Book Title: Prabuddha Jivan 2014 10 Jain Tirth Vandan ane Shilp Sthapatya Visheshank
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 10
________________ પૃષ્ટ ૧૦ • પ્રબુદ્ધ જીવન, જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક, ઓક્ટોબર ૨૦૧૪ રોષક સંપાદકીય...Sિ • થા છે. વ જૈન તીર્થ વૈદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વૈદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિશોષક ૬ જૈન તીર્થ વેદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક દ ક જૈન તીર્થ વેદના અને શિલ્પ " શ્રી ગુણવંતભાઈ બરવાળિયાએ પાટણ સમીપવર્તી સાગોડિયા મુકામે એક પરિસંવાદ ગોઠવ્યો હતો. આ પરિસંવાદની પૂર્ણાહુતિ બાદ પાટણના જિનાલયોના દર્શન માટે જવાનું ગોઠવાયું. આ જિનાલયના દર્શન કરતા, એના શિલ્પ-સ્થાપત્ય અંગે વાર્તાલાપ કરતા શ્રી ધનવંતભાઈ શાહને મનમાં ફર્યું: ‘પ્રબુદ્ધ જીવનનો એક તીર્થવિષયક વિશેષાંક પ્રગટ કરીએ. આ કાર્ય માટે તેમણે અમને સંયુક્ત રીતે જવાબદારી સોંપી. પ્રાકૃતિક સંપદાથી વિભૂષિત તીર્થો ઇતિહાસ અને શિલ્પના પણ અનોખા ખજાના લઈને બેઠા હોય છે. વળી, સાધકની આધ્યાત્મિક ચેતનાને ઉન્નત કરનારી ભરપૂર સામગ્રી આ તીર્થોમાં રહી હોય છે. તીર્થના આ પ્રાકૃતિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ત્રિવિધ મહત્ત્વને અંકિત કરવાનો ઉપક્રમ આ સંપાદન પાછળ રહ્યો છે. ગુજરાતી સાહિત્યમાં કાકાસાહેબ કાલેલકર, ભોળાભાઈ પટેલ, પ્રીતિ સેનગુપ્તા આદિએ પ્રવાસની સંવેદનાને કેન્દ્રમાં રાખી પુષ્કળ માત્રામાં લલિતનિબંધો લખ્યા છે. જૈન તીર્થોમાં સંવેદનાની ભરપુર સામગ્રી હોવા છતાં જૈનતીર્થો પર ભાગ્યે જ લલિતનિબંધો લખાયેલા મળે. “પ્રબુદ્ધ જીવન'ના આ વિશેષાંક નિમિત્તે કેટલાક તીર્થવિષયક લલિત નિબંધોની સંપ્રાપ્તિ થાય, અને તીર્થમાં રહેલી ભાવસંવેદનાનો સમર્થ સર્જકોની કલમથી સૌ ભાવકોને ઉપલબ્ધ થાય, એ પણ આ સંપાદનનો હેતુ છે. કેટલાક લેખકોએ તીર્થ વિશેની અનેક વિગતો અને સંશોધનો ઉપલબ્ધ કરી આપ્યાં છે, એ પણ સાંસ્કૃતિક વારસાની જાળવણીની દૃષ્ટિએ મૂલ્યવાન છે. તીર્થોના ઇતિહાસને સાચવવો એ આપણી ધર્મપરંપરાના ઇતિહાસના રક્ષણનો એક મહત્ત્વનો હિસ્સો છે. આપણે ત્યાં કહેવાયું છે, ‘તારે તે તીર્થ”. જે આત્માને ભવસાગરથી પાર ઊતારે તે સાચું તીર્થ છે. એટલે જ ચતુર્વિધ સંઘ, સાધુ-સાધ્વી ભગવંતો આદિ સર્વ તીર્થરૂપ કહેવાય છે. આ જંગમ તીર્થોની સાથે જ્યાંના પરમાણુઓમાં વિશેષ શુદ્ધિ છે, જેના વાયુમંડળમાં ઉર્ધ્વચેતનાનો સંચાર છે, જ્યાં તીર્થકરોના કલ્યાણકો કે મુનિભગવંતોના મોક્ષગમનની ઘટના ઘટી છે, જ્યાં સાધક આત્માઓએ સાધના કરી આત્માના શુદ્ધ સ્વરૂપની સંપ્રાપ્તિ કરી છે, એવા સ્થળો ‘સ્થાવર તીર્થ'નું ગૌરવ પામે છે. આવા સ્થાવર તીર્થોમાંથી કેટલાક મહિમાવંત તીર્થસ્થળોનો પરિચય પ્રસ્તુત કર્યો છે. આ પરિચયના માધ્યમથી તીર્થ પ્રત્યેના ભક્તિભાવની વૃદ્ધિ થાય, તેના ઇતિહાસને જાણી તીર્થની વિશેષતાના જ્ઞાનમાં વૃદ્ધિ થાય, તેના શિલ્પ-સ્થાપત્યની સમૃદ્ધિનો પરિચય થાય, સાથે જ વિવિધ લેખકોને તીર્થ નિમિત્તે અનુભવાયેલી સંવેદનામાં સો સહભાગી બને, એ દૃષ્ટિએ આ વિશેષાંકનું આયોજન કર્યું છે. પોતાના લેખો સમયસર પહોંચાડવા માટે સો લેખક-મિત્રોનો અંત:કરણપૂર્વક આભાર તેમજ ડૉ. ધનવંતભાઈ શાહ અને મુંબઈ જૈન યુવક સંઘનો આ અમૂલ્ય તક ઉપલબ્ધ કરી આપવા માટે આભાર. || ડૉ. રેણુકા પોરવાલ | ડૉ. અભય દોશી જૈન તીર્થ વંદના અને શિલ્પ સ્થાપત્ય વિરોષક 5 જૈન તીર્થ વંદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક ન જૈન તીર્થ વંદના અને શિલા સ્થાપત્ય વિશેષક ૬ જૈન તીર્થ વેદના અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક દ ક જૈન તીર્થ વંદની અને શિલા ને જૈન તીર્થ વૈદતા અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક જૈન તીર્થ વંદતા અને શિલ્પ સ્થાપત્ય વિરોષાંક જૈન તીર્થ વંદના અને શિલા સ્થાપત્ય વિશેષાંક 5 જૈન તીર્થ વંદતા અને શિલ્પ સ્થાપત્ય વિશેષાંક

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 112