કરે છે કે –“ સંસ્કૃત વચનનું લાવણ્ય પ્રાકત છાયાથી ખીલે છે-ખુલે છે; સંસ્કૃત સંસ્કાર ખેંચી લેવાથી-કાઢી નાખવાથી પ્રાકૃતને પણ પ્રભાવ પ્રટ-ખુલ્લો થાય છે. ખરેખર, નવા અર્થનું દર્શન, રચનાની સુકોમળ બંધ=દ્ધિ આ, ભુવનબંધથી લઈનેજગત્ સષ્ટિથી માંડીને-આ(પ્રાકૃત)માં અવિરલ છે બહાળા પ્રમાણમાં છે. સઘળી વાચા-વાણી (પ્રાકૃત)માં પેસે છે અને આ( પ્રાકૃત)માંથી જ વાચા–વાણું નીકળે છે. સઘળાં પાછું સમુદ્રમાં જ આવે છે અને સાગર

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46